Budh Enters Cancer 2026: 05 ઓગસ્ટથી બુધનું સૌથી મોટું રાશિ પરિવર્તન, પાંચ રાશિના ફળદાયી દિવસો

by Gujarati biz news
Budh Enters Cancer 2026

Budh Enters Cancer 2026અમદાવાદ- Budh Enters Cancer 2026 જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, વાણી, સંવાદ અને વેપારનો કારક માનવામાં આવે છે. બુધ દેવ પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. હિન્દુ પંચાંગ અનુસાર 05 ઓગસ્ટ, 2026ની સાંજે 07.58 વાગ્યે બુધ ગ્રહ પોતાની રાશિ મિથુનમાંથી નીકળીને ચંદ્રના સ્વામીત્વવાળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે.(Mercury’s biggest zodiac change from August 05, fruitful days for five zodiac signs)

22 ઓગસ્ટ સુધી કર્કમાં

બુધ ગ્રહ કર્ક રાશિમાં(Budh Enters Cancer 2026) 05 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રહેશે. જ્યારે બુદ્ધિ અને તર્કના કારક એવો બુધ ગ્રહ ભાવુકતા અને મનની રાશિ કર્કમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડેછે. જો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને હાલના ગ્રહયોગો જોતા બુધનું આ ગોચર વિશેષ રૂપે પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે.

વૃષભ રાશિ(Taurus)

વૃષભ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર કરિયરમાં નવી ઊંચાઈઓ લઈને આવશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને આગળ વધવાની ખૂબ સારી તકોનું સર્જન થશે. જે લોકો પોતાનો બિઝનેસ કરે છે, તેમને ધનલાભ થઈ શકે છે અને બજારમાં પોતાની એક નવી ઓળખ પ્રસ્થાપિત થશે.

મિથુન રાશિ(Gemini)

બુધ તમારી રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં જઈ રહ્યા છે.(Budh Enters Cancer 2026) જેનાથી આપના આત્મવિશ્વાસમાં વધુ વધારો થશે. તમારા રોકાયેલા કામો ખૂબ ઝડપથી થશે. તેમાં સફળતા પણ મળશે. જો તમારા પૈસા ફસાયેલા હોય તો તે પરત મળવાના મજબૂત યોગ બને છે.

કન્યા રાશિ(Virgo)

કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. જેને કારણે આ ગોચર આપના માટે આર્થિક અને પરિવારના મોરચે શુભ રહેવાનું છે. આપની આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે અને ઘરમાં સકારાત્મક અને સુખ શાંતિનો માહોલ બનશે.

તુલા રાશિ(Libra)

તુલા રાશિના લાકો માટે(Budh Enters Cancer 2026) આ સમય કાર્યસ્થળ પર પોતાની પ્રતિભા બતાવવાનો છે. આપ જે પણ કામ હાથમાં લેશો તે કામ પરી લગન સાથે પુરુ કરી શકશો. તેના ખૂબ સરસ પરિણામ પણ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સંબધી સમસ્યાઓમાં રાહત મળશે અને શરીર સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

મકર રાશિ(Capricorn)

મકર રાશિના જાતકો માટે આ બુધનું ગોચર કેટલાય સુખદ ફેરફાર લઈને આવી રહ્યું છે. આપના કામ કે સંબધને લઈને જોડાયેલ કોઈ ખુશખબરી મળશે. કામના સંબધમાં આપને નાનો અથવા તો લાંબો પ્રવાસ કરવો પડી શકે છે, જે ભવિષ્યમાં તમને લાભદાયી બની રહેશે.

You will also like

Leave a Comment