ગાંધીનગર- ગુજરાત રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન તમામ 33 જિલ્લાઓના 199 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. (Gujarat Rain 2025) સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં 5-5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. (Gujarat Mosoon 2025) જ્યારે રાજકોટના ધોરાજી અને જામનગરના જોડિયા તાલુકામાં 4-4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
વધુમાં, ગત 24 કલાકમાં કચ્છના મુંદ્રા અને ગાંધીધામ, જામનગરના લાલપુર, રાજકોટના જેતપુર, સુરેન્દ્રનગરના વઢવાણ અને ચુડા તેમજ બનાસકાંઠાના વડગામ અને દાંતીવાડા તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 21 તાલુકામાં બે ઇંચથી વધુ, 32 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 133 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. 4 જુલાઇ, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 39 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે, સવારે 6.00 થી 10.00 કલાક સુધીમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર (Meteorological Department forecast) ગુજરાતમાં આગામી હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે અને મધ્ય ગુજરાતમાં મધ્યમસરનો વરસાદ આવશે.
Top Trending News
https://www.gujaratibiznews.com/international/elon-musk-was-opposed-to-the-one-big-beautiful-bill-passing-through-both-houses-of-america-what-are-the-provisions/
ગુજરાતમાં 17 ડેમ 100 ટકા ભરાયેલા છે. 70થી 100 ટકા ભરાયેલા 42 ડેમ છે. 50થી 70 ટકા ભરાયેલા 38 ડેમ છે. 25થી 50 ટકાથી ભરાયેલા 54 ડેમ છે. 25 ટકાથી નીચે ભરાયેલા 55 ડેમ છે.
હાલ 23 ડેમ હાઈ એલર્ટ છે. 17 ડેમ એલર્ટ અને 19 વોર્નિંગ હેઠળ છે.