ગાંધીનગર- Religious News ગુજરાતના સુપ્રસિદ્ધ એવા પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં(Porbandar Madhavpur Ghed) આવેલા શ્રી કૃષ્ણા- રૂક્ષ્મણી યાત્રાધામના(Shri Krishna Rukmini pilgrimage) અંદાજે કુલ રૂપિયા 91 કરોડથી વધુના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના પવિત્ર- પ્રસિદ્ધ યાત્રાધામો જેવા કે, અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી વગેરે આધ્યાત્મિક તીર્થ સ્થળોનો ભારતભરમાં આવતા ભક્તો- યાત્રાળુઓ માટે 360 ડિગ્રીથી સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે અને અનેક સુવિધાઓમાં વધારો થયો છે.
અનેકવિધ નવી સુવિધા
આ આધ્યાત્મિક તીર્થ સ્થળોના વિકાસ યાત્રાને સતત આગળ વધારવા પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં(Porbandar Madhavpur Ghed) આવેલા શ્રી કૃષ્ણા- રૂક્ષ્મણી યાત્રાધામના(Shri Krishna Rukmini pilgrimage) અંદાજે કુલ રૂ. 91 કરોડથી વધુના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. શ્રી કૃષ્ણ – રૂક્ષ્મણી માતા યાત્રાધામના માસ્ટર પ્લાનમાં માધવપુર ગામમાં એકબીજાથી એક કિ.મી.જેટલા અંતરે આવેલા વિવિધ સ્થળોને આવરી લઇ તેનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. જેના પરિણામે આ યાત્રાધામ ખાતે આવતા યાત્રાળુઓને અનેકવિધ નવીન સુવિધાઓ ઉપલબ્ધ થશે.
વિકાસનો બીજો તબક્કો
બીજા તબક્કામાં રૂ. 43.72 કરોડના ખર્ચે શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, મંદિર પાસે 300 મીટર બીચ ડેવલપમેન્ટ પાર્કિંગ માટે પરિસરનો વિકાસ અને અન્ય પાયાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.(Religious News) આ ઉપરાંત કેટલાક અન્ય સ્થળો જેવા કે, કાચબા ઉછેર કેન્દ્રથી માધવરાયજીના મંદિર સુધીનો રસ્તો નવ મીટર પહોળો કરવો, બીચ એરિયામાં ફૂડ કિઓસ્ક અને શૌચાલય વગેરે, પાર્કિંગ અને ફૂડ કોર્ટ સાથે જ, જુદા-જુદા પ્રકારના સ્કલ્પચર, સાઇનેજીસ, ફાઉન્ટેન, સેલ્ફી પોઇન્ટ સહિત લેન્ડસ્કેપિંગનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કામાં શું થયું?
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 48 કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણી માતા મંદિર, ચૉરી માયરાની જગ્યા, માધવરાયજી મંદિર જતાં રસ્તા પર બીચ ડેવલોપમેન્ટ, બ્રહ્મ કુંડ તેમજ મેળા ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આમ અંદાજે કુલ રૂ. 91 કરોડના ખર્ચે આ યાત્રાધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
આધ્યાત્મિક પ્રવાસન ક્ષેત્ર
વધુમાં,આ વિકાસકાર્યો થકી માધવપુરનો સર્વાંગી વિકાસ થશે તેથી દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ- શ્રદ્ધાળુઓની સુવિધામાં અનેકગણો વધારો થશે જેના પરિણામે ગુજરાત આદ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રે વધુ સિદ્ધિઓ સર કરશે તેમ, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ યાદીમાં જણાવાયું છે.(Religious News)
Top Trending News
Stock Market India: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે તેજી, હવે નફારૂપી વેચવાલી આવશે?
ઐતિહાસિક મહત્ત્વ(Religious News)
(1) પોરબંદરના માધવપુર ઘેડમાં આવેલ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રા ધામ ભગવાન કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીના સુપ્રસિદ્ધ લગ્ન સાથે સંકળાયેલું છે.
(2) પરંપરા મુજબ, પ્રખ્યાત “રૂક્ષ્મણી હરણ” પછી કૃષ્ણ વિદર્ભથી રૂક્ષ્મણીને લાવ્યા હતા અને તેમના લગ્નની વિધિ માધવપુર ઘેડમાં કરવામાં આવી હતી.
(3) આમ ગામ દૈવી પ્રેમ, હિંમત અને ધર્મનું પ્રતીક કરતું એક પવિત્ર સ્થળ બન્યું.
(4) સદીઓથી, સ્થાનિક સમુદાયોએ લોકવાયકાઓ, ગીતો અને મંદિર પરંપરાઓ દ્વારા આ વાર્તાને સાચવી રાખી છે.
(5) અહીં એક સુંદર રૂક્ષ્મણી-કૃષ્ણ મંદિર ઉભું છે, જે તે સ્થાનને ચિહ્નિત કરે છે. જ્યાં તેમના લગ્નની શોભાયાત્રા પસાર થઈ હોવાનું માનવામાં આવે છે.
(6) મધ્યયુગીન સમયમાં સંતો અને ભક્તો દૈવી યુગલના સન્માન માટે આવતાં હોવાથી આ સ્થળને વધુ સાંસ્કૃતિક માન્યતા મળી.
(7) પ્રદેશના શાસકોએ પણ મંદિર અને ઉજવણીઓને ટેકો આપ્યો, જેનાથી પરંપરા જીવંત રહી.
(8) આધુનિક સમયમાં, ગુજરાત સરકારે કૃષ્ણ અને રૂક્ષ્મણીના જોડાણની ઉજવણી કરીને વાર્ષિક માધવપુર મેળાનું આયોજન કરીને વારસાને પુનર્જીવિત કર્યો.
(9) ગુજરાત અને ઉત્તર-પૂર્વના આદિવાસીઓ પણ ભાગ લે છે, જે સમગ્ર ભારતમાં કૃષ્ણ પરંપરાઓ વચ્ચેના સહિયારા સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરે છે.
(10) માધવપુર ઘેડ એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે ઉભું છે, જે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીની ભક્તિ અને કાલાતીત વાર્તાનું પ્રતીક છે.