અમદાવાદ- Stock Market India: શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે નિરસ વાતાવરણ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 42 પોઈન્ટ ઘટી 85,524 બંધ થયો હતો. જો કે એનએસઈ નિફ્ટી(NSE Nifty) 4 પોઈન્ટ વધી 26,177 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 4 પોઈન્ટ ઘટી 59,299 બંધ હતો. શેરબજારમાં(Share Market India) બે દિવસની તેજીને બ્રેક વાગી છે અને નિફ્ટી વીકલી એક્પાયરીનો દિવસ હતો. શેરબજાર નિરસ કેમ રહ્યું? શેરબજારમાં તેજી કેમ અટકી ગઈ? હવે શેરબજાર કેવું રહેશે? ટેકનિકલી માર્કેટનો મુડ કેવો છે? શેરબજારમાં તેજી આગળ વધશે ખરી?
જૂઓ વીડિયો…..
સેન્સેક્સ 42 પોઈન્ટ માઈનસ
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,690ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધી 85,704 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલીથી ઘટી 85,342 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,524.84 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 42.64ની નરમાઈ દર્શાવે છે.
નિફ્ટીએ 26,200ની સપાટી કૂદાવી
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26,205ના મજબૂત મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 26,233 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી નીકળતાં ઘટી 26,119 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,177.15 બંધ રહ્યો હતો. જે 4.75નો સુધારો દર્શાવે છે.
શેરબજારમાં સુસ્તી રહી
અમેરિકન સ્ટોક માર્કેટની મજબૂતી છતાં એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ રહ્યું હતું. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ મિશ્ર રહ્યા હતા. આથી ભારતીય શેરબજાર ઊંચા મથાળે ખૂલ્યા પછી દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. અને શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. જો કે આજની ટ્રેડિંગ સેશનમાં સાવ સુસ્તી જોવા મળી હતી.
મેટલ અને મીડિયા સ્ટોકમાં નવી લેવાલી
નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી. જેથી નવી લેવાલીનો અભાવ હતો અને મોટાભાગે ઉભી પોઝિશન સરખી કરવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા. જેથી આજે લેવાલી અને વેચવાલી એમ બે તરફી કામકાજે સાંકડી વધઘટ હતી. તેમ છતાં કેટલાક સેકટરમાં નવી લેવાલી ચાલુ રહી હતી. આજે ખાસ કરીને મેટલ અને મીડિયા સ્ટોકમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. મેટલ શેરમાં સતત પાંચ દિવસથી એકતરફી તેજી થઈ રહી છે.
પ્રી બજેટ રેલીનો પ્રારંભ
આઈટી સેકટરમાં બે દિવસની તેજી પછી આજે ઊંચા મથાળે નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી. તેમજ પ્રી બજેટ રેલીનો પ્રારંભ થયો હોય તેમ રેલવે સાથે જોડાયેલ સ્ટોકમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. તેની સાથે ફર્ટિલાઈઝર શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી.
મીશોમાં 21 ટકાનું ગાબડું
મીશોનો નવો આઈપીઓ આવ્યો હતો. તે આઈપીઓ ખૂબ ભરાયો હતો. તેવી જ રીતે તેનું લિસ્ટિંગ પણ ધમાકેદાર થયું હતું. લિસ્ટિંગ થયા પછી મીશોના શેરમાં ચાર દિવસમાં 65 ટકાનો ઉછાળો આવ્યો હતો. પણ એનાલિસ્ટોના મતે તેના વેલ્યૂએશન અને નફાના માર્જિન મુદ્દે ચિંતા વ્યકત કરી હતી. જેથી 3 સેશનમાં 21 ટકા ઘટ્યો હતો.
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 0.85 સુધર્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 195 પોઈન્ટ પ્લસ હતો. આથી આજે મંગળવારે 1835 શેરના ભાવ વધ્યા હતા અને 1321 શેરના ભાવ ઘટ્યા હતા.
92 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 51 શેર બાવન વીક લો પર બંધ હતા.
84 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 46 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
ટોપ ગેઈનર્સ
કૉલ ઈન્ડિયા(3.73 ટકા), શ્રી રામ ફાયનાન્સ(2.42 ટકા), આઈટીસી(1.53 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(1.30 ટકા) અને ટીએમપીવી(0.96 ટકા)
ટોપ લુઝર્સ
ઈન્ફોસીસ(1.48 ટકા), ભારતી એરટેલ(1.15 ટકા), અદાણી પોર્ટ(1.05 ટકા), સન ફાર્મા(0.93 ટકા) અને ટેક મહિન્દ્રા(0.92 ટકા)
કાલે બજાર કેવું રહેશે
25 ડીસેમ્બરને નાતાલને ગુરુવારના દિવસે શેરબજારમાં સત્તાવાર રજા રહેશે. આ દિવસે વિશ્વના તમામ સ્ટોક માર્કેટ બંધ રહેશે. જો કે શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ થયું છે. સેન્સેક્સ 85,500, નિફ્ટી 26,100 અને બેંક નિફ્ટી 59,200 ઉપર બંધ છે, જે મજબૂતી દર્શાવે છે. આથી દરેક ઘટાડે નવી લેવાલી ચાલુ રહેશે અને તેજીની આગેકૂચ જળવાશે. જો કે ટૂંકાગાળા માટે નાતાલની રજા આવતી હોવાથી ટ્રેડિંગ વોલ્યૂમ ઓછા રહશે. નવી લેવાલી કે નવી વેચવાલીમાં સાવચેતી જોવા મળી શકે છે.