ગાંધીનગર- Gujarat Energy Policy 2025 ગાંધીનગરમાં આજે ગુરુવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યપ્રધાનના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025નું લોન્ચીંગ કરાયું હતું.(Integrated Renewable Energy Policy 2025 launched by Gujarat CM Bhupendra Patel)
ઉર્જા વિભાગ દ્વારા તૈયાર
મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ અને ઊર્જાપ્રધાન ઋષિકેશ પટેલ તથા રાજ્ય કક્ષાના પ્રધાન કૌશિક વેકરીયાના નેતૃત્વમાં, ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા અને સ્વચ્છ તથા ટકાઉ ઊર્જા પ્રણાલીઓ તરફ ઝડપી પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 ઉર્જા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
વૈશ્વિક સ્તરે સ્પર્ધા
ભારતના પંચામૃત સંકલ્પો, Nationally Determined Contributions (NDCs) તથા વિકસિત ગુજરાત @ 2047ની દૃષ્ટિ સાથે સુસંગત આ પોલિસી, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ, નવીનતા અને ગ્રીડ સ્થિરતાને પ્રોત્સાહન આપીને ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્લીન એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
2030 સુધીમાં વધુ ક્ષમતા
રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વની પરંપરાને આગળ વધારતાં અને વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખી, ભારતના વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ઇંધણ આધારિત ઊર્જા ક્ષમતાના લક્ષ્યાંકમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 જાહેર કરવામાં આવી રહી છે.
રોજગારી સર્જન
આ પોલિસી સરળ અને એકીકૃત ફ્રેમવર્ક દ્વારા Ease of Doing Business ને સુગમ બનાવવાનો, નવીન અને ઇમર્જિંગ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાનો, ગ્રીડની સ્થિરતા વધારવાનો, ગ્રીન ઉર્જા ક્ષેત્રે રોજગારી સર્જવાનો અને ઊર્જા સુરક્ષા, વાજબી દરો તથા ટકાઉ આર્થિક વિકાસ સુનિશ્ચિત કરતાં ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રિન્યુએબલ એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.
BESS પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન
આ Gujarat Energy Policy 2025 નો મુખ્ય આધારસ્તંભ મોટા પાયે રિન્યુએબલ એનર્જી એકીકરણ અને ગ્રીડ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) ને પ્રોત્સાહન અને એકીકરણ છે. સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ પ્રોજેક્ટ્સ સાથે ગ્રીડ-કનેક્ટેડ તથા કો-લોકેટેડ BESS પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
BESS ઉપયોગનું આયોજન
ટ્રાન્સમિશન સપોર્ટ, ગ્રીડ સહાયક સેવાઓ, ડિસ્ટ્રિબ્યુશન યુટિલિટીઝ અને અંતિમ ઉપભોક્તાઓ માટે BESS નો ઉપયોગનું આયોજન વિચારવામાં આવ્યુ છે. BESS સ્થાપન માટેના વ્યૂહાત્મક સ્થળો સ્ટેટ નોડલ એજન્સી (GEDA) દ્વારા GETCO, SLDC અને DISCOMs સાથે સંકલન કરીને નક્કી કરવામાં આવશે.
કમિશનિંગ માટે વધારાનો સમય મંજૂર
RE પોલિસી 2025 હેઠળ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે, મુખ્યત્વે કેપ્ટિવ અને થર્ડ પાર્ટી વેચાણના પ્રોજેક્ટ્સ માટે, કમિશનિંગ સમયમર્યાદામાં સુઘારાઓ માટે અનુકુળતા આપવામાં આવી છે. ઇવેક્યુએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની કમિશનિંગ સમયમર્યાદાઓ પ્રોજેક્ટ ક્ષમતાની જગ્યાએ વોલ્ટેજ લેવલના આધારે સુસંગત બનાવવામાં આવી છે. પ્રોજેક્ટ તથા ઇવેક્યુએશન લાઇનના કમિશનિંગ માટે વધારાનો સમય મંજૂર કરવામાં આવ્યો છે, જેના કારણે પ્રોજેક્ટ અમલીકરણ વધુ સુગમ થશે.
રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટની મંજૂરી
Gujarat Energy Policy 2025 વિન્ડ રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટ માટે નેશનલ રીપાવરિંગ પોલિસી સાથે સુસંગત રીતે સહાયક ફ્રેમવર્ક સ્થાપિત કરે છે. હાલના વિન્ડ ટર્બાઇન જનરેટર્સને ફરજિયાતપણે ડિસમૅન્ટલ કર્યા વિના રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટની મંજૂરી આપવામાં આવી છે, તેમજ તેના માટે સમયમર્યાદા 24 મહિના સુધી લંબાવવામાં આવી છે.
માઇક્રો-સાયટિંગ નિયમોમાં રાહત
સહાયક પગલાંમાં રીપાવરિંગ સમયગાળા દરમિયાન હાલના PPAની અવધિમાં વિસ્તરણ, ટ્રાન્ઝિશન દરમિયાન વણવપરાયેલ ટ્રાન્સમિશન ક્ષમતા પર ટ્રાન્સમિશન ચાર્જીસમાં છૂટ, રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટી ક્ષમતા વધારા માટે પ્રાથમિકતા અને માઇક્રો-સાયટિંગ નિયમોમાં રાહત સામેલ છે.
અક્ષય-ઉર્જા-સેતુ પોર્ટલ
Gujarat Energy Policy 2025 ઑન-ડિમાન્ડ રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીની સુવિધા અક્ષય-ઉર્જા-સેતુ પોર્ટલ મારફતે સક્ષમ બનાવે છે તથા રિન્યુએબલ ઉર્જાની સમૃદ્ધતા ધરાવતા વિસ્તારોમાં નવા ટ્રાન્સમિશન યોજનાઓના વિકાસને ટેકો આપે છે. અગાઉની રિન્યુએબલ એનર્જી પોલિસીઓ હેઠળના પ્રોજેક્ટ્સ માટે માલિકી હસ્તાંતરણની મંજૂરી અને અગાઉની પોલીસી હેઠળ પૂર્વમંજૂર પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટેના સમયગાળાનું વિસ્તરણ જેવી જોગવાઈઓ દ્વારા સદર પોલિસી થકી સાતત્ય સુનિશ્ચિત કરવામાં આવેલ છે.
Top Trending News
Post Office Savings Scheme: દર મહિને રોકાણ કરીને 25 લાખથી વધુ મોટુ ફંડ જમા કરી શકો છો
સ્વચ્છ ઊર્જા પોર્ટફોલિયો
મહત્વપૂર્ણ રીતે, Gujarat Energy Policy 2025 ઉભરી રહેલ નવીનતમ રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીઓને સક્રિય પ્રોત્સાહન થકી ગુજરાતના સ્વચ્છ ઊર્જા પોર્ટફોલિયોને વૈવિધ્ય પૂર્ણ બનાવવા માટે અને ઇનોવેશનને વેગ મળે તે માટે પ્રોત્સાહન આપે છે. જેમાં ઓશન એનર્જી, જિયોથર્મલ એનર્જી, કન્સન્ટ્રેટેડ સોલાર થર્મલ (CST), બિલ્ડિંગ-ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક (BIPV) સિસ્ટમ્સ, રેલ તથા રોડ-ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક (RIPV) એપ્લિકેશન્સ, એગ્રીવોલ્ટેઇક્સ અને વર્ટિકલ-ઍક્સિસ વિન્ડ ટર્બાઇન્સનો સમાવેશ થાય છે, જેને પાયલોટ પ્રોજેક્ટ્સ દ્વારા આધાર આપવામાં આવશે.
ઇન્વેસ્ટર ફ્રેન્ડલી
આ ઉપરાંત, પોલિસી રૂફટોપ તથા ડિસ્ટ્રિબ્યુટેડ રિન્યુએબલ એનર્જીને મજબૂત બનાવે છે, ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપે છે અને ગ્રીન ઉર્જા ક્ષેત્રે રોજગારી તથા સ્કિલ ડેવલપમેન્ટની પહેલોને એકીકૃત કરે છે. જે સંયોજિત રીતે ગુજરાતને એક સ્થિર, ઇન્વેસ્ટર ફ્રેન્ડલી અને ભવિષ્ય માટે તૈયાર રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ તરફના પરિવર્તનને વધુ મજબૂત બનાવશે.