અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટ રહી હતી. બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીથી માર્કેટમાં રીકવરી આવી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 20 પોઈન્ટ ઘટી 84,675 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 3 પોઈન્ટ ઘટી 25,938 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 238 પોઈન્ટ વધી 59,171 બંધ થયો હતો. રીકવરી પાછળ કયા પોઝિટિવ કારણો? જીઓ પોલિટિકલ ટેન્શનથી શેરબજારમાં(Share Market India) ચિંતા હતી. ટેકનિકલી માર્કેટ કેવું છે? શેરબજારમાં 2025ના વર્ષનો અંતિમ દિવસ કેવો રહેશે? 2026નું આઉટલૂક કેવું રહેશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 20 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 84,600ના મથાળે ખૂલ્યો હતો. શરૂમાં વધુ ઘટી 84,470 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 84,806 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,675.08 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 20.46નો ઘટાડો દર્શાવે છે. જો કે ઘટ્યા મથાળેથી સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.
નિફ્ટી માત્ર 3 પોઈન્ટ માઈનસ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,940 ખૂલીને શરૂમાં ઘટીને 25,870 થઈ અને ત્યાંથી લેવાલીનો ટેકો આવતાં ઝડપી રીકવરી આવી 25,976 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,938.85 બંધ થયો હતો. જે 3.25નો ઘટાડો દર્શાવે છે. જો કે નિફ્ટીમાં ઘટ્યા મથાળેથી 68 પોઈન્ટની રીકવરી જોવાઈ હતી.
જીઓ પોલિટિકલ ટેન્શન
(1) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. અને ઈરાન ફરીથી પરમાણુ ક્ષમતાનો વિકાસ કરી રહ્યું છે, જો આમ થશે તો હૂમલા થવાની સંભાવના છે. ઈરાન બેલેસ્ટિક મિસાઈલનું ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આમ ઈઝરાયલ ગમે ત્યારે ઈરાન પર હૂમલો કરી શકે છે.
(2) ટ્રમ્પે હમાસને ચેતવણી આપી છે કે, હમાસ પાસે હથિયાર નીચે મુકવા માટે ખૂબ જ ઓછો સમય છે. હથિયાર નીચે નહી મુકે તો તેમને માઠા પરિણામ ભોગવવા પડશે.
(3) રશિયાના પ્રેસિડેન્ટ પુતિનના ઘર પર યુક્રેન દ્વારા ડ્રોનથી હૂમલો કરાયો છે. જેથી હવે રશિયા યુક્રેન પર મોટો હૂમલો કરી શકે છે.
(4) ટ્રમ્પ ફેડરલ રીઝર્વના ચેરમેને જેરોમ પોવેલની પાછળ પડી ગયા છે. ટ્રમ્પે કહ્યુ છે કે, યોગ્ય સમયે ફેડના નવા ચેરમેનનું નામ જાહેર કરાશે. પોવેલે રાજીનામું આપી દેવું જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે હલચલ મચી ગઈ હતી.
રીકવરી આવવાના કારણો
(1) રીઝર્વે બેંક ઓફ ઈન્ડિયાનો 2024-25નો એક રીપોર્ટ જાહેર થયો છે. તેમાં જણાવ્યું છે કે ભારતની બેંકિંગ સીસ્ટમ મજબૂત રહી છે. 2025ના વર્ષની બેલેન્સશીટમાં સુધારો આવ્યો છે. બેંકોની ક્રેડિટ અને ડીપોઝિટનો ડબલ ડિજિટમાં ગ્રોથ નોંધાયો છે. આ રીપોર્ટ આવ્યા પછી બેંક શેરોમાં જોરદાર લેવાલી નીકળી હતી, અને જે(Stock Market India) શેરમાર્કેટ લો લેવલથી રીકવરીનું મોટુ કારણ બન્યું હતું.
(2) ડૉલર સામે રૂપિયો 22 પૈસા સુધરી 89.76 રહ્યો હતો.
(3) ડીસેમ્બર આખરના કવાર્ટર થ્રીના કંપનીઓના પરિણામ કવાર્ટ ટુ કરતાં વધુ પ્રોત્સાહક આવશે, જે આશાવાદ પાછળ(Stock Market India) બ્લૂચિપ સ્ટોકમાં લો લવલ પર નવી લેવાલી આવી હતી.
(4) 2026નું આઉટલૂક વધુ તેજીનું આવ્યું છે. મોટાભાગના ફંડ હાઉસોએ 2026માં નિફ્ટી એવરેજ 29,000થી માંડીને 30,000 સુધી થવાના ટાર્ગેટ મુક્યા છે.
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ
આજે મંગળવારે મીડકેપ ઈન્ડેક્સ 87 પોઈન્ટ ઘટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 100 પોઈન્ટ માઈનસ બંધ હતો. આમ એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1410 શેરના ભાવ વધ્યા હતા અને 1723 સ્ટોકના ભાવ ઘટ્યા હતા.
49 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 143 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
72 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 58 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
ટોપ ગેઈનર્સ
બજાજ ઓટો(2.32 ટકા), હિન્દાલકો(2.12 ટકા), શ્રી રામ ફાયનાન્સ(1.99 ટકા), તાતા સ્ટીલ(1.96 ટકા) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(1.89 ટકા)
ટોપ લુઝર્સ
ઈટરનલ(2.21 ટકા), આઈસર મોટર(1.92 ટકા), તાતા કન્ઝ્યુમર(1.79 ટકા), મેક્સ હેલ્થકેર(1.64 ટકા) અને ઈન્ડિગો(1.52 ટકા)
2025ના વર્ષનો અંતિમ દિવસ?
31 ડિસેમ્બર, 2025ના રોજ(Stock Market India) શેરબજારમાં સુધારો આવી શકે છે. પાંચ દિવસના ઘટાડા પછી ટેકનિકલી પણ પ્રત્યાઘાતી સુધારો આવવો ડ્યૂ થયો છે. બીજી તરફ સેન્સેક્સમાં 84,500 અને નિફ્ટીમાં 25,800ના સપોર્ટ લેવલ તૂટ્યા નથી. અને આ મથાળે બજારે ટેકો મેળવ્યો છે. આજે વેલ્યૂબાઈંગ આવ્યું છે. જેથી કાલે 2025ના વર્ષના ટ્રેડિંગના અંતિમ દિવસને તેજી સાથે વિદાય અપાય તેવી શકયતા વધારે છે.