નવી દિલ્હી- લોકપાલે પૂર્વ સેબી ચીફ માધબી પુરી બુચને (Former SEBI chief Madhabi Puri Buch) ભ્રષ્ટાચારના આરોપોમાંથી ક્લિનચીટ આપી દીધી છે. (Madhabi Puri Buch gets clean chit) તપાસ રીપોર્ટમાં કહેવાયું છે કે સેબીના પૂર્વ પ્રમુખ પર આરોપ અપ્રમાણિત અને પાયાવિહોણો છે. લોકપાલે કહ્યું છે કે રજૂ કરાયેલા કાયદાના સિદ્ધાંતોના આધાર પર ફરિયાદ યોગ્યતા વગરની હતી અને કોઈ અપરાધ કે તપાસ માટે યોગ્ય ન હતી.
સેબીના પૂર્વ પ્રમુખ પર હિંડનબર્ગે (Hindenburg) કેટલાય ગંભીર આરોપ લગાવ્યા હતા. જેમાં માધબી પુરી બુચ અને અદાણી ગ્રૂપ વચ્ચે કનેક્શન દર્શાવ્યું હતું. હવે લોકપાલે પોતાના તપાસ રીપોર્ટમાં ક્લિનચીટ આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે માધબી પુરી બુચે 2017માં સેબીમાં જોડાયા હતા. અને માર્ચ 2022માં તેમને પ્રમુખ બનાવ્યા હતા. જો કે હવે તેઓ આ પદ પરથી નિવૃત્ત થઈ ગયા છે. અને તેમના સ્થાન પર તુહિન કાંત પાંડે સેબીના પ્રમુખ બન્યા છે.
સેબી પ્રમુખ તરીકે માધબી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી, 2025 સુધીનો રહ્યો હતો. તે દરમિયાન તેમણે આઈપીઓથી લઈને સ્ટોક અને એફ એન્ડ ઓ માટે કેટલાય નવા નિયમો લાગુ કર્યા હતા. તેની વચ્ચે અદાણી ગ્રૂપ પર અમેરિકી શોર્ટ સેલર કંપની હિંડનબર્ગનો રીપોર્ટ આવ્યો હતો. જે પછી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવ તૂટ્યા હતા. તેના કેટલાક સમય પછી હિંડનબર્ગે (Hindenburg made serious allegations in report) માધબી પુરી બુચ પર એક વધુ રીપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં તેમના પર ભ્રષ્ટાચાર અને અદાણી ગ્રૂપ સાથેના કનેક્શનના આરોપ લગાવ્યા હતા.
Top Video News
https://www.gujaratibiznews.com/video-news/sensex-and-nifty-fell-sebi-chairmans-big-statement/
10 ઓગસ્ટ, 2024ના રોજ હિંડનબર્ગે તેના રીપોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રૂપના વિદેશી ફંડમાં સેબી ચીફ માધબી પુરી બુચ અને તેમના પતિની ભાગીદારી છે. રીપોર્ટમાં અદાણી ગ્રૂપ અને સેબી વચ્ચે મિલીભગતનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે તે જ વખતે માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે આ આરોપોને નકારી કાઢ્યા હતા.