Stock Market India: શેરબજારમાં ત્રીજા દિવસે નરમાઈ, ઘટાડે નવી લેવાલી આવી

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે ત્રીજા દિવસે નરમાઈ રહી હતી. જો કે આજે ઘટ્યા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી રીકવર થયા હતા. આજે બુધવારે બીએસઈ સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટી 84,961 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 37 પોઈન્ટ ઘટી 26,140 બંધ થયો હતો. બેંક નિફ્ટી 127 પોઈન્ટ ઘટી 59,990 બંધ થયો હતો. સેન્સેક્સમાં ઘટ્યા મથાળેથી 350 પોઈન્ટની રીકવરી જોવા મળી હતી.

સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આજે 84,620ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સડસડાટ વધુ ઘટી 84,617 થયો હતો, અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી સુધરીને 85,075 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,961.14 બંધ થયો હતો. જે 102.20નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 37 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26,143ના નીચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 26,067 થઈ અને ત્યાંથી ઝડપી વધી 26,187 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,140.75 બંધ થયો હતો. જે 37.95નો ઘટાડો દર્શાવે છે.

નવી લેવાલી આવી

સંળગ ત્રીજા દિવસે ઘટાડો આવ્યો હતો. જો કે આજે નીચા મથાળે નવી લેવાલી આવી હતી. જેને પરિણામે(Stock Market India) શેરબજારમાં ઘટ્યા મથાળેથી સારી એની રીકવરી જોવા મળી હતી. સેન્સેક્સમાં 350 પોઈન્ટ અને નિફ્ટીમાં 80 પોઈન્ટની રીકવરી જોવાઈ હતી. આજે આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ડીફેન્સ,હેલ્થકેર અને ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી, જ્યારે ઓટોમોબાઈલ, ઓઈલ એન્ડ ગેસ, રીયલ્ટી, ફાઈનાન્સિયલ સર્વિસીઝ, કોમોડિટીઝ, પીએસયુ બેંક અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.

મીડકેપ અને સ્મોલકેપ પ્લસ

આજે બુધવારે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટ લેવાલીની ડીમાન્ડ હતી. જેથી મીડકેપ ઈન્ડેક્સ 276 પોઈન્ટ વધ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 63 પોઈન્ટ પ્લસ બંધ હતો.

Stock Market Indiaશેરબજારમાં ઘટયા મથાળેથી રીકવરી આવવાના કારણો

(1) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 29 પૈસા વધી 89.88 પર ટ્રેડ કરતો હતો. જેથી(Stock Market India) માર્કેટનું સેન્ટિમેન્ટ સુધારા તરફી રહ્યું હતું.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટ્યા હતા. આજે બ્રેન્ટ ઘટી 60.17 ડૉલર અને ક્રૂડ ઓઈલ 56.40 ડૉલર પર રહ્યો હતો. જે ભારતીય ઈકોનોમી માટે પોઝિટિવ ફેેકટર રહ્યું હતું.

(3) બપોરે ડાઉજોન્સ ફ્યુચર 99 પોઈન્ટ પ્લસ હતું. અમેરિકન સ્ટોક માર્કેટ સતત ત્રણ દિવસથી તેજીમાં છે. ડાઉ જોન્સ દરરોજ નવી હાઈ બનાવી રહ્યો છે. ગઈકાલે ડાઉએ 49,509ની નવી હાઈ બનાવી હતી.

Top Trending News

Hindu Study: વિશ્વ ઉમિયાધામમાં UKની ઑક્સફોર્ડ યુનિવર્સિટીનું હિન્દુ સ્ટડીઝ સેન્ટર શરુ થશે

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ

આજે(Stock Market India) એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1578 શેરના ભાવ વધ્યા હતા અને 1551 શેરના ભાવ ઘટ્યા હતા.

96 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 103 શેર બાવન વીક લો પર બંધ હતા.

70 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી તો 55 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સ

ટાઈટન(3.94 ટકા), એચસીએલ ટેકનોલોજી(2.36 ટકા), વિપ્રો(11.79 ટકા), ટેક મહિન્દ્રા(1.76 ટકા) અને જિઓ ફાઈનાન્સ(1.73 ટકા)

ટોપ લુઝર્સ

સિપ્લા(4.28 ટકા), મારૂતિ(2.86 ટકા), પાવરગ્રીડ(1.60 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(1.60 ટકા) અને મેક્સ હેલ્થકેર(4.59 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં ત્રણ દિવસના ઘટાડા પછી આવતીકાલે ગુરુવારે પ્રત્યાઘાતી સુધારો આવશે. ટેકનિકલી માર્કેટ ખૂબ જ સ્ટ્રોંગ છે. નિફ્ટી 26,100 ઉપર બંધ છે. જે બજારની મજબૂતી દર્શાવે છે. અને આમ જોવા જઈએ તો નિફ્ટી સંળગ છ દિવસથી નિફ્ટી 26,100 ઉપર જ બંધ રહ્યો છે. 26,100 ઉપર 26,400 અને 26,550 થવાની શક્યતા છે.

You will also like

Leave a Comment