અમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટે નરમાઈ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 244 પોઈન્ટ ઘટી 83,382 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 66 પોઈન્ટ ઘટી 25,665 બંધ થયો હતો. જોકે બેંક નિફ્ટી(Nifty Bank) 1 પોઈન્ટ વધી 59,580 બંધ હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી આવી હતી. શેરબજાર(Share Market India) ઘટવાના ચાર કારણો હતા. આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? કયા બે મોટા સમાચાર આવવાના છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 244 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,358ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલીથી ઉછળી 83,809 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં તૂટી 83,185 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,382.71 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 244.98નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 66 પોઈન્ટ ગબડ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,648ની નીચા લેવલે ખૂલીને શરૂમાં ઉછળી 25,791 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી તૂટી 25,603 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,665.60 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 66.70નું ગાબડુ દર્શાવે છે.
મેટલ અને પીએસયુ બેંકના શેરોમાં જોરદાર લેવાલી
આજે બે તરફી વધઘટે વચ્ચે(Stock Market India) પણ મેટલ અને પીએસયુ બેંકના શેરોમાં જોરદાર લેવાલીથી મજબૂતી રહી હતી. મેટલ ઈન્ડેક્સ 2.50 ટકાથી વધુ વધ્યો હતો. તેમજ પીએસયુ બેંક ઈન્ડેક્સ 2 ટકા વધીને રેકોર્ડ હાઈ પર હતો. બેંક નિફ્ટી ઘટ્યા મથાળેથી 250 પોઈન્ટની રીકવરી જોવા મળી હતી. મીડકેપ ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી 400 પોઈન્ટ બાઉન્સબેક થયો હતો. આજે આઈટી, રીયલ્ટી અને ઓટો સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા.
15 જાન્યુઆરીએ શેરબજારમાં રજા
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી હોવાથી કાલે 15 જાન્યુઆરી, 2026ને ગુરુવારે(Stock Market India) બીએસઈ અને એનએસઈ સત્તાવાર બંધ રહેશે.
શેરબજારમાં વેચવાલી આવવાના કારણો
(1) અમેરિકાને ઈરાન અને ગ્રીનલેન્ડ વચ્ચે ભારે તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. ઈરાનમાં વિરોધ પ્રદર્શન વધ્યા છે અને ટ્રમ્પ ઈરાનવાસીઓને મદદ કરવાનું વચન આપ્યું છે. આથી ટ્રમ્પ ગમે ત્યારે ઈરાન પર હવાઈ હૂમલો કરે તેની શક્યતા છે. તેમજ અમેરિકાની સેનેટમાં ગ્રીનલેન્ડને 21મું રાજ્ય બનાવવા માટે પ્રસ્તાવ મુકાયો છે. આમ જીઓ પોલિટિકલ ટેન્શન વધતાં(Stock Market India) શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
(2) ઈરાન સાથે ટ્રેડ કરનાર દેશો પર ટ્રમ્પે વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે. જેમાં ચીન અને ભારત આવી જાય છે. આથી ભારત પર ટેરિફ વધીને 75 ટકા થશે. આમ ટેરિફ વોરમાં ભારતને નુકસાન થઈ રહ્યું છે.
(3) યુએસમાં અનુમાન મુજબ મોંઘવારી દર ઘટીને આવ્યો છે, જેથી હવે ફેડ રેટમાં ઘટાડો થવાની ધારણા મજબૂત બની છે
(4) આઈટી સેગ્મેન્ટમાં ટીસીએસ અને એચસીએલ ટેકનોલોજીના કવાર્ટર થ્રીના પરિણામ નબળા આવ્યા છે. ટીસીએસનો નફો 14 ટકા ઘટીને આવ્યો છે. એચસીએલ ટેકનોલોજીનો નફો 11 ટકા ઘટીને આવ્યો છે. જેથી આઈટી સેકટરના પરિણામથી શેરબજાર નિરાશ થયું છે.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1573 શેરના ભાવ વધ્યા હતા અને 1570 શેરના ભાવ ઘટ્યા હતા.
73 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 189 શેર બાવન વીક લો પર બંધ હતા.
70 શેરોમાં અપર સર્કિટ અને 61 શેરોમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
Top Trending News
VGRC 2026: રાજકોટમાં 5.78 લાખ કરોડના MoU! સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન
સૌથી વધુ ઊંચકાયેલા શેરો
તાતા સ્ટીલ(3.71 ટકા), એનટીપીસી(3.28 ટકા), એક્સિસ બેેંક(2.93 ટકા), હિન્દાલકો(2.09 ટકા) અને ઓએનજીસી(1.72 ટકા)
સૌથી વધુ ગગડેલા શેરો
એશિયન પેઈન્ટ(2.40 ટકા), ટીસીએસ(2.15 ટકા), તાતા કન્ઝ્યુમર(1.72 ટકા), મારૂતિ(1.69 ટકા) અને હિન્દુસ્તાન યુનીલીવર(1.65 ટકા)
આગામી દિવસોમાં બજાર કેવું રહેશે?
Stock Market India ટેકનિકલી વીક છે. તેમ છતાં સેન્સેક્સ 83,100 અને નિફ્ટીમાં 25,500 અતિમહત્ત્વના સપોર્ટ લેવલ આવે છે. ત્યાં બજાર ટેકો મેળવે તેવી શક્યતા છે. બીજી તરફ 14 જાન્યુઆરીને ઉત્તરાયણએ ટર્નિંગનો દિવસ છે. એટલે કે “ઉત્તરાયણ કેન” પડશે. આજના દિવસના હાઈ-લો ધ્યાનમાં રાખવા. આજે બુધવારે મોડી રાતે ભારતીય સમય પ્રમાણે 8.30 વાગ્યે સુપ્રીમ કોર્ટ ટ્રમ્પ ટેરિફ મુદ્દે ચૂકાદો રજૂ કરશે. તેમજ ભારત અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલના સંદર્ભમાં કોઈ મોટા સમાચાર આવે તેની ધારણા છે. જેથી આ બે સમાચાર આવવાની હોવાથી શેરબજારમાં ખૂબ સાવેચતીભર્યા કામકાજ જોવા મળ્યા હતા.