Stock Market India: શેરબજાર બીજા દિવસે તૂટયું, છ કારણોથી આવી વેચવાલી

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. નિફ્ટી વિક્લી એક્સપાયરીનો દિવસ હતો, જેથી હેવીવેઈટ શેરોમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 376 પોઈન્ટ ઘટી 85,063 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 71 પોઈન્ટ ઘટી 26,178 બંધ રહ્યો હતો. જો કે બેંક નિફ્ટી(Nifty Bank) 74 પોઈન્ટ વધી 60,118 બંધ હતો. બીજા દિવસે ઘટાડો આવવાના છ કારણ હતા. હવે શેરબજારમાં(Share Market India) શું થશે? શેરબજારમાં ઘટાડો અટકશે? નીચા મથાળે નવી લેવાલી આવશે? ટેકનિકલી માર્કેટ કેટલું સ્ટ્રોંગ?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 376 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,331ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો, શરૂમાં સામાન્ય લેવાલીથી વધી 85,397 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં તૂટી 84,900 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,063.34 બંધ થયો હતો. જે 376.28નું ગાબડુ દર્શાવે છે.

નિફ્ટી 71 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 26,189ના નીચા મથાળે ખૂલ્યો હતો, શરૂમાં વધી 26,273 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી આવતાં ઝડપથી તૂટી 26,124 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,178.70 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 71.60નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી વીકલી એક્સપાયરી

શેરબજારમાં હેવીવેઈટ શેરોમાં ભારે વેચવાલી આવી હતી.(Stock Market India) ખાસ કરીને રિલાયન્સ, ટ્રેન્ડ, તાતા મોટર પેસેન્જર વ્હીકલ તૂટ્યા હતા. તેમજ આજે ઓઈલ, ગેસ, પીએસઈ અને એનર્જિ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી. જ્યારે આઈટી સેકટરમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જો કે આજે નિફ્ટી વીકલી એક્સપાયરી હતી, જેથી મોટાભાગે ઉભી પોઝિશન સરખી કરવારૂપી કામકાજ વધારે હતા.

શેરબજાર તૂટવા પાછળ છ કારણ

(1) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપી છે અને કહ્યું છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરે, જો આમ નહી કરે તો અમે ભારત પર ટેરિફ વધારે નાંખીશું. ટ્રેડ ડીલની વાત તો બાજુ પર રહી, અને હજુ વધુ ટેરિફ નાંખવાના સમાચાર આવ્યા હતા. જેથી(Stock Market India) શેરબજારમાં વેચવાલી આવી હતી.

(2) ગ્લોબલી જીઓ પોલિટિકલ ટેન્શન વધ્યું છે. અમેરિકાએ વેનેઝુએલા પર સ્ટ્રાઈક કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરા અને તેમની પત્નીની ઘરપકડ કરી છે, જેથી વિશ્વમાં રાજનિતી ક્ષેત્રે અસ્થિરતા વધી છે. જે કારણે(Stock Market India) શેરબજારમાં સાવેચતી સાથે વેચવાલી હતી.

(3) હેવીવેઈટ શેરોમાં જોરદાર વેચવાલીથી ગાબડા પડ્યા હતા. જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઝડપથી તૂટ્યા હતા.

(4) એફઆઈઆઈ નેટ સેલર રહી હતી. 5 જાન્યુઆરી, 2026ના રોજ એફઆઈઆઈએ કુલ રૂપિયા 36 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ એફઆઈઆઈની વેચવાલીથી સેન્ટિમેન્ટ ખરડાયેલું હતું.

(5) ડીસેમ્બર મહિનાનો સર્વિસીઝ સેકટરનો પીએમઆઈ ઘટીને 11 મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. સર્વિસીઝ સેકટરનો પીએમઆઈ 59.8થી ઘટી 58 રહ્યો હતો.

(6) ઈન્ડિયા વીઆઈએક્સ ઈન્ડેક્સ આજે મંગળવારે 2 ટકા વધુ વધ્યો હતો. આમ છેલ્લા ત્રણ દિવસથી ઈન્ડિયા વોલેટિલીટી ઈન્ડેક્સ 10 ટકા વધ્યો છે. જે આગામી દિવસોમાં ભારે વધઘટનો સંકેત આપે છે. જેથી(Stock Market India) શેરબજારમાં સાવચેતીરૂપે વેચવાલી આવી હતી.

જીએમ બ્રુવરીઝના Q3 પરિણામ જાહેર

જીએમ બ્રુવરીઝના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થયા હતા. ચોખ્ખો નફો 22 કરોડથી વધી 42 કરોડ આવ્યો હતો અને રેવન્યૂ 166 કરોડથી વધી 202 કરોડ નોંધાઈ હતી.

Top Trending News

IPO News: નવા વર્ષ 2026નો પ્રથમ 1071 કરોડનો આઈપીઓ 9 જાન્યુઆરીએ ખૂલશે

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 117 પોઈન્ટ ઘટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 201 પોઈન્ટ ઘટ્યો હતો. આજે 1239 શેરના ભાવ વધ્યા હતા અને 1894 શેરના ભાવ ઘટ્યા હતા.

106 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 100 શેર બાવન વીક લો પર બંધ હતા.

62 શેરમાં અપર સર્કિટ અને 68 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

એપોલો હોસ્પિટલ(3.50 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(2.80 ટકા), તાતા કન્ઝ્યુમર(2.78 ટકા), એચડીએફસી લાઈફ(2.21 ટકા) અને સન ફાર્મા(1.80 ટકા)

ટોપ લુઝર્સ

ટ્રેન્ટ(8.46 ટકા), રીલાયન્સ(4.39 ટકા), કોટક બેંક(2.22 ટકા), ઈન્ડિગો(1.96 ટકા) અને આઈટીસી(1.84 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં(Stock Market India) સતત બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. જો કે ટેકનિકલી જોઈએ તો બજાર હજી સ્ટ્રોંગ છે. સેન્સેક્સ 85,000, નિફ્ટી 26,100 અને બેંક નિફ્ટી 60,000 ઉપર જ બંધ છે, જેથી આગામી દિવસોમાં દરેક ઘટાડે નવી લેવાલી આવશે. બે દિવસના ઘટાડા પછી સુધારો આવે તેવી શક્યતા છે. બુધવારે નહી તો ગુરુવારે બજારમાં સારો એવો સુધારો જોવા મળશે.

You will also like

Leave a Comment