નવી દિલ્હી- Trump’s threat to India અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે(US President Donald Trump) ભારતના સંદર્ભમાં ફરીથી પલટી મારી છે. વીતેલા દિવસો સુધી ભારત યુએસ ટ્રેડ ડીલ(US India Tread Deal) ઝડપથી પુરી થશે તેવા દાવા કરનાર ટ્રમ્પે ફરી એક વાર ભારત પર ટેરિફ(US Tariff on India) વધારવાની ધમકી આપી દીધી છે.(Trump threatens to increase tariffs on India)
ટ્રમ્પે જાહેરસભામાં કહ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું છે કે જો નવી દિલ્હી રશિયા તેલના મુદ્દા પર મદદ નહી કરે તો દેશ ભારતીય આયાત પર હાલનો ટેરિફ વધારી શકે છે.Trump Tariff on India) ડોનાલ્ડ ટ્રમ્પે એક જાહેરસભામાં સંબોધન દરમિયાન(Trump’s threat to India) આ વાત કહી હતી.
મોદી ખૂબ સારા માણસ છે
ભારત દ્વારા રશિયાથી તેલ આયાત(Oil Imports) પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ખરેખર મને ખુશ કરવા ઈચ્છે છે. પીએમ મોદી ખૂબ સારા માણસ છે. તેઓ સારા ઈન્સાન છે. તેમને ખબર છે કે હું ખુશ નથી. મને ખુશ કરવો જરૂરી હતો.(Trump’s threat to India) અમે તેમના પર ખૂબ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ.
રશિયા દ્વારા તેલ આયાતનો મુદ્દો
ટ્રમ્પ ભારતના રશિયા સાથે તેલ વેપારની વાત કરી રહ્યા હતા. જેનો તેમની સરકાર લાંબા સમયથી વિરોધ કરી રહી છે. ઓગસ્ટ 2025માં ભારત પર ટેરિફ બમણો કરીને 50 ટકા કરવા પાછળ રશિયા સાથે ઓઈલ ટ્રેડને એક કારણ ગણાવ્યું હતું.(Trump’s threat to India) રશિયાથી તેલ આયાત કરવા બદલ ભારત પર વધારાનો 25 ટકા સ્પેશિયલ ટેરિફ લાદ્યો હતો, જે દંડના સ્વરૂપમાં હતો.
Top Trending News
Gold Silver Market: સોના ચાંદીમાં કડાકો, આગામી સપ્તાહે ભાવ વધુ ઘટશે?
ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યા
આ નિવેદનોથી રશિયા સાથે ભારતના એનર્જિ સંબધોને લઈને ફરીથી તંગદિલી વધી છે. અને આ વાત ટ્રમ્પના એવા દાવા પછીના કેટલાક મહિના પછી ફરીથી સામે આવી છે. જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વિશ્વાસ આપ્યો હતો કે ભારત રશિયામાંથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. નવી દિલ્હીએ પહેલા જ આ દાવાને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ટ્રમ્પ અને મોદીની વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી.
ભારત અબજો કમાય છે
રશિયા ભારતને તેલ સપ્લાય કરનારો સૌથી મોટો દેશ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના કેટલાય અધિકારીઓએ પહેલા આરોપ લગાવ્યો હતો કે રશિયા આ તેલ વેપારથી થનારી કમાણીનો ઉપયોગ યુક્રેનમાં યુદ્ધને વધારવા માટે કરી રહ્યા છે અને ભારત આ તેલની ફરીથી વેચીને નફો કમાઈ રહ્યું છે અને અબજો રૂપિયા કમાય છે.(Trump’s threat to India) ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદવાની ધમકીને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર દબાણ લાવવા માટેની એક ચાલના રૂપમાં જોવાઈ રહ્યું છે.