Somnath Temple: ગઝનવીના આક્રમણના 1000 વર્ષ, સોમનાથ સ્વાભિમાન પર્વે PM મોદી આવશે

by Investing A2Z
Somnath Temple

ગાંધીનગર- Somnath Temple સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં(First Jyotirlinga Somnath Temple) આગામી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવશે.  આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે. ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે બુધવારે જણાવ્યું હતું.(1000 years of Ghaznavi’s invasion, PM Modi will come to Somnath Swabhiman Parve)

“સોમનાથ સ્વાભિમાન પર્વ”નું ભવ્ય આયોજન

આજથી અનેક વર્ષો પહેલાં ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર(Somnath Temple) પર આક્રમણ કર્યું હતું, જેને આજે એક હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.(1000 years of Ghaznavi’s invasion) આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.(75 years of Somnath revival by Sardar Patel) આ ‘ડબલ સંયોગ’ના અવસરે સમગ્ર દેશ સોમનાથના શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના(PM Narendra Modi) માર્ગદર્શન હેઠળ “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Somnath Templeપીએમ મોદી 10 જાન્યુઆરીએ સોમનાથ આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi) આગામી તા. 10 જાન્યુઆરીએ સાંજે 5.30 કલાકે ગુજરાતના સોમનાથ પધારશે. વડાપ્રધાન તા. 11 જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની(Sardar Patel) પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.

3000 ડ્રોનનો ડ્રોન શો યોજાશે

આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3,000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે.(Drone show in Somnath) તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.

Somnath Temple72 કલાકનો અખંડ ઓમકાર જાપ

વધુમાં, સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2,500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ એક હજાર કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સ્પેશિયલ ટ્રેનોની સુવિધા

સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

Top Trending News

Hindu Study: વિશ્વ ઉમિયાધામમાં UKની ઑક્સફોર્ડ યુનિવર્સિટીનું હિન્દુ સ્ટડીઝ સેન્ટર શરુ થશે

હજારો સાધુ સંતો જોડાશે

વડાપ્રધાનના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર’ને પણ સ્વીકૃતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. ગુજરાત સરકારે તમામ નાગરિકોને આ ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

You will also like

Leave a Comment