Stock Market India: શેરબજારમાં ઉછાળા પાછળ બે મોટા કારણ! તેજી ટકશે ખરી?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે સોમવારે બે તરફી મોટી વધઘટ આવી હતી. શરૂમાં ભારે વેચવાલીથી શેરબજાર તૂટયું હતું, પણ નીચા મથાળે નવી લેવાલીથી ઝડપી ઉછાળો આવ્યો હતો. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 301 પોઈન્ટ વધી 83,878 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 106 પોઈન્ટ વધી 25,790 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 198 પોઈન્ટ વધી 59,450 બંધ હતો. કયા બે કારણોથી શેરબજારમાં(Share Market India) ભારે લેવાલી આવી? કયા બે કારણોથી શેરબજારમાં નીચા મથાળેથી ઝડપી ઉછાળો આવ્યો? આગામી દિવસોમાં શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલ લેવલ મજબૂત થયા કે નહી? હવે કઈ બે ઈવેન્ટ પર નજર રાખવાની રહેશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 301 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,435ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ તૂટી 82,861 થયો હતો. તે વખતે સેન્સેક્સમાં 715 પોઈન્ટનો વધુ કડાકો બોલી ગયો હતો. જો કે લો લેવલ પર નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 83,962 થયો હતો. આમ લો લેવલથી સેન્સેક્સમાં 1101 પોઈન્ટનો ઝડપી ઉછાળો આવ્યો હતો. જો કે ટ્રેડિંગ સેશનને અંતે 83,878.17 બંધ થયો હતો. જે શુક્રવારના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 301.93નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટીમાં 106 પોઈન્ટનો ઉછાળો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,669ના નીચા મથાળે ખૂલ્યો હતો. શરૂમાં તૂટી 25,473 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 25,813 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,790.25 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 106.95નો ઉછાળો દર્શાવે છે.

લો લેવલથી શેરબજાર ઝડપી બાઉન્સ થયું

આજે સવારે શેરબજાર નીચા મથાળે ખૂલીને જોરદાર વેચવાલીથી શેરોની જાતે-જાતના ભાવ વધુ તૂટયા હતા. જો કે સવારે બે અતિમહત્ત્વના સમાચાર આવતાની સાથે શેરોમાં નીચા મથાળે જોરદાર લેવાલી નીકળી હતી, અને બજાર લો લેવલથી ઝડપી બાઉન્સ થયું હતું. આજે મેટલ, કોમોડિટીઝ, પીએસઈ, પીએસયુ બેંક, એફએમસીજી, ફાયનાન્સિયલ સર્વિસીઝ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી, જ્યારે મીડિયા, રીયલ્ટી, ફાર્મા, હેલ્થકેર, ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ  અને આઈટી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.

બે અતિમહત્ત્વના સમાચાર

(1) અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ અંગે પોઝિટિવ સમાચાર આવ્યા હતા. ભારતમાં અમેરિકાના રાજદુત સર્જિયો ગોરે એક નિવેદનમાં કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ બાબતે એકટિવલી વાતચીત ચાલી રહી છે. અને હવે પછી મંગળવારે આ ચર્ચા થવાની છે. તેમજ ટ્રમ્પ એક બે વર્ષમાં ભારતની મુલાકાતે આવશે. જે સમાચાર પાછળ શેરબજારમાં ફરીથી નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું અને નીચા મથાળે જોરદાર લેવાલી આવી હતી, અને શેરમાર્કેટ રીબાઉન્ડ થયું હતું.

(2) સર્જિયો ગોરે બીજી જાહેરાત કરી હતી કે ભારતને પૈક્સ સિલિકામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મોકલવામાં આવશે. પૈક્સ સિલિકાએ ગઢબંધન એક ઈનોવેશન આધારિત સિલિકોન સપ્લાય ચેન બનાવવા માટે અમેરિકાના નેતૃત્વવાળી રણનિતીક પહેલ છે. ભારત પૈક્સ સિલિકાનું સભ્ય બનવા માટે આમંત્રણ મોકલાશે. આગામી મહિને રાષ્ટ્રોના આ સમુહમાં પૂર્ણ સભ્યના રૂપમાં સામેલ થવા માટે ઈન્વાયટ મોકલાશે.

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેેગેટિવ

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1247 શેરના ભાવ વધ્યા હતા અને 1891 શેરના ભાવ ઘટ્યા હતા.

આજે સોમવારે 48 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 459 શેર બાવન વીક લો પર બંધ હતા.

53 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 146 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

Top Trending News

PM Modi in VGRC 2026: ભારત ડેટા આધારિત ઇનોવેશન, AI રિસર્ચ, સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બની રહ્યું છે

ટોપ ગેઈનર્સ

કૉલ ઈન્ડિયા(3.39 ટકા), તાતા સ્ટીલ(2.75 ટકા), એશિયન પેઈન્ટ્સ(2.50 ટકા), જેએસડબલ્યૂ સ્ટીલ(2.26 ટકા) અને હિન્દાલકો(2.21 ટકા)

ટોપ લુઝર્સ

ઈન્ફોસીસ(1.02 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(1.00 ટકા), બજાજ ફાઈનાન્સ(1.00 ટકા), બજાજ ઓટો(0.88 ટકા) અને આઈસર મોટર(0.85 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

સતત પાંચ દિવસના ઘટાડા પછી માર્કેટ હાઈલી ઓવરસોલ્ડ ઝોનમાં હતું. અને આજે સવારે શેરબજાર વધુ તૂટ્યું હતું. જો કે નીચા મથાળે ટેકારૂપી લેવાલી આવી હતી, જેથી ટેકનિકલી પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો. પણ રીબાઉન્ટ ખૂબ ઝડપી હતું. મંગળવારે યુએસ અને ભારતના પ્રતિનિધિઓ વચ્ચે ટ્રેડ ડીલ અંગે ચર્ચા થશે અને બુધવારે યુએસ સુપ્રીમ કોર્ટ ટ્રમ્પે ટેરિફ લાદ્યો છે, તે કાયેદસર છે કે ગેરકાયદેસર તેનો ચૂકાદો સંભળાવશે. આમ આ બે ઈવેન્ટ હોવાથી શેરબજારમાં બે તરફી મોટી વધઘટ જોવા મળી શકે છે. ટેકનિકલી માર્કેટ વીક છે, તમામ સપોર્ટ લેવલ તૂટ્યા છે. જેથી દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. પણ સાવઘાની રાખવી અને થોભો અને રાહ જૂઓની નિતી અખત્યાર કરવી વધુ સલાહભરેલ છે.

You will also like

Leave a Comment