Holi 2026: હોળાષ્ટકનો પ્રારંભ, આઠ દિવસ સુધી શું ધ્યાન રાખશો?

by Gujarati biz news
Holi 2026

અમદાવાદ- Holi 2026 ભારતમાં રંગોના પર્વ એવા હોળી અને ધુળેટીની ખૂબ જ ઉલ્લાસ સાથે ઉજવણી થાય છે. રંગોનું પર્વ હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક બેસી જાય છે. તેની શરૂઆ ફાગણ મહિનાની સુદ આઠમની તિથીથી થાય છે અને હોળીકા દહન થાય ત્યારે તે હોળાષ્ટક સમાપ્ત થાય છે. હોળાષ્ટકમાં કોઈ શુભ કાર્ય થતાં નથી.(The beginning of Holashtak, what should you keep in mind for the eight days?)

આજથી હોળાષ્ટકનો પ્રારંભ

આજે 24 ફેબ્રુઆરીને મંગળવાર ફાગણ મહિનાની સુદ આઠમે હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મમાં કોઈપણ પ્રકારના શુભ કામ થઈ શકતા નથી. કોઈ માંગલિક કાર્ય અને નવા કાર્યની શરૂઆત કરાતી નથી. આ સમયને લઈને જ્યોષશાસ્ત્ર, ધાર્મિક અને આધ્યાત્મિક રીતે એવું મનાય છે કે ધરતી પર નકારાત્મક ઉર્જા વધી જાય છે.

માંગલિક કાર્યો વર્જિત

Holi 2026 હોળીકા દહન સુધી હોળાષ્ટક રહે છે. જેથી આ આઠ દિવસ સુધી વિવાહ, ગૃહપ્રવેશ, મુંડન, નામકરણ જેવા માંગલિક કાર્યો ન કરવા જોઈએ. આ સમયગાળા દરમિયાન સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ ઉગ્ર અવસ્થામાં હોય છે. જેથી આ સમયગાળામાં કોઈપણ નવી વસ્તુ ખરીદવી કે કોઈ મોટું શુભ કાર્યને ટાળી દેવું જોઈએ.

ભક્ત પ્રહલાદની વાત

પૌરાણિક કથા અનુસાર હોળાષ્ટકની શરૂઆત ભક્ત પ્રહલાદ અને તેના પિતા હિરળ્યકશ્યમ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે અસુર રાજા હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદની ભગવાન વિષ્ણુની ભક્તિ  છોડાવવા માટે અત્યાચાર કર્યા હતા. પણ પ્રહલાદ પોતાની ભક્તિ પર અડગ રહ્યા હતા. તેમની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો હતો અને હિરણ્યકશ્યમનો વધ કર્યો હતો. આ ઘટનાની સ્મૃતિમાં હોળીકા દહન કરાય છે.

શિવજીએ કામદેવને ભસ્મ કર્યા

અન્ય કથા અનુસાર(Holi 2026) જ્યારે ભગવાન શિવે ક્રોધિત થઈને કામદેવને ભસ્મ કર્યા હતા, તે સમયતી આ આઠ દિવસોને વિશેષ મનાય છે. આ દિવસોમાં સંયમ, સાધના અને આત્મચિંતનનો સમય મનાય છે. આ કારણથી જ સોળ સંસ્કારો જેવા શુભ કર્યો વર્જિત છે.

શ્રીકૃષ્ણનો રંગોત્સવ

ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી અન્ય એક કથા અનુસાર શ્રીકૃષ્ણએ હોળી પહેલાના આઠ દિવસો સુધી ગોપીઓ સાથે રંગોત્સવ મનાવ્યો હતો. દુલહંડીના દિવસે રંગોથી પળડેલા વસ્ત્ર અગ્રિને અર્પિત કરાયા હતા. જે પછી આ પરંપરા ઉત્સવના રૂપમાં સ્થાપિત થઈ હતી.

કયો મંત્રજાપ ઉત્તમ રહેશે?

હોળાષ્ટકમાં(Holi 2026) ભલે આપ નવા અને માંગલિક કાર્યો કરી શકતા નથી. પણ આ સમયગાળા દરમિયાન પૂજા પાઠ, મંત્ર જાપ અને દાન કરી શકાય છે. હોળાષ્ટકમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ મનાય છે. આ સમય દરમિયાન આપ આપની ક્ષમતા અનુસાર ગરીબોને દાન કરી શકો છો.

આ પણ વાંચો….

Holika Dahan in Gujarat: સોમનાથમાં વૈદિક હોલિકા દહન, ભક્તો ઘરે બેઠા પવિત્ર દ્રવ્યો અર્પણ કરી શકશે

You will also like

Leave a Comment