અમદાવાદ- Stock Market India Closing ઈરાન સંકટ વચ્ચે શેરબજારમાં મોટો ઘટાડો આવ્યો હતો. ભારતીય શેરબજારમાં ભારે ગભરાટ છવાયો હતો. એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 1048 પોઈન્ટ 80,238 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 312 પોઈન્ટ તૂટી 24,865 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 689 પોઈન્ટ તૂટી 59,839 બંધ હતો. યુદ્ધની સ્થિતિમાં શેરબજાર કેવું રહેશે? રોકાણકારોએ કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? હજી વધુ કેટલુ ઘટી શકે છે?
જૂઓ વીડિયો…..
સેન્સેક્સ તૂટી 78,543 થયો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,543 ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. 2744 પોઈન્ટના ભારે ડાઉનમાં ખૂલ્યો હતો. દિવસનો તે જ લો હતો. અને ત્યાંથી સુધરી 80,632 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 80,238.85 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1048.34નું ગાબડુ દર્શાવે છે.
નિફ્ટીએ 24,603ની સપાટી બતાવી
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,659ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો, જે વધુ ઘટી 24,603 થઈ અને ત્યાંથી સુધરી 24,989 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,865.70 બંધ થયો હતો. જે 312.95નું ગાબડુ દર્શાવે છે.
11 દેશો વચ્ચે યુદ્ધ
ઈઝરાયલ અને અમેરિકા સંયુકત ઈરાન પર જોરદાર હૂમલો કર્યો હતો. ઈરાને તેની જવાબી કાર્યવાહીમાં અમેરિકાના આર્મી બેઝ અને ઈઝરાયલ પર એટેક કર્યો હતો. તે સાથે મિડલ ઈસ્ટના સાત દેશો પર મિસાઈલ મારો કર્યો હતો. જેથી હવે આ મિડલ ઈસ્ટ યુદ્ધ બન્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું હવાઈ હૂમલાના ટાર્ગેટમાં મોત થયું છે. એકલું ઈરાન 11 દેશો સામે લડી રહ્યું છે. આ યુદ્ધ આજે ત્રીજા દિવસમાં પ્રવેશ્યું છે. બધા જ દેશોમાં ભારે નુકસાન થયાના સમાચાર છે.
શેરબજાર તૂટવા પાછળના મેજર કારણ
(1) ઈરાન યુદ્ધ વચ્ચે અને ખાસ કરીને મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે વર્લ્ડ સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ હતો.(Stock Market India Closing) આજે ભારતીય શેરબજારનો સેન્સેક્સ 2744 પોઈન્ટ અને નિફ્ટી 575 પોઈન્ટના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. આજે સવારે એશિયાઈ અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ તૂટીને આવ્યા હતા. જેથી ભારતીય શેરબજારમાં વેચવાલીનો માહોલ રહ્યો હતો.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ 7.90 ટકા ઉછળી 78.63 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 7.32 ટકા ઉછળી 71.93 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ઈરાનમાં આવે સ્ટ્રેટ હોર્મુઝ ખાડીનો રસ્તો બંધ કર્યાના સમાચાર છે. જેથી તે માર્ગથી દુનિયાનું 20 ટકા અને ભારતનું 40 ટકા ક્રૂડ ઓઈલ આવે છે. જો આ માર્ગ બંધ થયો છે, જેથી સપ્લાય અટકી જશે. ક્રૂડના ભાવ વધે એટલે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે અને તેનાથી મોંઘવારી વધવાની ચિંતા સતાવી રહી છે.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો તૂટીને આવ્યો હતો. રૂપિયો 47 પૈસા ઘટી 91.45 પર ટ્રેડ કરતો હતો.
(4) એફઆઈઆઈની ભારે વેચવાલી ચાલુ રહી હતી. 27 ફેબ્રુઆરીએ એફઆઈઆઈએ રૂપિયા 7,536 કરોડનું નેટ સેલ કર્યું હતું. સામે ડીઆઈઆઈ(સ્થાનિક નાણા સંસ્થા)એ રૂપિયા 12,292 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
ભારતીય શેરબજારની મેચ્યોરિટી
આમ વૈશ્વિક ઉથલપાથલ પાછળ(Stock Market India Closing) ભારતીય શેરબજાર ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. જો કે નવી વેચવાલીનો અભાવ હતો અને બજાર ખૂલ્યા પછી તે ત્યાંથી વધુ ઘટ્યું ન હતું. જે ભારતીય શેરબજારની મેચ્યોરીટી દર્શાવે છે. ઉલ્ટાનું મંદીવાળા ઓપરેટરોએ ઉભા વેચાણ કાપ્યા હતા એટલે કે શોર્ટ સેલ કવર કર્યું હતું, જેથી આજે સુધારો આવ્યો હતો.
બાસમતી ચોખાની નિકાસ કરતી કંપનીના શેર તૂટ્યો
ભારત મિડલ ઈસ્ટ દેશોમાં બાસમતી ચોખાની જંગી માત્રમાં નિકાસ કરે છે. હાલ યુદ્ધના માહોલમાં નિકાસ બંધ થઈ ગઈ છે. જેથી આજે બાસમતી ચોખા નિકાસ કરતી કંપની ચમનલાલ સેતિયા એક્સપોર્ટ અને કેઆરબીએલ કંપનીના શેરના ભાવ તૂટ્યા હતા.
ટૂૂર અને ટુરીઝમ સેકટરના શેર તૂટ્યા
Stock Market India Closing તેમજ આ યુદ્ધને કારણે ભારતની અનેક ફલાઈટો રદ થઈ છે અને તે હવે ક્યારે ચાલુ થશે, તે પ્રશ્ન ઉભો છે. જેથી ઈન્ડિગો અને સ્પાઈસ જેટના શેરમાં જોરદાર વેચવાલીથી ભાવ તૂટ્યા હતા. તેમજ ટુરીઝમ સેકટરને પણ નેગેટિવ અસર થશે. મિડલ ઈસ્ટની લાખો ટૂર રદ થઈ છે. આથી ટુરીઝમ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
એડવાન્સ ડેક્લાઈન નેગેટિવ
આજે Stock Market India Closing એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. મીડકેપ ઈન્ડેક્સ 935 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 296 પોઈન્ટ ઘટ્યો હતો. આજે 651 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 2579 શેર ઘટ્યા હતા.
37 શેર બાવન વીક હાઈ પર હતા. જ્યારે 635 શેર બાવન વીક લો પર બંધ હતા.
41 શેરમાં અપર સર્કટ અને 204 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
બીઈએલ(2.13 ટકા), હિન્દાલકો(1.70 ટકા), સન ફાર્મા(0.93 ટકા), ઓએનજીસી(0.63 ટકા) અને આઈટીસી(0.35 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
ઈન્ડિગો(6.09 ટકા), લાર્સન ટુબ્રો(5.24 ટકા), અદાણી પોર્ટ(3.43 ટકા), મારૂતિ(3.29 ટકા) અને એશિયન પેઈન્ટ્સ(3.08 ટકા)
હવે પછી શેરબજાર કેવું રહેશે?
3 માર્ચને મંગળવારે હોળી નિમિત્તે શેરબજાર બંધ રહેનાર છે. જેથી આજે શેરબજારમાં નવા ટ્રેડિંગ વોલ્યૂમ સાવ ઓછા હતા. નવી વેચવાલી કે નવી લેવાલીનો અભાવ હતો. તેમ છતાં શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. બીજી તરફ મિડલ ઈસ્ટ યુદ્ધ કેટલું લાંબુ ચાલે છે, અને તેનું શું પરિણામ આવે છે, તેના પર નજર રહેશે. યુદ્ધની સાથે ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયાની નબળાઈ વધુ મહત્ત્વનું બની રહેશે. ઈન્વેસ્ટરોએ પેનિક કરવાની જરૂર નથી. તેમણે થોભો અને રાહ જૂઓની નિતી અખત્યાર કરવી જોઈએ. હા નવી ખરીદી ન કરો પણ પોર્ટફોલીયો સાચવી રાખો. અગાઉ જ્યારે જ્યારે આવી કપરી સ્થિતિ આવી છે, ત્યાર પછી શેરબજારમાં તેજી જ થઈ છે.
આ પણ વાંચો….
Gold Rate Today: સોના ચાંદીમાં ભારેખમ ઉછાળો, સોનામાં 5,000 અને ચાંદીમાં 10,000 રૂપિયાનો ઉછાળો