નવી દિલ્હી- Iran War 2026 મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલુ છે, અને હવે તેણે વધારે આક્રમક રૂપ ધારણ કર્યું છે. શનિવારે મોડી રાતે અમેરિકા અને ઈઝરાયલની સેનાએ ઈરાનની રાજધાની તેહરાન પર જબજદસ્ત હવાઈ હૂમલા કર્યા હતા. આ હૂમલાનું મુખ્ય નિશાન ઈરાનની લાઈફલાઈન મનાતાં તેલ ડેપો અને ઉર્જાના અતિમહત્ત્વના સ્થળો બન્યા હતા.(US Israel Iran War 2026)
શહરાન તેલ ડેપો પર મિસાઈલ ફેંકાઈ
હૂમલા પછી પુરી રાજધાનીમાં ઘડાકાનો અવાજ ગુંજી રહ્યો હતો. તેમજ દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી તેમજ ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા.(Iran War 2026) ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA અનુસાર દક્ષિણ તેહરાન અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં સ્થિત શહરાન તેલ ડેપો પર મિસાઈલો ફેંકવામાં આવી હતી.
જોરદાર હૂમલો
હૂમલા એટલા જોરદાર હતા કે તેના ધડાકાનો અવાજ પડોશી શહેર કરજ સુધી સંભાળાયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ ફૂટેજમાં તેહરાનના આકાશમાં આગ અને વિશાળ ગોળા અને કાળા ધૂમાડા ચોખ્ખા દેખાતા હતા.
ઈઝરાયલે જવાબદારી લીધી
ઈઝરાયલની સેનાએ આ હૂમલાની જવાબદારી લેતા દાવો કર્યો હતો કે(Iran War 2026) તેમણે આ ઈંધણ ભંડાર કેન્દ્રોને નિશાન બનાવ્યું હતું, જેનો ઉપયોગ ઈરાન સશસ્ત્ર બળો કરી રહ્યા હતા. હૂમલાની ચપેટમાં તેહારનની પાસે આવેલ શહેર શહર-એ-રે જિલ્લાની મુખ્ય રીફાઈનરી અને અલ્બોર્જ પ્રાંતમાં કેટલાય ઓઈલ ડેપો આવ્યા છે.
ઈરાનની લાઈફલાઈન નિશાન પર
જાણકારોના માનવા પ્રમાણે ઉર્જાના ઠેકાણા પર આ સીધો હૂમલો ઈરાનની અર્થવ્યવસ્થા અને તેની સૈન્ય ક્ષમતાની કમર તોડવાનો એક વિચાર કરીને રણનીતિ અપનાવી છે. વીતેલા એક સપ્તાહમાં ચાલુ રહેલ(Iran War 2026) સંઘર્ષમાં આ પહેલી વાર છે કે ઈરાનના એનર્જિ ઈન્ફ્રાસ્ટ્રકચરને આ રીતે નિશાન બનાવ્યું છે.
ટ્રમ્પની ધમકી પછી ભીષણ હૂમલો
આ હૂમલા ત્યારે થયા જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્રુથ સોશિયલ પોસ્ટમાં ચેતવણી આપી હતી કે વધુ ઈરાની અધિકારીઓ નિશાના પર છે તેમણે એમ પણ કહ્યું હતું કે આજે ઈરાન પર તેની બહુ ખરાબ અસર પડશે. એપીનો એક અહેવાલ મુજબ એક સપ્તાહ પહેલા શરૂ થયેલા યુદ્ધ પછી ઈરાનમાં ઓછામાં ઓછા 1230 લોકોનું મૃત્યું થયું છે. લેબનોનમાં 290થી વધુ અને ઈઝરાયલમાં લગભગ 12 લોકોના મોત થયા છે.
સઉદી અરબનો સ્પષ્ટ સંદેશ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલુ રહેલા યુદ્ધ(Iran War 2026) વચ્ચે સઉદી અરબના તેહરાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તંગદિલી ઘટાડવા માટે કુટનીતિક સમાધાન ઈચ્છે છે. પરંતુ જો સઉદી અરબ અથવા તેના ઉર્જાના સ્થળો પર હૂમલા ચાલુ રાખવામાં આવશે તો જવાબી કાર્યવાહી કરવામાં પાછળ નહી હટે. સઉદી અરબ તરફથી આ સંદેશ ઈરાન તરફી આવેલા નિવેદન પહેલા અપાયો હતો. જેમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને ખાડી દેશોની માફી માંગી હતી.
આ પણ વાંચો….