નવી દિલ્હી- મોંઘવારીના મામલે દેશની જનતાને રાહત મળી છે. મંગળવારે રિટેલ મોંઘવારીનો (Retail Inflation Rate In April) દર જાહેર થયો છે. એપ્રિલ મહિનામાં મોંઘવારીનો દર (CPI) ઘટીને 3.16 ટકા રહ્યો છે. તે છ વર્ષના નીચા સ્તરે રહ્યો હતો. તેની પહેલા માર્ચ મહિનામાં રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો આવ્યો હતો અને માર્ચમાં મોંઘવારીનો દર 3.34 ટકા હતો. મોંઘવારીમાં (Inflation) ઘટાડાનું મુખ્ય કારણ ખાવા પીવાની ચીજોના ભાવ ઘટ્યા છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલ એપ્રિલમાં રિટેલ મોંઘવારી દરનો (Retail Inflation) આ આંકડો નિષ્ણાતો દ્વારા દર્શાવેલ અનુમાન મુજબ જ રહ્યો છે. તેની સાથે એ પણ નોંધવું જોઈએ કે સીપીઆઈ મોંઘવારીનો (CPI Inflation) આંક હવે વર્ષ 2019 પછી એટલેકે છ વર્ષ પછી સૌથી ઓછો રહ્યો છે. એપ્રિલ મહિનામાં ગ્રામીણ મોંઘવારીનો દરમાં શહેરો ક્ષેત્રોના મોંઘવારી દરની સરખામણીએ સૌથી વધુ ઘટાડો થયો છે. ગ્રામીણ મોંઘવારી દર માર્ચમાં 3.25 ટકા હતો જે એપ્રિલમાં વધુ ઘટીને 2.92 ટકા આવી ગયો છે.
ટોપ વીડિયો ન્યૂઝ
https://www.gujaratibiznews.com/video-news/the-stock-markets-sensex-fell-1281-points-why-did-it-decline/
આંકડા પર નજર નાંખીયે તો રિટેલ મોંઘવારીમાં આવેલ ઘટાડો એ મોટાભાગે ખાદ્ય મોંઘવારીથી પ્રેરિત છે. એપ્રિલ મહિનામાં ખાદ્ય મોંઘવારીનો (Food Inflation) દર એપ્રિલમાં 1.78 ટકા રહ્યો હતો, જે તેની આગળના મહિના માર્ચમાં 2.69 ટકા હતો. આ આંકડો 2021ના ઓકટોબર મહિના પછી સૌથી ઓછો છે. ખાસ કરીને માર્ચની જેમ એપ્રિલ મહિનામાં શાકભાજી, દાળ, ફળ, અનાજની સાથે પર્સનલ કેર પ્રોડક્ટની કીમતોમાં ઘટાડો થયો છે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં ખાદ્ય મોંઘવારી દર ક્રમશઃ 1.85 ટકા અને 1.64 ટકા છે.
આજના ટોપ ન્યૂઝ
https://www.gujaratibiznews.com/international/trumps-new-order-the-price-of-medicines-in-the-usa-will-decrease-by-59-percent-what-will-be-the-impact-on-india/
આંકડા મુજબ એપ્રિલમાં સ્વાસ્થ્ય મોંઘવારીનો દર 4.25 ટકા રહ્યો છે, જે માર્ચમાં 4.26 ટકા હતો. તે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન અને ટેલીકોમ મોંઘવારીનો દર 3.73 ટકા નોંધાયો છે. તે માર્ચ મહિનાની સરખામણીએ તેમાં વધારો થયો છે. એટલે કે આ આંકડો માર્ચ મહિનામાં 3.36 ટકા હતો. ઈંધણ અને વીજળીનો મોંઘવારી દરમાં વધારો થયો છે. તે 1.42 ટકાથી વધીને 2.92 ટકા રહ્યો છે.