નવી દિલ્હી- Trump Promises યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી એક વાર ટેરિફના(US Tariffs) ફાયદા ગણાવ્યા છે. સોશિયલ મીડિયો પોસ્ટમાં તેમણે કહ્યું છે કે અમેરિકા તેમના નેતૃત્વમાં સતત આગળ વધી રહ્યું છે. યુએસ ટેરિફની ટીકા કરનારાને મુર્ખ કહ્યા છે. તેની સાથે તેમણે ટેરિફ રેવન્યૂથી લગભગ દરેક અમેરિકનોને ડિવિડંડના રૂપમાં 2000 ડૉલર આપવાનો વાયદો કર્યો છે.(I will give Americans $2,000 from tariff revenue)
US Tariffs ના ફાયદા
દુનિયાને પોતાના ટેરિફથી ડરાવનાર ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને થનાર ફાયદા સતત યાદ કરાવી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી પોસ્ટમાં પોતાની વેપાર નિતીની પ્રચાર કર્યો છે અને દાવો કર્યો છે તે તેમના નેતૃત્વમાં અમેરિકા દુનિયાનું સૌથી ધનવાન અને સૌથી સન્માતિન દેશ છે, જેમાં રેકોર્ડ સ્ટોક વેલ્યૂ હાઈ(401(કે) બેલેન્સ અન કારખાનામાં દરેક જગ્યાએ વધારો થઈ રહ્યો છે.
ટીકાકારો મુર્ખ
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફથી(US Tariffs) અમેરિકાની મજબૂતી લાવવા માટે મુખ્ય કારણના રૂપમાં ઉપયોગ કરીને બચાવ કર્યો છે. તેની સાથે તેમણે તેની વિરુદ્ધમાં રહેતાં લોકો અને ટેરિફની ટીકા કરનારાઓ પર પણ નિશાન સાંઘ્યું હતું. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું છે કે જે લોકો ટેરિફની વિરુદ્ધમાં છે, તેમને મુર્ખ કહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ એવો તર્ક આપ્યો છે કે ટેરિફથી અમેરિકામાં રોકાણ અને રોજગારની તકો વધારી છે.
Trump Promises
ટેરિફના ટીકાકારને મુર્ખ કહ્યા છે, તેની સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની ટ્ર્રુથ સોશિયલ મીડિયા પોસ્ટમાં એક મોટો વાયદો(Trump Promises) પણ કર્યો છે કે યુએસ ટેરિફની(US Tariffs) રેવન્યૂમાંથી લગભગ તમામ અમેરિકનો(હાઈ ઈનકમવાળા લોકોને છોડીને) ટેરિફ ડિવિડંડના હિસ્સા રૂપે 2000 ડૉલરનું પેમેન્ટ કરવામાં આવશે. જો કે તેમણે એ વાત સ્પષ્ટ નથી કરી કે પેમેન્ટ કેવી રીતે અને કયારે થશે.(Trump Promises)
ટેરિફથી ખરબો ડૉલરની આવક
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે ટેરિફથી(US Tariffs) આવનારી આવકથી અમેરિકાને ખરબો ડૉલરની આવક થઈ રહી છે. અને તેનો ઉપયોગ અમેરિકા પર રાષ્ટ્રીય દેવું ચુકવવા માટે શરૂ કરવા માટે પણ કરવામાં આવશે. જે હવે 37 ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે. ટેરિફને લઈને ટ્રમ્પે એવો નવો દાવો કર્યો છે અને આ દાવો પણ એવા સમયે કર્યો છે કે તેમનો ટેરિફ પ્રોગ્રામ કાયદાની અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યો છે.
Top Trending Video News
Stock Market India: ત્રણ સેશનના ઘટાડા પછી શેરબજારમાં રોનક, કેમ નવું બાઈંગ આવ્યું?
ટેરિફનો મામલો કોર્ટમાં છે
અત્રે નોંધનીય છે કે અમેરિકી સુપ્રીમ કોર્ટમાં વીતેલા દિવસોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ નીતિને(US Tariffs) લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ છે. અંદાજે અઢી કલાક ચાલેલી સુનાવણીમાં જજોએ ટેરિફની કાયદેસરતા પર સવાલો ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટીસ જોન રોબર્ટ્સ એ તો અમેરિકી સોલિસિટર જનરલ ડી. જોન સોઅરને ત્યાં સુધી કહી દીધું હતું કે ટેરિફ અમેરિકનો પર ટેક્સ લગાવવા સમાન છે. અમેરિકાના બંધારણ અનુસાર ટેક્સ અને ટેરિફ લગાવવાનો અધિકાર કાંગ્રેસ પાસે છે.