અમદાવાદ- Stock Market India શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ઘટ્યું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 345 પોઈન્ટ ઘટી 84,695 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 100 પોઈન્ટ ઘટી 25,942 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી( 79 પોઈન્ટ ઘટી 58,932 બંધ હતો. શેરબજાર કેમ ઘટ્યું? શેરબજાર ઘટવા પાછળ છ કારણો? શેરબજારમાં(Share Market India) કોની વેચવાલી આવી? 2025ના વર્ષ આડે હવે માત્ર બે ટ્રેડિંગ સેશન છે. આવતીકાલે બજાર કેવું રહેશે? ટેકનિકલી સપોર્ટ લેવલ તૂટ્યા છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 345 પોઈન્ટ તૂટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,004ના મથાળે ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધી 85,250 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 84,637 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,695.54 બંધ રહ્યો હતો. જે 345.91નું ગાબડુ દર્શાવે છે.
નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26,063 ખૂલીને શરૂમાં વધી 26,106 થઈ અને ત્યાંથી ઝડપી ગબડી 25,920 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,942.10 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 100.20નું ગાબડુ દર્શાવે છે.
તેજીવાળાઓની ઉભી પોઝીશન હળવી થઈ
સપ્તાહના પ્રથમ દિવસે(Stock Market India) શેરબજાર મજબૂત મથાળે ખૂલ્યું હતું. શરૂમાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછાળો આવ્યો હતો. જો કે આ ઉછાળો ક્ષણજીવી નિવડ્યો હતો. તેજીવાળા ઓપરેટરોએ ઊચા મથાળે મોટાપાયે નફારૂપી વેચવાલી કાઢી હતી. જેથી બજાર ટકી શક્યું ન હતું. અને શેરોની જાતે-જાતના ભાવ ગબડ્યા હતા.
શેરબજાર તૂટવાના છ કારણો
(1) ટ્રેડિંગ વોલ્યૂમ ઘટ્યું હતું. વિદેશના બજારો સહિત વિદેશી ફંડો ક્રિસમસ હોલીડે મૂડમાં આવ્યા છે, જેથી દિનપ્રતિદિન ટ્રેડિંગ વાલ્યૂમ ઘટ્યા છે, આથી બજારમાં નિરસતા રહી હતી.
(2) એફઆઈઆઈ નેટ સેલર રહી છે. એફઆઈઆઈએ 26 ડીસેમ્બરે 317 કરોડનું નેટ સેલ કર્યું છે. અને સતત છઠ્ઠા મહિને એટલે કે ડિસેમ્બરમાં કુલ રૂપિયા 24,148 કરોડનું નેટ સેલ કર્યું છે.
(3) આ સપ્તાહે નિફ્ટીની મંથલી એક્સપાયરી આવતી હોવાથી તેજીવાળા ખેલાડીઓએ પોતાની ઉભી લેણની પોઝીશન દરેક ઉછાળે સરખી કરી હતી. પરિણામે આજે સતત ચોથી ટ્રેડિંગ સેશનમાં બજાર તૂટયું હતું.
(4) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં એક ટકાનો ઉછાળો આવ્યો હતો.
(5) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 9 પૈસા તૂટીને 89.95 રહ્યો હતો.
(6) ક્રિસમસ હોલીડેને કારણે વિશ્વના સ્ટોક માર્કેટમાં વધઘટ ખૂબ સાંકડી હતી. આમ ગ્લોબલ માર્કેટની સુસ્તીની(Stock Market India) ભારતીય શેરબજાર પર નેગેટિવ અસર પડી હતી.
માર્કેટ બ્રેથ નેગેટિવ
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 313 પોઈન્ટ ઘટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 296 પોઈન્ટ ઘટ્યો હતો. આજે 1022 શેરના ભાવ વધ્યા હતા અને 2188 શેરના ભાવ ઘટ્યા હતા.
76 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 130 શેર બાવન વીક લો પર બંધ હતા.
55 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 88 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
Top Trending News
EPFO Services માં મોટા ફેરફાર થશે, પીએફ ખાતાધારકો માટે આનંદના સમાચાર
ટોપ ગેઈનર્સ
તાતા સ્ટીલ(1.88 ટકા), તાતા કન્ઝ્યુમર(1.59 ટકા), એશિયન પેઈન્ટ(1.04 ટકા), ગ્રાસિમ(1.00 ટકા) અને નેસ્લે(0.58 ટકા)
ટોપ લુઝર્સ
અદાણી પોર્ટ(2.27 ટકા), એચસીએલ ટેકનોલોજી(1.82 ટકા), પાવરગ્રીડ(1.75 ટકા), ટ્રેન્ટ(1.43 ટકા) અને અદાણી એન્ટરપ્રાઈઝ(1.30 ટકા)
કાલે બજાર કેવું રહેશે?
2025ના વર્ષની વિદાય આડે હવે બે દિવસ રહ્યા છે અને(Stock Market India) શેરબજાર સતત ચાર દિવસથી ઘટી રહ્યું છે. ટેકનિકલી જોઈએ તો સેન્સેક્સ 85,000, નિફ્ટી 26,000 અને બેંક નિફ્ટી 59,000ના અતિમહત્ત્વના સપોર્ટ લેવલ તોડીને નીચે ગયા છે. પણ ચાર દિવસના ઘટાડા પછી માર્કેટમાં એક રીબાઉન્ડની શક્યતા છે. જો કાલે અત્રે આપેલા સપોર્ટ લેવલની ઉપર ટ્રેડ કરે તો શેરબજારમાં સારો એવો સુધારો આવશે.