Aadhar Pan Link: તમારું આધાર પાન કાર્ડ છેલ્લી તારીખ પહેલા લિંક કરી લેજો, નહી તો પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ શકે છે!

by Investing A2Z
Aadhar Pan Link

નવી દિલ્હી- Aadhar Pan Link શું તમે તમારું આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક કરી લીધું છે. જો ન કર્યું હોય તો આ કામ ઝડપથી કરી લેજો. આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવા માટે હવે માત્ર છ દિવસ બાકી રહ્યા છે. કારણ કે, આ વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડીસેમ્બર, 2025 સુધી કરવું જરૂરી છે. જો તમે લિંક નહી કરો તો તમારુ પેન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જશે અને તમામ બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

છેલ્લી તારીખ 31 ડીસેમ્બર

આવકવેરા વિભાગ(Income Tax Department) દ્વારા આ વર્ષના એપ્રિલ મહિનામાં જાહેર કરેલ નોટિફિકેશન અનુસાર જે લોકોએ 01 ઓકટોબર, 2024 પહેલા આધાર નંબરનો ઉપયોગ કરીને પેન કાર્ડ ઈસ્યૂ કર્યું હોય તેવા લોકો માટે આ વર્ષ 2025ના અંત સુધીમાં તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે.(Aadhar Pan Link) તેની ડેડલાઈન 31 ડીસેમ્બર, 2025 છે. આ તારીખ આગળ વધવાની આશા ખૂબ ઓછી છે.

01 જાન્યુઆરીએ પેન કાર્ડ ડિએક્ટિવેટ થશે…

નક્કી કરેલ સમયમર્યાદામાં આધાર પેન કાર્ડ લિંક ન કર્યું તો નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 01 જાન્યુઆરી, 2026ના દિવસે તમારુ પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ શકે છે.(Aadhar Pan Link) એટલા માટે બાકી રહેલા કામ છોડીને આ જરૂરી કામ પહેલા પતાવી દેવું જોઈએ. કરવેરાના કાયદા અનુસાર પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબરને લિંક કરવું ફરજિયાત છે.

નહી તો અનેક મુશ્કેલીઓ ઉભી થશે

જો કાર્ડ હોલ્ડર આ જરૂરી કામ નક્કી કરેલ ડેડલાઈન પહેલા ન કરી શકે તો તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેમાં ટેક્સ ફાઈલ, રીફંડ અને અન્ય નાણાકીય કામકાજમાં કે નાણાકીય લેવડદેવડમાં મુશ્કેલીઓ આવી શકે છે. સીબીડીટી(CBDT) તરફથી નિર્દેશ જાહેર કરાયો છે કે તમારા વાસ્તવિક આધાર નંબરની જગ્યાએ આધાર નામ આઈડીનો ઉપયોગ કરીને પેન કાર્ડ મેળવ્યું છે તો તેમણે નિર્ધારિત કરેલ સમયમર્યાદા પહેલા આધાર પેન કાર્ડ લિંક(Aadhar Pan Link) કરવાનું કામ વહેલું પુરુ કરી લેવું જોઈએ.

Most Watched Video News

Stock Market India: સેન્સેક્સ 42 પોઈન્ટ ઘટ્યો, શેરબજારમાં તેજી આગળ વધશે ખરી?

આધાર પેન કેવી રીતે લિંક કરશો?

આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઈટ www.incometax.gov.in પર લોગ ઈન કરે.

હવે પેજ ખુલ્યા પછી ક્વિક લિંક્સ સેક્શનમાં જવું અને લીંક આધાર પર ક્લિક કરવું.

હવે તમારી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખૂલી હશે. જ્યાં પાન, આધાર અને મોબાઈલ નંબર નાંખો

તે પછી I Validate my Aadhaar Details ના ઓપ્શનને પસંદ કરો.

આમ કર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ(ઓટીપી) મળશે

ઓટીપી ભર્યા પછી તેમાં દેખાતા Validate પર ક્લિક કરે.

આ પુરી પ્રોસેસ કર્યા પછી તમારુ પાન-આધાર લિંક થઈ જશે.

You will also like

Leave a Comment