પાલનપુર- Ambaji Temple ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતાં કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.(Ambaji Temple mobile app launched)
એપ દ્વારા સેવાનો લાભ લઈ શકાશે
આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.
તમામ સેવાઓ ડિજિટલ બની
આ મોબાઈલ એપ્લિકેશન માઇભકત દ્વારા નિશુલ્ક બનાવવામાં આવી છે. જેમાં યાત્રિકો માટે(Ambaji Temple) દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઇન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થશે.
ગુડ ગવર્નન્સ
ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા(Ambaji Temple) દર વર્ષે અંદાજે 1 કરોડ 20 લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે, ત્યારે આ નવી ટેકનોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર દ્વારા વહીવટમાં વધુ ગુડ ગવર્નન્સ અને સુગમતા આવશે.
શ્રી વીસા યંત્રની પૂજા
અંબાજી મંદિર(Ambaji Temple) ભારતના સૌથી મહત્વપૂર્ણ શક્તિપીઠોમાંનું એક છે. તે ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીક બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. આ મંદિર મા અંબા, જેને આરાસુરી અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી સતીનું હૃદય અહીં પડ્યું હતું, જેના કારણે તે એક પવિત્ર શક્તિપીઠ બન્યું છે. ઘણા મંદિરોથી વિપરીત, ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી, તેના બદલે, એક પવિત્ર શ્રી વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે.
અંબાજી શક્તિપીઠ
મા અંબાજીના દર્શન કરવા માટે દરરોજ હજારો ભક્તો મંદિરમાં આવે છેે. ભાદરવી પૂનમના તહેવાર દરમિયાન અંબાજી મંદિરે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. શ્રદ્ધાળુઓ ઘણીવાર ભક્તિના સંકેત તરીકે મંદિરમાં ખુલ્લા પગે ચાલીને દર્શન કરવા આવે છે. અંબાજી નજીક ગબ્બર ટેકરી દેવીનું મૂળ સ્થાન માનવામાં આવે છે. અંબાજી મંદિર(Ambaji Temple) ભારતમાં શક્તિપીઠ ભક્તો માટે સૌથી પ્રખ્યાત તીર્થસ્થળોમાંનું એક છે.
આ પણ વાંચો….
Shukra Guru Drishti Yog: 18 માર્ચે શુક્ર ગુરુનો દ્રષ્ટિ યોગ ચાર રાશિઓને ધનની ઈચ્છાને પુરી કરશે