નવી દિલ્હી- Budget 2026 નાણાંપ્રધાન નિર્મલા સીતારમન 01 ફેબ્રુઆરીએ યુનિયન બજેટ(Union Budget 2026) રજૂ કરશે. જેમાં કરદાતાઓને મોટી આશા છે કે આ બજેટમાં નાણાંપ્રધાન મોટી ભેટ આપશે. આ બજેટમાં શું રાહત આપશે? શું ટેક્સ રીફોર્મ્સ થશે? કરવેરાના નિયમોને સરળ બનાવશે? ટેક્સ સ્લેબમાં ફેરફાર થશે? ટેક્સ સાથે જોડાયેલા વિવાદો માટે સેટલમેન્ટના ઉપાયો આવશે ખરા?
જૂઓ વીડિયો….
નાણાંપ્રધાનનું ફોક્સ
કરદાતાની નજર હવે(Budget 2026) કેન્દ્રીય બજેટ 2026 પર મંડાઈ છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમન(Finance Minister Nirmala Sitharaman) 01 ફેબ્રુઆરીને રવિવારે સવારે બજેટ રજૂ કરશે. નાણાંપ્રધાનનું ફોક્સ ટેક્સના નિયમોને વધુ સરળ બનાવવા પર રહ્યું છે. તેમણે યુનિયન બજેટ 2020માં મોટા ટેક્સ રીફોર્મ્સની(Tax Reforms) જાહેરાત કરી હતી. તેમણે કરદાતાને ટેક્સના નવા રીજીમનો વિકલ્પ આપ્યો હતો. સરકારે નવા રીજીની શરૂઆત એવા કરદાતા માટે કરી હતી કે જેઓ ડિડકશન્સ અને એક્ઝમ્પ્સનનો લાભ લઈ શકતા નથી. નવા ટેક્સ રીજીમને વધુ આકર્ષક બનાવવા નાણાંપ્રધાન સતત પ્રયત્નશીલ રહ્યા છે.
12 લાખની આવક ટેક્સ ફ્રી
યુનિયન બજેટ 2025માં નાણાંપ્રધાને(Finance Minister Nirmala Sitharaman) વાર્ષિક 12 લાખની આવકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તેને મોટા ટેક્સ રીફોર્મ્સના રૂપમાં જોવામાં આવ્યું છે. સરકારની વાહવાહ થઈ અને નાણાંપ્રધાનની જાહેરાતને પગારદારોએ વધાવી લીધી હતી. અને પગારદારો ખૂબ જ ખૂશ થયા હતા. તેમણે ટેક્સ સ્લેબમાં(Tax Slabs) પણ ફેરફાર કર્યા હતા. બેસિક એક્ઝમ્પ્શન લીમીટ વધારીને 4 લાખ કરી હતી. આ તમામ જાહેરાત આવકવેરાની નવી રીજીમ માટે હતી. નવી રીજીમમાં સ્ટાર્ડન્ડ ડીડક્શન લીમીટ 2024માં વધારીને 75,000 કરી હતી. સ્ટાર્ન્ડન્ટ ડિડક્શનનો ફાયદો ફક્ત નોકરીવાળાને મળતો હતો.
ઈન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થઈ શકે છે
જાણકારોના કહેવા પ્રમાણે આ વર્ષે આવકવેરાનો નવો કાયદો લાગુ થશે. (Budget 2026) ઈન્કમટેક્સ એક્ટ 2025(Income Tax Act) આ વર્ષે પહેલી એપ્રિલ, 2026ના રોજ લાગુ થવાની ધારણા છે. તે ખૂબ જૂના ઈન્કમટેક્સ એક્ટ 1961ની જગ્યા લેશે. જાણવા મળ્યા મુજબ ઈન્કમ ટેક્સ કાયદા કોઈ ઝાઝો ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા એક્ટમાં ભાષાને વધુ સરળ કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ના નિયમોની ભાષા ખૂબ જ જટિલ છે, જે સામાન્ય માનવીને સમજવી ખૂબ અઘરી હતી.
Top Trending News
Budget 2026: કેન્દ્રીય બજેટ કેવી રીતે તૈયાર થાય છે, જાણો સમગ્ર પ્રક્રિયા
આઈટી રીફંડને પણ વધુ ઝડપી બનાવશે!
નાણાંપ્રધાન નિર્મલા સીતારમનનું(Finance Minister Nirmala Sitharaman) ફોક્સ આ વખતના(Budget 2026) બજેટમાં ઈન્કમ ટેક્સ એડમિનિસ્ટ્રેશનને યુઝર ફ્રેન્ડલી બનાવવા પર થઈ શકે છે. તેઓ રીટર્ન પ્રોસેસિંગને વધુ ઝડપી બનાવી શકે છે. આઈટી રીફંડને પણ વધુ ઝડપી કરવાની દિશામાં પગલા લઈ શકે છે. ટેક્સ સાથે જોડાયેલા વિવાદોના સેટલમેન્ટ માટેના ઉપાયોની જાહેરાત કરી શકે છે. તેનાથી કમ્લાયન્સ વધશે. કમ્લાયન્સ વધવાથી સરકારની રેવન્યૂ વધશે. ટેક્સ સાથે જોડાયેલા મામલામાં ખૂબ મોટા પૈસા ફસાયેલા છે. જો આવા મામલાનું સેટલમેન્ટની સ્કીમ જાહેર થાય તો તેનાથી સરકાર અને કરદાતા બન્નેને ફાયદો થશે.
ટેક્સની ઓલ્ડ રીજીમ બંધ કરશે?
એવી આશા છે કે નાણાંપ્રધાન આ(Budget 2026) બજેટમાં ટેક્સની ઓલ્ડ રીજીમને બંધ કરી શકે છે. અને નવી ટેક્સ રીજીમમાં કેટલાક સ્ટાર્ન્ડડ ડીડક્સન શરૂ કરવા જોઈએ. સરકારે ઓછામાં ઓછા ત્રણ અતિમહત્ત્વના ડીડક્શન કરદાતાને આપવા જોઈએ. જેમ કે ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ, હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલીસી અને હોમ લોનના વ્યાજની રકમ ડીડક્શન આપવું જોઈએ. જો આમ થશે તો ટેક્સની નવી રીજીમ વધુ આકર્ષક બનશે.