Budget 2026: કેન્દ્રીય બજેટ કેવી રીતે તૈયાર થાય છે, જાણો સમગ્ર પ્રક્રિયા

by Investing A2Z
Budget 2026

નવી દિલ્હી- Budget 2026 કેન્દ્રિય બજેટ રજૂ કરવાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રની શરૂઆત 28 જાન્યુઆરી, 2026ના રોજ થશે. તે દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સંસદના બન્ને સદનોને સંયુક્ત સંબોધન કરશે. 29 જાન્યુઆરીએ આર્થિક સર્વે રજૂ થશે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીને રવિવારે બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમન સતત નવમી વખત બજેટ રજૂ કરશે.(How is the Union Budget prepared)

Budget 2026 કેવી રીતે તૈયાર થાય છે? જાણવા જૂઓ વીડિયો….

Budget 2026 માં શું હોય છે?

ભારતમાં(Budget 2026) કેન્દ્રીય બજેટ સરકારની આવક અને ખર્ચનો હિસાબ હોતો નથી. કેન્દ્રીય બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે સરકારનું આયોજન હોય છે. જેમાં ઈકોનોમિક ગ્રોથ વધારવાના ઉપાયો, આર્થિક રીતે નબળા વર્ગોની સહાય કરવી, અર્થતંત્રમાં કંઝમ્પશન વધારવાના ઉપાય, રોજગાર કેમ વધે તેનું પ્લાનિંગ, તેમજ દરેક ક્ષેત્રમાં બજેટના રૂપિયાની ફાળવણી, નવી યોજનાઓ, રૂપિયો કયાથી આવશે, અને કયા જશે, ફિસ્કલ ડેફિસીટ કેટલી રહેશે, કરવેરાના માળખામાં સુધારા વિગેરે બાબતોનો સમાવેશ બજેટમાં થાય છે.

ફંડ એલોકેશન કેવી રીતે થાય છે?

કેન્દ્રીય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા અંદાજે ત્રણ મહિના પહેલા થઈ જાય છે. નાણા મંત્રાલય હેઠળ આવતાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સના બજેટ ડિવિઝન તેની આગેવાની લે છે. તે સરકારના અલગઅલગ મંત્રાલયો પાસેથી આગામી નાણાકીય વર્ષ માટે તેમના પ્લાનિંગ અને ખર્ચ માટે પુછે છે. ત્યાર પછી પ્લાન પર વિચાર કરીને પછી અલગઅલગ મંત્રાલયો માટે બજેટ એલોકેશન નક્કી કરવામાં આવે છે.

કોના અભિપ્રાય લેવાય છે?

સરકાર(Budget 2026) કેન્દ્રીય બજેટ તૈયાર કરે તે પહેલા સામાન્ય માનવી, અલગઅલગ ઈન્ડ્સ્ટ્રીઝના પ્રતિનિધિઓ, અર્થશાસ્ત્રીઓ, ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ, ખેડૂતોના પ્રતિનિધિઓ, બેંકરો, ચેમ્બરના પ્રમુખો પાસેથી અભિપ્રાય મેળવાય છે. સીઆઈઆઈ, એસોચેમ, ફિક્કી જેવા અગ્રણી ઉદ્યોગ ચેમ્બર નાણા મંત્રાલયને પોતાની આશા અને અપેક્ષા જણાવે છે. સરકાર કરદાતાને રાહત આપવા તેમજ મોંઘવારી પર કાબૂ રાખવાના ઉપાયોની જાહેરાત બજેટમાં કરવામાં આવે છે.

Top Trending News

Stock Market India: બે તરફી વધઘટે શેરબજારમાં નરમાઈ, બે મોટા સમાચાર આવશે

વડાપ્રધાનનો રોલ

બજેટની રૂપરેખા તૈયાર થઈ જાય પછી નાણાંપ્રધાન તે સમગ્ર માહિતી વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવે છે. વડાપ્રધાનની મંજૂરી પછી કેન્દ્રીય બજેટને(Budget 2026) ફાઈનલ ગણવામાં આવે છે.

સરકારનું ફોક્સ

વીતેલા કેટલાક વર્ષોમાં બજેટમાં સરકારે અર્થતંત્રનો ગ્રોથ વધે, ફિસ્કલ ડેફિસીટ ઘટાડવા, ખેડૂતોની આવકમાં વધારો, સ્ટાર્ટઅપને વધારવા, યુવાનોના કૌશલ વિકાસ અને રોજગારની તકો વધે તેના પર ફોક્સ રહ્યું છે. આ વખતે પણ સરકારનું ફોક્સ આ ક્ષેત્રો પર જ રહેશે, તેવી ધારણા છે. દર વર્ષે બજેટ લોકસભામાં 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ થાય છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમન(Budget 2026) બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી લે છે.

You will also like

Leave a Comment