અમદાવાદ- Budget 2026 નાણાંપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીને રવિવારે બજેટ 2026 રજૂ કરશે. આ બજેટમાં(Budget 2026) શેરબજારની પણ કેટલીક આશા અને અપેક્ષાઓ છે. જો આ આશા અને અપેક્ષા પૂર્ણ થાય તો શેરબજારમાં તેજી થઈ શકે તેમ છે. પહેલી ફેબ્રુઆરીને રવિવારે બીએસઈ અને એનએઅસઈ ટ્રેડિંગ માટે ચાલુ રહેશે. હવે શેરબજારની નજર બજેટ 2026 પર મંડાયેલી છે. આ બજેટમાં શેરબજારની શું છે આશા અને અપેક્ષા.(Stock market expectations for Budget 2026)
જૂઓ વીડિયો….
શેરબજાર સતત તૂટી રહ્યું છે
બજેટ 2026નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.(Budget 2026) શેરબજારમાં 2025માં આવેલી તેજીએ અને આઈપીઓ માર્કેટમાં આવેલી તેજીએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે. પણ છેલ્લા એક મહિનાથી શેરબજાર(Stock Market India) સતત તૂટી રહ્યું છે. જીઓ પોલિટિકલ ટેન્શન, અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ નહી, યુએસના ટ્રમ્પનો ભારત પર 50 ટકા ટેરિફ, છેલ્લા સાત મહિનાથી સતત એફઆઈઆઈ નેટ સેલર… આ બધા કારણોને પગલે શેરબજાર ઘટી રહ્યું છે.
નવી તેજીનો સુર્યોદય
આ સંજોગોમાં શેરબજારની(Stock Market India) કેટલીક આશા અને અપેક્ષા છે, જો તે પ્રમાણે(Budget 2026) બજેટ આવે તો શેરબજારમાં ફરીથી નવી તેજીનો સુર્યોદય થઈ શકે છે. તો આવો જાણીયે કે શેરબજારની(Share Market India) શું છે આશા અને અપેક્ષા.
શેરબજારની આશા અને અપેક્ષા
(1) જીડીપી ગ્રોથનું(GDP Growth) 7-7.5 ટકાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું અને ફુગાવાનો દર 2 ટકાની નીચે રહે તે માટેના લક્ષ્યને ધ્યાનમાં રાખીને બજેટ 2026 તૈયાર કરવું જોઈએ.
(2) ડીફેન્સ, એઆઈ, ઈલેક્ટ્રોનિક્સ, ગ્રીન એનર્જિ, ન્યૂક્લિયર એનર્જિ પર ફોક્સ વધારીને પીએલઆઈ સ્કીમ દ્વારા તેને પ્રોત્સાહન આપવું જોઈએ. આ સેકટરમાં એફડીઆઈ વધે તેવા પ્રોત્સાહનો આપવા જોઈએ.
(3) એઆઈ(AI) અને સેમીકન્ડક્ટર(Semiconductor) જેવા ઉભરતાં ન્યૂ ઈનોવેશન માટે નવા ઈન્સેટિવની જાહેરાત કરવી જોઈએ. જેનાથી દેશ એક મેન્યુફેકચરિંગ હબ બનવા પર ભાર મુકવો જોઈએ.
(4) જીડીપીની સામે દેવું(ડેબ્ટ) જે હાલ અંદાજે 81 ટકાની રેન્જમાં છે તેને નાણાકીય વર્ષ 2031 સુધી ઘટાડીને 50 ટકા લાવવા માટેની દરખાસ્ત અને તે લક્ષ્ય સાથે કામ કરવું જોઈએ.
(5) રાજકોષીય ખાદ્યને જીડીપીના 4.4 ટકા સુધી લાવવા માટેનું લક્ષ્ય હોવું જોઈએ, અને બજેટમાં તેના ઉપાયો લેવા જોઈએ.(Fiscal deficit)
(6) ડીફેન્સ સેકટરને હજી વધુ આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરવા માટે બજેટ 2026માં ડીફેન્સ એલોકેશનમાં 10થી 15 ટકાનો વધારો કરવો જોઈએ.
(7) એમએસએમઈ સેકટર(MSME) માટે ખાસ ટેક્સ ક્રેડિટ અને વધારાના ઈન્સેટિવની જાહેરાત કરવી જોઈએ.
(8) આયાત નિકાસ નીતિને(Export Import Policy) વધુ સરળ બનાવવા પગલા લેવા જોઈએ. નિકાસ વધે તે માટે સરકાર તરફથી ખાસ ઈન્સેટિવની જાહેરાત થાય તો દેશની નિકાસ વધશે.
(9) છેલ્લા સાત મહિનાથી શેરબજારમાં એફઆઈઆઈ નેટ સેલર(FII Net Seller) રહી છે. અને ડૉલર સાામે રૂપિયો સતત તૂટીને 91.97 ઑલ ટાઈમ લો પર પહોંચી ગયો છે. બજેટ 2026માં એવી જોગવાઈ કરવી જોઈએ કે વિદેશી રોકાણ ભારત તરફ વધુ આકર્ષાય અને એફઆઈઆઈ ફરીથી પાછી ભારતીય શેરબજારમાં રોકાણ કરવા આવે. તેવી જોગવાઈ કરવી જોઈએ. તેમજ રૂપિયો વધુ તૂટી નહી તેવા પગલા લેવા માટેનું યોગ્ય પ્લાનિંગ આરબીઆઈ સાથે મળીને કરવું જોઈએ.
(10) રીયલ્ટી અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં ખર્ચ વધુ વધે તે માટે નવા પ્રોત્સાહન અને બજેટ એલોકેશન વધારવું જોઈએ.
(11) કરવેરાના માળખાને વધુ સરળ કરવા માટેના પગલા લેવા જોઈએ. તેમજ ન્યૂ ઈન્કમટેક્સ કોડ 2025 પહેલી એપ્રિલ, 2026થી લાગુ થઈ રહ્યો છે, જેમાં હજી વધુ સુધારા કરીને સરળ બનાવવાની દિશામાં ટેક્સ એક્સપર્ટના સૂચનો મેળવવા જોઈએ.
(12) કેપિટલ ગેઈન ટેક્સમાં(Capital Gain Tax) ઘટાડો કરવો જોઈએ. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ(STCGT) 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવો જોઈએ. જેથી Budget 2026 માં શોર્ટ ટર્મમાં રોકાણને પ્રોત્સાહન મળશે.
(13) ટ્રમ્પના 50 ટકા ટેરિફ(Trump Tariffs) સાથે ભારતીય ઉદ્યોગોની નિકાસ ઠપ થઈ ગઈ છે, આવા ઉદ્યોગોને ઓળખીને તેમને ટેક્સમાં રાહત આપવી જોઈએ, અથવા નવો વિકલ્પ આપવાની દિશામાં વિચાર કરવો જોઈએ.
(14) કોર્પોરેટ ટેક્સ(Corporate Tax) હાલના 25-30 ટકાથી ઘટાડવો જોઈએ અને તેના પર સરચાર્જમાં પણ ઘટાડો કરવો જોઈએ. તો કોર્પોરેટ સેકટરને વધુ પ્રોત્સાહન મળશે અને વિદેશી રોકાણમાં વૃદ્ધિ થશે.
(15) છેલ્લે ઈક્વિટી માર્કેટને પ્રોત્સાહન મળે તેવા અને રોકાણકારો વધુ રોકાણ તરફ વળે તેવા પગલા લેવા જોઈએ. જેમ કે એસટીટીમાં(STT) ઘટાડો કરવો જોઈએ.
Top Trending Video News
Budget 2026: ઓપરેશન સિંદૂર પછીના બજેટમાં ડીફેન્સ સેકટર માટે મોટી જાહેરાત થશે?
બજેટ શેરબજારને નવી દિશા આપશે
નાણાંપ્રધાન નિર્મલા સીતારમન સામે અનેક પડકારો છે. તેની વચ્ચે બજેટ 2026 રજૂ કરી રહ્યા છે. જોઈએ(Budget 2026) બજેટ 2026ની બેગમાં શું નીકળે છે. અને ખાસ કરીને શેરબજાર બજેટની વધુ રાહ જોઈ રહ્યો છે. બજેટ 2026 શેરબજારની દિશા નક્કી કરનારું સાબિત થશે.