Budget 2026 LIVE: નાણાંપ્રધાન નિર્મલા સીતારમનનું રીફોર્મ એક્સપ્રેસ બજેટ

by Gujarati biz news
Budget 2026

અમદાવાદ- Budget 2026 Live નાણાંપ્રધાન નિર્મલા સીતારમને બજેટ 2026 રજૂ કર્યું છે.

સિક્યોરિટી ટ્રાન્ઝક્શન ટેક્સ(એસટીટી)- ફ્યુચર્સ પર STT 0.02 ટકાથી વધારીને 0.05 ટકા, ઓપ્શન્સ પ્રીમિયમ એસટીટી 0.15 ટકા કરવામાં આવ્યો છે. બજેટ ભાષણ મુજબ, ફ્યુચર્સ પર STT 0.02 ટકાથી વધારીને 0.05 ટકા કરવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત, ઓપ્શન્સ પ્રીમિયમ અને ઓપ્શન્સ એક્સરસાઇઝ પર STT વધારીને 0.15 ટકા કરવામાં આવ્યો છે. પ્રીમિયમ પર હાલનો STT 0.10 ટકા છે અને ઓપ્શન્સ એક્સરસાઇઝ પર 0.125 ટકા છે.

જૂઓ વીડિયો….

મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ દ્વારા વ્યક્તિઓને આપવામાં આવતા વ્યાજને આવકવેરા અને TDSમાંથી મુક્તિ આપવામાં આવશે. નવો આવકવેરા કાયદો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે.

કસ્ટમ ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવી છે. 17 કેન્સર વિરોધી દવાઓ અને 7 અન્ય દુર્લભ રોગોની દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.

વિદેશ યાત્રા પેકેજો હવે સસ્તા થશે. વિદેશી યાત્રા કાર્યક્રમ પેકેજોના વેચાણ પર TCS દર 5 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવશે.

કોઈપણ રકમની જરૂરિયાત વિના. તેવી જ રીતે, શિક્ષણ અને તબીબી હેતુઓ માટે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) પર TCS દર 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવશે.

બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં રાહતના અનેક પગલાંની જાહેરાત કરી છે. સત્તર કેન્સર વિરોધી દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે, જેનાથી દવાઓ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ થશે.

SEZ માં ઉત્પાદિત માલની નિકાસ પર વેચાણ મર્યાદાને આધીન ઘટાડો ડ્યુટી લાગુ કરવામાં આવશે. વ્યક્તિગત ઉપયોગ માટે ગણવામાં આવતી વસ્તુઓ પરની ડ્યુટી 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવશે.

સરકારે SEZ ઉત્પાદન એકમોને સ્થાનિક બજારમાં માલ વેચવાનો વિકલ્પ પણ પૂરો પાડ્યો છે. સંરક્ષણ ક્ષેત્રમાં વિમાન સમારકામ માટેના કાચા માલને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે અને નાગરિક તાલીમ વિમાન માટેના ભાગોને પણ BCDમાંથી મુક્તિ આપવામાં આવશે. કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીની ગણતરીમાં બાયોગેસ-બ્લેન્ડેડ CNGનું મૂલ્ય શામેલ કરવામાં આવશે નહીં.

વધુમાં, ઉદ્યોગોને ઉત્પાદન અને નિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ ખનિજો માટે મૂડી માલ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.

ભારતના ડેટા સેન્ટરોમાંથી ક્લાઉડ સેવાઓ માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત કરવામાં આવી છે. ટોલ ઉત્પાદકોને મૂડી માલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. પાંચ વર્ષથી ભારતમાં રહેતાં વિદેશીઓની બિન-ભારતીય આવક કરમુક્ત રહેશે અને NRI ને MATમાંથી મુક્તિ આપવામાં આવશે.

અમુક ભારતીય બનાવટની વસ્તુઓ પર કસ્ટમ્સ છૂટ દૂર કરવામાં આવશે. 30 માર્ચ સુધી આગળ લાવવામાં આવેલ MAT ક્રેડિટ સેટ-ઓફ માટે ઉપલબ્ધ રહેશે અને કસ્ટમ્સ ડ્યુટી માળખાને સરળ બનાવવાનો હેતુ છે.

ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકોને 2 ટકા નફા માર્જિન સુરક્ષિત હાર્બર મળશે અને ડેટા સેન્ટર કંપનીઓને 15 ટકા સલામત હાર્બર લાગુ પડશે.

IT સેવાઓ માટે એડવાન્સ ટેક્સ ચુકાદાની પ્રક્રિયા બે વર્ષ સુધી ઝડપી બનાવવામાં આવશે.

12.30 કલાકેઃ બીએસઈ સેન્સેક્સ 1640 પોઈન્ટ તૂટ્યો અને એનએસઈ નિફ્ટી 529 પોઈન્ટ ગબડ્યો

12.27 કલાકે બીએસઈ સેન્સેક્સ 925 પોઈન્ટ તૂટી 81,344 પર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઈ નિફ્ટી 313 પોઈન્ટ તૂટી 25,007 પર ટ્રેડ કરી રહ્યો છે.

બજેટમાં મધ્યમવર્ગ અને નોકરી કરતાં લોકો માટે એક આનંદના સમાચાર છે. તેઓ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખમાં કોઈ ફેરફાર કરાયો નથી. આઈટીઆર-1 અને આઈટીઆર-2 આ ફોર્મ ભરનાર વ્યક્તિઓ માટે હવે ડેડલાઈન 31 જુલાઈ રહેશે. જેનાથી ટેક્સપેયર્સને પોતાનું રિટર્ન ફાઈલ કરવા માટે યોગ્ય સમય મળી રહશે.

વિદેશી સંપત્તિ માટે 6 મહિનાની ફોરેન એસેટ ડિસ્કલોઝર યોજના

સરકારે એવા લોકો માટે એક વિશેષ 6 મહિના માટે વિન્ડો ખોલી છે, જેમણે વિદેશી સંપત્તિ છે, પણ તેની અત્યાર સુધી જાહેરાત કરી નથી. તેનો હેતું ટેક્સપેયર્સ કોઈપણ ભારી દંડ કે કાયદાકીય કાર્યવાહીના ડરથી પોતાની વિદેશી સંપત્તિ અને આવકની સ્વૈચ્છાથી જાહેરાત કરતા નથી. તેમના માટે આ આખરી તક છે. તેના પછી બ્લેક મની એક્ટ લાગુ થશે અને કડક કાર્યવાહી કરાશે.

સરકારે 16માં નાણાકીય આયોગની ભલામણોનો સ્વીકાર કર્યો છે. જેમાં રાજ્યોને મળનાર હિસ્સાને 41 ટકા સુધી રાખવાનો નિર્ણય લેવાયો છે. નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યો માટે 1.4 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

દેશનું દેવું ઘટાડવામાં સફળતા મળી છે. દેવું અને જીડીપીનો રેશિયો આ વર્ષે ઘટી 55.6 ટકા રહેવાનું અનુમાન છે. જે વીતેલા વર્ષમાં 56.1 ટકા હતી. જે રોકાણકારો અને વૈશ્વિક બજારમાં ભારતની શાખમાં વધારો કરનાર છે.સ

ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાતઃ ખેતીમાં વિવિધતા લાવવા માટે, ઉત્પાદકતા વધે અને ખેડૂતોની આવક વધે તે માટે સરકાર તટીય વિસ્તારોમાં નારિયેળ, કાજૂ અને કોકો જેવી વિવિધ મુલ્યવાળા પાકને પ્રોત્સાહન અપાશે. તે ઉપરાંત અખરોટ, પાઈન નટ્સ જેવા મેવાની ખેતીને સમર્થન અપાશે.

મત્સ્ય પાલન ક્ષેત્રમાં સરકાર 500 જળાશયો અને અન્ય તળાવોને વિકાસની સાથે જોડવાની પહેલ કરાશે.

સ્ટાર્ટઅપ, મહિલા નેતૃત્વવાળા સમુહો અને માછીમાર ઉત્પાદન સંગઠનની સાથે બજારને જોડાશે.

12.05 કલાકે બીએસઈ સેન્સેક્સ 45 પોઈન્ટ માઈનસ 82,224 પર ટ્રેડ કરી રહ્યો છે.

નવો ઈન્કમટેક્સ એક્ટ 2025 પહેલી એપ્રિલથી લાગુ થશે

સરકાર નાણાકીય વર્ષ 2026-27 માટે ફિસ્કલ ડેફિસિટનું લક્ષ્ય 4.3 ટકા નક્કી કર્યું છે.

નાણાકીય વર્ષ 2022માં રાજકોષિય ખાદ્યને 4.5 ટકાની નીચે લાવવાનો વાયદો કર્યો હતો. જેમાં સરકારને સફળતા મળી છે. વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં રાજકોષિય ખાદ્ય 4.4 ટકા રહેવાનું અનુમાન છે.

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કશ્મીરમાં માઉન્ટન ટ્રેન ચલાવાશે

દિવ્યાંગ જન કૌશલ યોજનાની જાહેરાત કરું છું. દિવ્યાંગ સહારા યોજનાની પણ જાહેરાત કરું છું. તે અનુસાર એસિસ્ટિવ ડિવાસીસના મેન્યુફેકચરિંગ પર ફોક્સ રહેશે.

પૂર્વોતર રાજ્યોના વિકાસ માટે 5 રાજ્યોમાં 5000 નવી ઈ બસ ચલાવાશે. અરૂણાચલ, મિઝોરમ, ત્રિપુરામાં બુદ્ધ સર્કિટનો વિકાસ થશે.

એબીજીસી સેક્ટરમાં 20 લાખ પ્રોફેસનલ્સ કામ કરશે

ઈન્ડિયન ઈન્સ્ટીયુટ ઓફ ક્રિએટિવ સેન્ટર મુંબઈમાં બનશે.

ન્યૂ નેશનલ ઈન્સ્ટીયુટ ઓફ ડિઝાઈન પૂર્વ ભારતમાં બનશે

દરેક જિલ્લામાં દીકરીઓ માટે ગલ્સ હોસ્ટેલ બનશે

નેશનલ ઈન્સ્ટીયુટ ઓફ હોસ્પિટાલીટી બનશે

નેશનલ ડેસ્ટિનેશન ડિજિટલ ગ્રિડ બનશે

ખેડૂતોની આવક વધારાશે, અને હવે નાના ખેડૂકો પર વધુ ફોક્સ રહેશે.

દિવ્યાંગ લોકોની આવક વધારવા માટેના ઉપાય કરાશે.

પૂર્વોત્તર રાજ્યોના વિકાસ પર ફોક્સ રહેશે.

દેશમાં આર્યુવૈદનો પ્રચાર પ્રસાર થાય અને તેનો ઉપયોગ વધે તે માટે આર્યુવૈદ માટે ત્રણ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીયુટ્સ બનશે. તે ઉપરાંત ગુજરાતના જામનગરમાં એક રિસર્ચ સેન્ટર બનાવાશે.

નાણાંપ્રધાને લોન લીંક્ડ કેપિટલ સપોર્ટ સ્કીમની જાહેરાત કરી છે.

દેશમાં હેલ્થ પ્રમોશન માટે હાલની ઈન્સ્ટીયુટ્સ અપગ્રેડ થશે. સાતે 1.5 કેયર ગિયર્સને ટ્રેનિંગ અપાશે. જે ઉપરાંત 5 રીજનલ મેડિકલ હબ બનાવાશે. આવા હબ દેશમાં મોટાપાયે રોજગારીની તક આપશે.

11.45 કલાકે બીએસઈ સેન્સેક્સ 4 પોઈન્ટ ઘટી 82,265 પર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઈ નિફ્ટી 25 પોઈન્ટ માઈનસ 25,295 પર ટ્રેડ કરી રહ્યો છે.

અમારુ 2 થી 3 શહરોમાં અને મંદિરોવાળા શહેરો પર ફોક્સ રહેશે. જેના માટે 5000 કરોડનું એલોકેશન કરાયું છે. તે ઉપરાંત 7 હાઈસ્પીડ રેલ કોરિડોર પણ બનાવાશે.

સરકાર મૂડીખર્ચ  પેટે 12.2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરશે

ન્યૂ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની જાહેરાત થશે

કલિંગાનગરમાં ઈન્ડસ્ટ્રીયલ સેન્ટર બનશે

કોસ્ટલ કાર્ગો પ્રમોશન સ્કીમ શરૂ કરાશે

સી પ્લેનને દેશમાં બનાવવાની યોજના લાવવમાં આવશે

હાઈ પાવર્ડ કમેટિ બનશે, જે વિકસિત ભારત માટે સુચન કરશે જે ગ્લોબલ સર્વિસીઝમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે.

પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને આરઈસીનું રીસ્ટ્રકચરિંગ થશે. કોર્પોરેટ બોન્ડ માર્કેટ ટોટલ રીટર્ન સ્વૈપની શરૂઆત થશે.

મ્યુનિસિપલ બોન્ડ માટે 100 કરોડની યોજના લાવીશુ

ઈન્ડિયન બેંકિંગ સીસ્ટમની બેલેન્સશીટ મજબૂત છે. હાઈ લેવલ કમિટી ઓન બેંકિંગ કોર વિકસિત ભારત માટે બનશે.

મેડિકલમાં ખાનગી સેકટર સાથે મળીને કામ કરીશું.

એઆઈનો ઉપયોગ ખૂબ મોટાપાયે થશે. એઆઈ મિશન, કવોન્ટમ મિશન, ઈનોવેશન ફંડ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ થશે.

મોડલર કોર્સિઝ શરૂ થશે, જેમાં કોર્પોરેટ મિત્ર તૈયાર કરાશે. જે એમએસએમઈનો કમ્પ્લાયન્સ પુરા કરવામાં મદદ કરશે.

ભારતને મેડિકલ ટુરિઝમ હબ બનાવીશું

11.31 કલાકે સેન્સેક્સ 325 પોઈન્ટ વધી 82,594 પર ટ્રેડ કરી રહ્યો છે અને એનએસઈ નિફ્ટી 77 પોઈન્ટ પ્લસ 25,397 પર ટ્રેડ કરી રહ્યો છે

ક્રેડિટ ગેંરટી સપોર્ટ મેકેનિઝમ પર ક્રેડિટ ઈનવોઈસિંગની સુવિધા શરૂ થશે.

એમએસએમઈ માટે 10,000 કરોડ એમએસએમઈ ગ્રોથ ફંડ બનાવવાની દરખાસ્ત રજૂ કરી રહ્યા છીએ.

એક સેલ્ફ રિલાયન્સ ફંડ બનશે, 2000 કરોડ રૂપિયાથી આ ફંડ બનશે.

200 ઈન્ડિયન કલસ્ટર્સમાં હરિફાઈ ક્ષમતા વધે તે માટે અમે એક યોજના રજૂ કરી રહ્યા છીએ.

દેશમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.

કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે યોજના લાવવામાં આવી છે. જેના માટે 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી રહ્યા છીએ.

રેયર અર્થ મેગ્નેટ માટે 2025માં યોજના શરૂ કરી હતી. હવે આંધ્ર, તામિલનાડુ જેવા રાજ્યોમાં ડેડિક્ટેડ કોરિડોર બનાવાશે.

અમે ભારતને બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં વિકસિત ભારત બનાવવા માંગીએ છીએ. તેના માટે સરકાર 10,000 કરોડની જોગવાઈ કરી રહી છે. જેમાં 1000 એક્રિડિટેડ ક્લિનિકલ સેન્ટર બનશે.

અમે આઈએસએમ 2.0ની શરૂઆત કરી રહ્યા છીએ. તેનાથી સેમીકન્ડક્ટરને પ્રોત્સાહન મળશે.

રિફોર્મ્સ એક્સપ્રેસ આગળ વધી રહી છે. ઈકોનોમિક ગ્રોથના પ્રથમ કર્તવ્ય માટે અમે ઈન્ફ્રાસ્ટ્રકચર, સિટી ઈકોનોમિક રીજન અને મેન્યુફેક્ચરિંગને વધારવા પર ફોક્સ કરવા ઈચ્છીએ છીએ.

અમે બચતો વધારવા માંગીએ છે અન સાતે રિસ્કને મેનેજ કરવા ઈચ્છીએ છીએ. રીફોર્મ્સ એક્સપ્રેસ અમારી સરકાર રોજગાર વધારવાની સાથે ગ્રોથ માટે રિફોર્મ્સ પર ફોક્સ કર્યું છે. અત્યાર સુધીમાં અમે 350 રિફોર્મ્સ કર્યા છે.

કર્તવ્ય ભવનમાં પહેલું બજેટ બન્યું છે. બીજુ અમારુ કર્તવ્ય લોકોની અપેક્ષા પુરી કરવી અને ત્રીજુ સબકા સાથ સબકા વિકાસ કરવો છે.

11.12 કલાકે બીએસઈ સેન્સેક્સ 413 પોઈન્ટ વધી 82,683 પર ટ્રેડ કરી રહ્યો છે.

એનએસઈ નિફ્ટી 113 પોઈન્ટ વધી 25,434 પર ટ્રેડ કરી રહ્યો છે.

અમારી સરકાર ઈચ્છી રહી છે કે ગ્રોથનો ફાયદો દરેક ખેડૂત, શિડ્યુલ્ડ કાસ્ટ સહિત તમામ લેકોને મળે. જેથી અમારું આ બજેટ યુવા શક્તિ બજેટ છે.

હાઉસહોલ્ડ પર્ચેસિંગ પાવર વધારવા અને ગરીબી દૂર કરવા પર ફોક્સ કર્યું છે. જેથી આપણો ગ્રોથ સાત ટકાની ઉપર રહ્યો છે. ભારત વિકસિત ભારતની દિશા ઠોસ પગલા ભર્યા છે અન તેને ચાલુ રાખ્યા છે.

12 વર્ષથી અમારી સરકાર બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોક્સ રીફોર્મ્સ, ફિસ્કલ પ્રૂડેન્શ અને ઈન્વેસ્ટમેન્ટ પર રહી છે.

નિર્મલા સીતારમને બજેટ ભાષણની શરૂઆતમાં સંત રવિદાસ જ્યંતિની દેશવાસીઓને શુભકામના આપી

10.59 કલાકે બજેટ રજૂ થાય તે પહેલા સેન્સેક્સ 278 પોઈન્ટ પ્લસમાં છે. નિફ્ટી 62 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરી રહ્યો છે.

વિપક્ષે કહ્યું કે અમને બજેટમાં કોઈ અપેક્ષા નથી.

કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલે કહ્યું કે મને વિશ્વાસ છે કે બજેટ ખૂબ સારું હશે.

બજેટ રજૂ થાય તે પહેલા ગુડ ન્યૂઝઃ જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન 6.2 ટકા વધી 1.93 લાખ કરોડ થયું છે.

Budget 2026નાણાંપ્રધાન નિર્મલા સીતારમન નાણાંમંત્રાલયથી નીકળીને સવારે જ 9.30 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. ત્યાં તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ નાણાંપ્રધાન નિર્મલા સીતારમનનું મ્હોં મીઠુ કરાવ્યું હતું. અને બજેટ રજૂ કરવા અંતે તેમની પરવાનગી લીધી હતી.

નાણાંપ્રધાન હવે રાષ્ટ્રપતિ ભવનથી સીધા સંસદભવન જશે. ત્યાં કેબિનેટ બેઠક મળશે. અને કેબિનેટની મંજૂરી મેળવશે. હમણા સમાચાર મુજબ કેબિનટની બેઠકમાં બજેટ 2026ને મંજૂરી મળી ગઈ છે. અને હવે નાણાંંપ્રધાન 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન(Finance Minister Nirmala Sitharaman) આજે પહેલી ફેબ્રુઆરી, 2026ને રવિવારે સવારે 11 વાગ્યે બજેટ 2026(Budget 2026) રજૂ કરશે. તે સવારે કર્તવ્ય ભવન એટલે કે નાણાં મંત્રાલય પહોંચી ગયા છે. સામાન્ય માનવની આશા અને અપેક્ષા છે કે નાણાંપ્રધાન બજેટના પટારામાંથી અમને કાંઈક રાહત આપશે. ભારતના વિઝન અને વિકસિત ભારતના રોડમેપવાળું આ બજેટ દેશની દિશા નક્કી કરશે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન આજે બજેટ 2026(Budget 2026) રજૂ કરીને એક ઐતિહાસિક રેકોર્ડ પણ નોંધવાશે. આ બજેટ તેમના કાર્યકાળનું સતત નવમું બજેટ છે. તેમણે સાત પૂર્ણ બજેટ અને બે વચગાળાના બજેટ રજૂ કર્યા છે. નાણાંપ્રધારે રેકોર્ડની સાથે દેશની જનતાની નજર પણ આજના બજેટ પર મંડાયેલી છે.

બજેટ 2026 તૈયાર કરતી ટીમ

આજે રવિવારે રજૂ થનાર બજેટમાં(Budget 2026) મધ્યમવર્ગ અને નોકરીકરતાં લોકો માટે કેટલીક મોટી જાહેરાતો થવાની ધારણા છે. જેમ કે ઈન્કમટેક્સ સ્લેબમાં લોકોની આશા છે કે સ્ટાન્ડર્ડ ડિડક્સનની મર્યાદા વધારવામાં આવશે. સરકારનો ભાર નવી ટેક્સ વ્યવસ્થા પર રહશે, જેથી ન્યૂ ટેક્સ રીજીમ છે તેને વધુ આકર્ષક બનાવામાં આવશે. તેમp ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણની કિંમતોને નિયંત્રિત કરવા માટે વિશેષ પ્રસ્તાવો આવવાની ધારણા છે.

નાણાંપ્રધાન નિર્મલા સીતરમન(Finance Minister Nirmala Sitharaman) નવમું બજેટ(Budget 2026) રજૂ કરીને પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના 9 બજેટના રેકોર્ડની બરોબરી કરી લેશે. જો કે સતત બજેટ રજૂ કરવાના મામલે પહેલા તેમણે મોરારજી દેસાઈ(સતત 6 બજેટ)થી આગળ નીકળ્યા છે. ભારતના ઈતિહાસમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાના રેકોર્ડમાં મોરારજી દેસાઈનો 10 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. નિર્મલા સીતારમને આજે રવિવારે નવમું બજેટ રજૂ કરશે, જેથી તેઓ મોરારજીભાઈ દેસાના રેકોર્ડની બિલકુલ નજીક પહોંચી જશે.

સામાન્ય રીતે બજેટ વીક ડે પર એટલે કે સોમવારથી શુક્રવારે જ રજૂ થાય છે. પણ આ વખતે પહેલી ફેબ્રુઆરીને રવિવાર આવે છે, તેમ છતાં સરકારે રવિવારે જ બજેટ(Budget 2026) રજૂ કરવાનો નિર્ણય લીધો છે. 2021થી બજેટ પુરી રીતે પેપરલેસ થઈ ગયું છે. નાણાંપ્રધાન ટેબલેટ દ્વારા બજેટ વાંચે છે.

બજેટ પહેલા પારંપારિક રીતે હલવા સેરેમની થાય છે. જે હમણા જ સંપન્ન થઈ છે. જે બજેટનું છાપકામ અને ડિજિટલ લોકિંગની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે.

બજેટ 2025માં નાણાંપ્રધાન નિર્મલા સીતારમને વ્યક્તિગત આવકવેરાની મર્યાદા 12 લાખ રૂપિયા કરી દીધી હતી. એટલે કે તમે દર મહિને એક લાખ રૂપિયાની આવક હોય તો પણ તમારે એક પણ રૂપિયો ટેક્સ ચુકવવાનો આવતો નથી.

You will also like

Leave a Comment