નવી દિલ્હી- Budget 2026 દેશમાં અત્યારે કેન્દ્રીય બજેટ 2026ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને દેશને બજેટ 2026ની ચાતક નજરે રાહ જોઈને બેઠા છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમનના પટારામાંથી શું નીકળે છે. કરવેરામાં રાહત આવે છે કે પછી બોજો નાંખવામાં આવશે? મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને કેટલી રાહત મળશે? બીજુ ખાસ શું સસ્તુ થશે અને શું મોંઘુ થશે? આટલી વસ્તુ ખૂબ મહત્ત્વની હોય છે. તે સિવાય પણ ભારતીય અર્થતંત્ર કઈ દિશામાં લઈ જવું તેનો રોડ મેપ હશે. જીડીપી ગ્રોથ વધે તેવા શું પગલા લેવાય છે. બજેટ એલોકેશન શેમાં કરાય છે, આ બધી બાબતો પર પણ ફોક્સ કરાય છે.
Budget 2026 તૈયાર કરવાનું કામ પુરજોશમાં
હવે Budget 2026 આડે ગણતરીની દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજેટ તૈયાર કરતી ટીમ પુરા પુરજોશમાં કામે લાગી ગઈ છે. નાણાંપ્રધાન નિર્મલા સીતરમનની ટીમમાં કેટલાય દિગ્ગજ અને નવા ચેહરા સામેલ થયા છે. જેમાં પંકજ ચૌધરી, વી અનંત નાગેશ્વરન, અનુરાધા ઠાકુર, એમ નાગારાજૂનો સમાવેશ થયો છે. તો આવો જાણીએ નાણાંપ્રધાન નિર્મલા સીતારમનની બજેટ 2026 તૈયાર કરતી ટીમને.
Budget 2026 રજૂ કરવાનો રેકોર્ડ
નાણાંપ્રધાન નિર્મલા સીતારમન સતત 9મું બજેટ રજૂ કરશે. હાલ તે Budget 2026 ને અંતિમ રૂપ આપવા માટે જોડાઈ ગયા છે. નાણાંપ્રધાન પહેલી ફેબ્રુઆરીને સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. તેઓ મોદી 3.00 સરકારનું ત્રીજુ પૂર્ણ કક્ષાનું બજેટ આપશે. 01 ફેબ્રુઆરીએ રવિવારે રજાનો દિવસ છે, તેમ છતાં રવિવારે બજેટ રજૂ થનાર છે.
વી અનંથા નાગેશ્વરન
બજેટ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં નાણા મંત્રાલયમાં બ્યૂરોક્રેટ્સની જે અનુભવી ટીમ છે કે નાણાંપ્રધાન નિર્મલા સીતારમનની મદદ કરે છે. તેમાં વી. અનંથા નાગેશ્વરન, ચીફ ઈકોનોમીક એડ્વાઈઝર છે. તેમનો વિભાગ જરૂરી ઈનપુટ એકઠો કરે છે. જે બજેટ માટે ઓવરઓલ મેક્રોઈકોનોમીક કોન્ટેક્સ્ટને ડિઝાઈન કરે છે. તેમાં ઈકોનોમીક ગ્રોથનું અનુમાન લગાવાથી માંડીને સેકટોરલ પરફોમન્સનું એનાલિસિસ અને ગ્લોબલ રિસ્કનું એસેસમેન્ટ સામેલ હોય છે.
અનુરાધા ઠાકુર
નિર્મલા સીતારમનની ટીમમાં ઈકોનોમીક અફેયર્સ સેક્રેટરી અનુરાધા ઠાકુર પણ છે. તેઓ બજેટ ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટેની જવાબદાર બજેટ ડિવિઝનને લીડ કરે છે. ખાસ વાત એ છે કે બજેટ 2026 તેમનું પહેલું બજેટ છે. 1994ની બેચના હિમાચલ પ્રદેશ કેડરની આઈએએસ અધિકારી અનુરાધા ઠાકુરને 01 જુલાઈ, 2025ના રોજ આ વિભાગની જવાબદારી સંભાળી છે અને તેમના વિભાગનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી છે.
અરવિંદ શ્રીવાસ્તવ
રાજસ્વ સચિવ અરવિંદ શ્રીવાસ્તવ ટેક્સ સાથે જોડાયેલી દરસ્ખાતો સંબધિત મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. જે નાણાંપ્રધાનના બજેટ ભાષણનો બીજો હિસ્સો છે. તેમની ટીમ ડાયરેક્ટ ટેક્સ જેમાં ઈન્કમટેક્સ અને કોર્પોરેટ ટેક્સ તેમજ ઈનડાયરેક્ટ ટેક્સ જેમાં જીએસટી અને કસ્ટમ ડ્યૂટીને સંભાળે છે. આ રાજસ્વ સચિવના રૂપમાં તેમનું આ પહેલું Budget 2026 રહેશે.
વી. વુઅલનામ
તે ઉપરાંત વી. વુઅલનામ વ્યય સચિવ છે. તેઓ 1992ની બેતના મણિપુર કેડરના આઈએએસ છે અને તેઓ સરકારી ખર્ચ, રાજકોષીય ખાદ્યનું આયોજન કરે છે, તે ઉપરાંત સબસિડી અને ડાયરેક્ટ ટેક્સ બેનિફિટ ટ્રાન્સફર વિભાગની જવાબદારી સંભાળે છે.
Top Trending News
Budget 2026: સોના ચાંદી પર કોઈ મોટી જાહેરાત થઈ શકે છે! જૂનું સોનું બહાર આવશે…
એમ નાગરાજૂ સહિત અન્ય દિગ્ગજ
ફાઈનાન્સિયલ સર્વિસ સેક્રટરી એમ નાગરાજૂનો વિભાગ સાર્વજનિક ક્ષેત્રમાં બેંકો, વીમા કંપનીઓ અને પેન્શન પ્રણાલીઓની સાથે નાણાંકીય સ્વાસ્થ્યની દેખરેખ રાખે છે. જે સરકારના ઈકોનોમીક એજન્ડાને ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે ઉપરાંત રોકામ અને સાર્વજનિક સંપતિ પ્રંબધન વિભાગના સચિવ અરુણીશ ચાવલા, સરકારના ડીસઈન્વેસ્ટમેન્ટ અને પ્રાઈવેટાઈઝેશન રોડમેપ માટે જવાબદાર હોય છે.