અમદાવાદ- Chaitra Navratri 2026 હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. વર્ષ 2026 મા શરૂ થઈ રહેલા આ પવિત્ર પર્વ દરમિયાન ભક્તો મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવશે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, જો નવરાત્રીના દરેક દિવસે માતાજીના સ્વરૂપ મુજબ ખાસ ‘ભોગ’ અર્પણ કરવામાં આવે, તો માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.
નવરાત્રીમાં માતાજીના નવ સ્વરૂપ અને નવ પ્રસાદ યાદી
Chaitra Navratri 2026
1. પ્રથમ નોરતું: માં શૈલપુત્રી (ઘીનો ભોગ)
નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ગાયનું શુદ્ધ ઘી અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી ભક્તોને રોગમુક્તિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે.
2. બીજું નોરતું: માં બ્રહ્મચારિણી (સાકરનો ભોગ)
બીજા દિવસે તપસ્વિની મા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. તેમને સાકર કે ખાંડનો પ્રસાદ ચઢાવવાથી ઘરમાં શાંતિ જળવાય છે અને પરિવારના સભ્યોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
3. ત્રીજું નોરતું: માં ચંદ્રઘંટા (દૂધનો ભોગ)
ત્રીજા દિવસે ભક્તો મા ચંદ્રઘંટાની ઉપાસના કરે છે. માતાજીને દૂધ અથવા દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ. આનાથી માનસિક શાંતિ મળે છે અને તમામ દુઃખોનો નાશ થાય છે.
4. ચોથું નોરતું: માં કુષ્માંડા (માલપુઆનો ભોગ)
ચોથા નોરતે આદિશક્તિ મા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરવામાં આવે છે. માન્યતા છે કે આ પ્રસાદથી માતાજી પ્રસન્ન થઈને બુદ્ધિ અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો કરે છે.
5. પાંચમું નોરતું: માં સ્કંદમાતા (કેળાનો ભોગ)
કુમાર કાર્તિકેયના માતા એવા માં સ્કંદમાતાને કેળા પ્રિય છે. પાંચમા દિવસે કેળાનો ભોગ ધરાવવાથી શારીરિક સ્વાસ્થ્ય અને વેપાર-રોજગારમાં પ્રગતિ થાય છે.
6. છઠ્ઠું નોરતું: માં કાત્યાયની (મધનો ભોગ)
દેવી કાત્યાયનીની પૂજા છઠ્ઠા નોરતે કરવામાં આવે છે. આ દિવસે તેમને મધ ચઢાવવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેનાથી સાધકના વ્યક્તિત્વમાં આકર્ષણ વધે છે અને લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.
7. સાતમું નોરતું: માં કાલરાત્રિ (ગોળનો ભોગ)
નકારાત્મકતાનો નાશ કરનારા માં કાલરાત્રિને સાતમા દિવસે ગોળ અથવા ગોળની મીઠાઈનો પ્રસાદ ધરાવવો જોઈએ. આ પ્રસાદથી આકસ્મિક સંકટો અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે.
8. આઠમું નોરતું: માં મહાગૌરી (નાળિયેરનો ભોગ)
અષ્ટમીના પવિત્ર દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે. તેમને નાળિયેર અર્પણ કરવું અત્યંત શુભ છે. માન્યતા છે કે આનાથી નિઃસંતાન દંપતીઓને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને અધૂરી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
9. નવમું નોરતું: માં સિદ્ધિદાત્રી (તલ અને હલવો-પુરી)
નવરાત્રીના(Chaitra Navratri 2026) અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીને તલ અથવા હલવો-પુરીનો ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ભોગથી સાધકને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રમાં દર્શવ્યા મુજબ ભક્તિ અને શ્રદ્ધા સાથે કરાયેલું આ પૂજન ભક્તોના જીવનમાં નવો ઉમંગ અને સમૃદ્ધિ લાવે છે.(Chaitra Navratri 2026) ચૈત્ર નવરાત્રીનો આ ઉત્સવ આધ્યાત્મિક ઉર્જા મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. માતાજીની ભક્તિ કરવાથી શક્તિ પ્રાપ્ત થાય છે અને દૈવી કૃપાની વર્ષા થાય છે.
આ પણ વાંચો….