નવી દિલ્હી- ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માટે ચિંતાના સમાચાર આવ્યા છે. એપ્રિલ 2025માં દેશની આઠ કોર સેકટરનો (Core Sector Growth) વૃદ્ધિ દર ઘટીને ફક્ત 0.5 ટકા રહ્યો છે. જે પાછલા 8 મહિનાનમાં સૌથી નબળો દેખાવ રહ્યો છે. 2025માં આ વૃદ્ધિ દર 4.6 ટકા હતી.
કોર સેકટરમાં (Core Sector) કુલ 8 ક્ષેત્ર આવે છે. કોલસો, કાચુ તેલ(ક્રૂડ) પ્રાકૃત્તિક ગેસ, રિફાઈનરી ઉત્પાદન, ફર્ટિલાઈઝર, ઈસ્પાત, સીમેન્ટ અને વીજળી. આ આઠ ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક(IIP) માં 40 ટકાનું યોગદાન કરે છે.
Top Video News
https://www.gujaratibiznews.com/video-news/stock-market-declines-for-the-third-day-sensex-fell-872-points-is-it-time-to-buy-now/
આઠમાં ત્રણ કોર સેકટરમાં ઘટાડો નોંધાયો છે. ફક્ત બે જ સેકટરમાં ઝડપી વૃદ્ધિ થઈ છે. ભારતની અર્થવ્યવસ્થા હવે અગાઉની તુલનાએ ધીમી ગતિએ આગળ વધી રહી છે. કારણ કે જીઓ પોલિટિકલ ટેન્શનની અસર દેખાઈ રહી છે.
કોર સેકટર ઈન્ડેક્સમાં સૌથી વધુ વજન રાખનાર રિફાઈનરી ચીજવસ્તુઓનું ઉત્પાદન એપ્રિલમાં 4.5 ટકા ઘટ્યું હતું. માર્ચેમાં તેમાં 0.2 ટકાનો સાધારણ વધારો થયો હતો. કોર સેકટરના ગ્રોથમાં ઘટાડા માટે સૌથી મોટુ કારણ રહ્યું છે. તેમજ ફર્ટિલાઈઝરનું ઉત્પાદન પણ 4.2 ટકા ઘટ્યું છે, જે માર્ચમાં 8.8 ટકા વધ્યું હતું.
વીજળી ઉત્પાદન એપ્રિલમાં 1 ટકા વધ્યું છે, જે માર્ચમાં 7.5 ટકાના દરથી વધ્યું હતું. માંગમાં ઘટાડો અને હવામાનની અસર હોવાનું કારણ દર્શાવી રહ્યા છે.
કોલસાનું ઉત્પાદન એપ્રિલમાં 3.5 ટકા વધ્યું હતું, જે માર્ચમાં 1.6 ટકાનો ગ્રોથ હતો. પ્રાકૃત્તિક ગેસ ઉત્પાદન પણ 0.4 ટકા વધારા સાથે પોઝિટિવ હતું. જ્યારે માર્ચમાં 12.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
Top News
https://www.gujaratibiznews.com/business/why-is-there-a-huge-increase-in-women-investing-in-mutual-funds/
કાચુ તેલ એટલે કે ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં પણ ઘટાડો યથાવત રહ્યો છે. જે એપ્રિલમાં 2.8 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે માર્ચમાં તે 1.9 ટકા ઘટ્યું હતું. સ્ટીલના ઉત્પાદનનો ગ્રોથ ઘટીને 3 ટકા રહી ગઈ છે. જે માર્ચેમાં 9.3 ટકાનો ગ્રોથની સરખામણીએ ખૂબ ઓછો રહ્યો છે. સીમેન્ટનું ઉત્પાદન 6.7 ટકા રહ્યું છે, જેનો માર્ચમાં 12.2 ટકાનો ઊંચા ગ્રોથ હતો, જે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં અને બાંધકામ ક્ષેત્રમાં ઘટાડો હોવાનો નિર્દેશ કરે છે.
વીતેલા મહિને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભારતનો ગ્રોથ રેટનું (India GDP Growth) અનુમાન ઘટાડી દીધું છે. આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ(IMF)એ પણ ભારતના જીડીપીનું (GDP Growth Rate) અનુમાન 6.5 ટકાથી ઘટાડીને 6.2 ટકા કરી દીધું હતું. વર્લ્ડ બેંકે (World Bank) પણ ભારતના વિકાસ દરને ઘટાડીને 6.3 ટકા કરી દીધો છે. સરકાર જાન્યુઆરીથી માર્ચ 2025 ચોથા કવાર્ટરનો જીડીપી ગ્રોથના આંકડા 30 મેના રોજ જાહેર કરશે.