અમદાવાદ- Crude Oil Big Jump આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ અને ક્રૂડ ઓઈલમાં 26 ટકાનો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ક્રૂડ ઓઈલનો ભાવ 100 ડૉલરની અતિમહત્ત્વની સપાટી કૂદાવી ગયો છે.
બ્રેન્ટ અને ક્રૂડના લેટેસ્ટ ભાવ
બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઝડપથી ઉછળીને 119.45 ડૉલર થઈ અને હાલ સવારે 9.02 કલાકે 21.38 ડૉલર(23.38 ટકા) ઉછાળા સાથે 114.30 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ ક્રૂડ ઓઈલ વધુ ઝડપથી ઉછળીને 119.48 ડૉલર થઈ હાલ સવારે 9.04 કલાકે 23.17 ડૉલર(25.47 ટકા) ઉછળીને 113.79 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.(Crude Oil Big Jump)
ચાર વર્ષ બાદ ક્રૂડ 100 ડૉલરને પાર
છેલ્લા ચાર વર્ષમાં પહેલી વાર ક્રૂડ 100 ડૉલરને પાર ગયું છે.(Crude Oil Big Jump) મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધને કારણે ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરાઈ છે. જેથી ક્રૂડ ઓઈલના સપ્લાયમાં અને શિપમેન્ટ અટકયું છે. તેની પાછળ જ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે.
મિડલ ઈસ્ટ યુદ્ધની નેગેટિવ અસર
અમેરિકા-ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઈરાન પર હવાઈ હૂમલો કરાયો હતો. જેના જવાબમાં ઈરાને મિડલ ઈસ્ટના દેશો પર હવાઈ હૂમલા કર્યા હતા. જેથી મિડલ ઈસ્ટના 14 દેશોમાં તંગદિલી વધી છે. યુદ્ધને કારણે દુનિયાભરમાં કન્ઝ્યુમર અને બિઝનેસ કરતાં હોય તેવા તમામને મહિનાઓ સુધી ફ્યુલની કીમતોમાં થયેલ વધારાની(Crude Oil Big Jump) નેગેટિવ અસર જોવા મળશે.
ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની વકી
28 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆત થઈ હતી. ત્યારે ક્રૂડનો ભાવ 72 ડૉલર હતો. આજે ક્રૂડ 114 ડૉલર થયું છે. આમ ક્રૂડમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જેથી આગામી દિવસોમાં ભારતની ઓઈલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરે તેવી પુરી સંભાવના વ્યક્ત થઈ રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓએ ગેસના કર્મશિયલ અને રાંધણ ગેસના એલપીજીમાં ભાવમાં રૂપિયા 60નો ભાવ વધારો કર્યો હતો. હવે જ્યારે ક્રૂડના ભાવમાં આજે સોમવારે 26 ટકાનો તોતીંગ વધારો થયો છે, ત્યારે ભારતની ઓઈલ કંપનીઓને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડશે.
વિશ્વના દેશોની ઈકોનોમી પર નેેગેટિવ અસર
જાણકારોના માનવા પ્રમાણે ઈરાન સાથે અમેરિકા ઈઝરાયલ અને મિડલ ઈસ્ટ યુદ્ધ જો લાંબુ ચાલશે તો વિશ્વના દેશોની ઈકોનોમી પર નેગેટિવ અસર જોવા મળશે.(Crude Oil Big Jump) ક્રૂડના ભાવ વધ્યા છે, જેથી આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને પ્રોડક્શન કોસ્ટ વધી જશે. જેને કારણે મોંઘવારીમાં વધારો થશે. આમ થશે વ્યાજ દર ઘટતાં અટકી જશે, જેની સીધી અસર વિશ્વના દેશોની ઈકોનોમી અને જીડીપી ગ્રોથ પર નેગેટિવ અસર પડશે.