નવી દિલ્હી- Earthquake in Iran યુદ્ધ વચ્ચે ઈરાનમાં ભૂકંપના જોરદાર ઝાટકો આવ્યો છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર શનિવારે ઈરાનના તટ પર આવેલા શહેર બંદર અબ્બાસના પશ્ચિમી ક્ષેત્રમાં 4.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપના ઝટકાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો.(Israel USA Iran War 2026)
જાનહાનીના સમાચાર નથી
બંદરગાહ શહેર હોવાને કારણે સત્તાવાળાઓ સુરક્ષાના ઉપાયોની સમીક્ષા કરી રહ્યા છે.(Earthquake in Iran) પણ અત્યાર સુધી કોઈ માટી જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી.(Earthquake jolts Iran amid war 2026)
ઝાટકાએ નવી ચર્ચા જગાવી
ઈરાન અને અમેરિકા- ઈઝરાયલની વચ્ચે છેલ્લા આઠ દિવસથી સંઘર્ષ ચાલુ છે અને યુદ્ધમાં તંગદિલી વધુ ઘેરી બની છે. તેની વચ્ચે ભૂકંપના ઝટકાએ નવી ચર્ચા જન્માવી છે. વીતેલા ચાર દિવસમાં આ બીજી વાર ઈરાનમાં ઝાટકા અનુભવાયા છે. ઈઝરાયલ અમેરિકા અને ઈરાન યુદ્ધના માહોલમાં આવેલા(Earthquake in Iran) ઝાટકાને લઈને નિષ્ણાતોએ સંદેહ વ્યક્ત કર્યો છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રાકૃતિક ભૂકંપ હોઈ શકે છે. પરંતુ હાલના વાતાવરણમાં આ સંભવિત પરમાણું પરીક્ષણની જોડીને ચર્ચા ચાલી રહી છે.
વૈજ્ઞાનિક સમર્થન આપે છે કે નહી?
સામાન્ય રીતે મનાઈ રહ્યું છે કે જો ભૂમિગત પરમાણું પરીક્ષણ કર્યું હોય તો તેની ઉદભવતા ઝટકાની તીવ્રતા 4.5 રિક્ટર સ્કેલ અથવા તેનીથી વધુ હોઈ શકે છે. જોકે અત્યાર સુધી ઉપલબ્ધ આંકડા વૈજ્ઞાનિક રીતે પુરવાર કરતા નથી અને એ વાતને સમર્થન પણ મળતું નથી કે આજે શનિવારે આવેલા ઝાટકા કોઈ ન્યૂક્લિયર ટેસ્ટને કારણે આવ્યા છે.
ઈરાન પાસે યુરેનિયમનો જથ્થો
ઈરાન પહેલા અનેક વાર દાવા કરી ચુક્યું છે કે તેઓ ખૂબ ઓછા સમયમાં પરમાણું બોમ્બ બનાવવાની ક્ષમતા રાખે છે. આની વચ્ચે આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજન્સીની ફેબ્રુઆરી, 2026ની એક ગુપ્ત રીપોર્ટમાં દર્શાવ્યું હતું કે તાજેતરના સૈન્ય તંગદિલી પહેલા ઈરાન પાસે અંદાજે 440.9 કિલોગ્રામ યુરેનિયમ ઉપલબ્ધ હતો. જે 60 ટકા સુધી સમૃદ્ધ(એનરિચ્ડ) કરાયો હતો.
દસ પરમાણું હથિયાર
આ સ્તરના હથિયાર બનાવવા માટે જરૂરી 90 ટકા શુદ્ધની બિલકુલ નજીક મનાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજન્સીના આકલન અનુસાર જો આ સ્ટોકને વધુ સમૃદ્ધ કરવામાં આવે તો તેનાથી લગભગ દસ પરમાણું હથિયાર તૈયાર કરી શકાય છે.
આ પણ વાંચો….
SevaYog Bank: રૂપિયા કે બ્લડ બેંકની વાત નથી, આ અનોખી બેંક અંગે જાણો….