અમદાવાદ- EPFO Services નોકરી કરતાં લોકો માટે ઈપીએફ સાથે જોડાયેલી સેવાઓમાં ઝડપથી મોટો ફેરફાર કરવા જઈ રહી છે. પીએફ ખાતાધારકો માટે આનંદના સમાચાર છે.(Good news for PF account holders) કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO ઈપીએફઓ)ની સેવાઓને વધુ સરળ, ડિજિટલ અને સામાન્ય લોકોને અનુકૂળ બને તેવી દિશામાં ઝડપથી કામ કરી રહી છે. તેનો હેતુ એનો છે કે પીએફ ખાતા ધારકોને પોતાના પૈસા સાથે જોડાયેલા કામો માટે પીએફ ઓફિસમાં વારંવાર ધક્કા ખાવા ન પડે અને દરેક સેવા તેને એક સ્થળેથી સરળતાથી મળી શકે.
સિંગલ વિન્ડો સર્વિસ સેન્ટર
કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાના(Mansukh Mandaviya) કહેવા અનુસાર દેશભરમાં(EPFO Services) ઈપીએફઓની ઓફિસોને પાસપોર્ટ સેવા કેન્દ્રોની(Passport Service Centers) જેમ સિંગલ વિન્ડો સર્વિસ સેન્ટરના રૂપમાં વિકસિત કરાશે. આ નવી વ્યવસ્થા લાગુ થતાં પીએફ ખાતા ધારક દેશમાં કોઈપણ ઈપીએફઓ ઓફિસમાં જઈને પોતાની ફરિયાદ, કલેઈમ અથવા ખાતા સાથે જોડાયેલ કોઈપણ કામ કરાવી શકશે.
સમયમાં બચત થશે
અત્યાર સુધી લોકોને તેમના ઈપીએફ પ્રાદેશિક કાર્યાલયમાં જવું પડતું હતું કે, જ્યાં તેમનું પીએફ ખાતુ છે. જેનાથી તેમની મુશ્કેલીઓ ઉભી થતી હતી. આ સીસ્ટમમાં ફેરફાર થવાથી કર્મચારીઓનો સમય અને મહેનત બન્નેમાં બચત થશે.
પીએફના નિષ્ક્રિય ખાતા
દેશમાં એવા લાખો ઈપીએફ ખાતા છે જે લાંબા સમયથી નિષ્ક્રિય પડ્યા છે અને તેમાં જમા પૈસા ખાતા ધારકો સુધી પહોંચી શક્યા નથી. સરકાર હવે આવા ખાતાને સક્રિય કરીને મિશન મોડમાં કેવાયસી(KYC) પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. જેના માટે એક ખાસ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરાઈ રહ્યું છે. જેનાથી ખાતા ધારક અથવા તેમના પરિવારજનો સરળતાથી ઓળખ પ્રસ્થાપિત કરીને તેમની જમા રકમ મેળવી શકે.(EPFO Services) આ પગલાથી એવા પરિવારોને રાહત થશે કે જેમાં પૈસા વર્ષોથી અટકેલા છે.
Most Watched Video News
Gold Silver Market: સોના ચાંદીમાં બેકાબૂ તેજી, શું હવે ભાવ તૂટશે?
સામાજિક સુરક્ષા
સરકાર આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ કર્મચારીઓની સામાજિક સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં પગલા ભરી રહી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની(Free Trade Agreement) સાથે સામાજિક સુરક્ષાના મુદ્દાને જોડી રહ્યા છે. જેનાથી વિદેશમાં કામ કરનાર ભારતીય કર્મચારીઓના પીએફ યોગદાનને સુરક્ષિત કરી શકે.(EPFO Services) વિદેશમાં નોકરી કરીને તે પાછો ભારત આવે ત્યારે તેને પીએફમાં જમા રકમ સાથેની તમામ સુવિધાઓનો લાભ લઈ શકે. સરકારનું લક્ષ્ય માર્ચ 2026 સુધી દેશના 100 કરોડ નાગરિકોને સામાજિક સુરક્ષા હેઠળ લાવવામાં આવશે. જેનાથી દરેક વર્ગના લોકોને આર્થિક સંરક્ષણ મળી શકે.
અમદાવાદમાં આપી માહિતી
અમદાવાદના વટવામાં ઈપીએફઓની પ્રાદેશિક ઓફિસ ભવિષ્ય નિધિ ભવનના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાએ તેમના સંબોધનમાં આ સમગ્ર માહિતી આપી હતી.