નવી દિલ્હી- FTA Between India EU અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ(Tariffs) લાદી છે, અને આ તરફ ભારતે વિશ્વના બીજા દેશો પર નજર દોડાવીને ટ્રેડ ડીલ(Trade Deal) કરવા અંગેનો વિકલ્પ પસંદ કરી લીધો હતો. અમેરિકા પર આધાર રાખવાની બદલે ભારતે મુશ્કેલીમાંથી સમય કાઢીને નવો અવસર ઉભો કર્યો છે. હવે ભારત યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) કરવા માટેના મોટો સંકેત મળ્યો છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર(European Union President Ursula von der Leyen) એ આને સૌથી મોટી ડીલ ગણાવી છે.(Free trade agreement between India and EU)
દાવોસમાં ટ્રેડ ડીલનો સંકેત
વીતેલા કેટલાક મહિનાઓમાં ભારતે ઓમાનથી લઈને ન્યૂ ઝીલેન્ડ સહિત અનેક દેશો સાથે ટ્રેડ ડીલ કરી છે. હવે ભારત અને યુરોપિયન યુનિયનની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાનો છે. જે સિગ્નલ ખુલ યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેને આપ્યો છે(FTA Between India EU) અને તેને સૌથી મોટી ડીલ ગણાવી છે. તેમણે સંબોધનમાં કહ્યું છે કે દાવોસ પછી તેઓ ભારતની મુલાકાતે જશે.

દાવોસમાં વર્લ્ડ ઈકોનોમીક ફોરમના મંચ પર બોલતા યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયન એ સંકેત આપ્યો છે કે ભારત અને ઈયુ લાંબા સમયથી રોકાયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) એટલે કે એફટીએને અંતિમ સ્વરૂપ આપવાની બિલકુલ નજીક પહોંચી રહ્યા છીએ.(FTA Between India EU) ઉર્સુલા વૉન ડેરે આને લઈને પોઝિટિવ સંકેત આપ્યો છે કે આ ડીલ દુનિયાની બે સૌથી મોટા બજારોની વચ્ચે આર્થિક સંબધોને નવો આકાર આપી શકીએ છીએ.
બે અબજ લોકોનું બજાર
વૉન ડેર લેયન એ કહ્યું હતું કે હજી ઘણુ બધુ કામ કરવાનું બાકી છે. પણ અમે એક ઐતિહાસિક વેપાર સમજૂતિની નજીક છીએ. કેટલાક લોકો તેને અત્યાર સુધીની સૌથી મોટી ડીલ કહી રહ્યા છે. આ એક એવી સમજૂતિ હશે કે જે 2 અબજ લોકોનું બજાર બનાવશે. જે વૈશ્વિક જીડીપીના(Global GDP) અંદાજિત એક ચતુર્થાંશ હિસ્સા હશે(FTA Between India EU). તેમણે આ યુરોપિયન યુનિયનના(European Union) વેપાર સંબધોમાં વિવિધતા લાવવા અને જોખમ ઘટાડવાનો વ્યાપક પ્રયાસનો હિસ્સો ગણાવ્યો હતો.
FTA Between India and EU
Free Trade Agreement between India and EU ભારત માટે યુરોપિયન યુનિયનની સાથે ટ્રેડ ડીલ(વેપાર સમજૂતિ) એટલા માટે અતિમહત્ત્વની છે કારણ કે તેનો સંભવિત વિસ્તાર ખૂબ જ વ્યાપક છે. બ્રસેલ્સ માટે ભારત તેની ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે અને રણનીતિક રૂપથી સહયોગી મનાતા દેશોની સાથે મજબૂત સંબધ કરવા માટે એક સૌથી મોટા પાર્ટનરના રૂપમાં ઉભરી રહ્યું છે. આ ડીલથી ભારત માટે યુરોપિયન યુનિયનના 27 દેશોવાળા બજાર સુધી વધારે પહોંચવાનો રસ્તો ખુલશે અને નિકાસમાં ખાસ્સો વધારો થશે.
ટ્રેડ ડીલને લઈને વાતચીત
ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર સમજૂતિ પર વાતચીત વર્ષ 2007થી ચાલી રહી છે અને તે સતત એક દશકાથી ઠપ પડી હતી. પરંતુ તમામ રાજનીતિક ગતિવિધિઓમાં નવી રીતે સક્રિયતા થવાછી 2022માં તેના પર ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી ભારત અને યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલને લઈને સતત વાતચીત આગળ વધી રહી છે.(FTA Between India EU) જે મહત્ત્વપૂર્ણ પ્રૌધોગિકયો, ડિજિટલ શાસન અને આપૂર્તિનો મજબૂત સહયોગ પર કેન્દ્રિત છે.
Top Trending News
Gujarat in Davos WEF 2026: ગુજરાત માટે નવી તકો શોધવા અહીં આવ્યા છીએ: હર્ષ સંઘવી
ટ્રમ્પની ધમકીઓ
અત્રે નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) વીતેલા વર્ષ 2025ની જેમ આ નવા વર્ષ 2026માં પણ દુનિયાને સતત ડરાવી રહ્યા છે. તાજેતરમાં જ ટ્રમ્પે ટેરિફ એટેકની વાત કરીને પહેલા તેમણે ઈરાન સાથે ટ્રેડ કરનાર દેશો પર 25 ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી હતી. ત્યાર પછી ગ્રીનલેન્ડ પર કબજો કરવાના પ્લાનની વિરુદ્ધ જતાં યુરોપિયન યુનિયન દેશો પર 10 ટકા ટેરિફ નાંખવાની ચીમકી આપી હતી. જે 01 ફેબ્રુઆરીથી લાગુ થશે અને તે 01 જૂનથી વધારીને 25 ટકા ટેરિફ કરવાની વાત કરી હતી.
ટ્રમ્પની લેટેસ્ટ ધમકી
એ જ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) છેલ્લે ફ્રાન્સની વાઈન અને શૈમ્પેન પર 200 ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી દીધી હતી. તે પછી દુનિયાભરના સ્ટોક માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. જાપાનથી લઈને કોરિયા સુધીના સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. ભારતીય શેરબજાર સતત ત્રણ દિવસથી તૂટી રહ્યું છે. જીઓ પોલિટિકલ ટેન્શન વધ્યું છે અને ટેરિફ વૉર ફરીથી શરૂ થતાં સેન્ટિમેન્ટ નેગેટિવ થયું છે.