અમદાવાદ- Gold Rate Today સોના ચાંદી બજારમાં ભડકો થયો છે. જોરદાર લેવાલીથી સોના ચાંદીના ભાવમાં ભારેખમ ઉછાળો આવ્યો છે. ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હવાઈ હૂમલો કરતાં અને તે પછી ઈરાને જવાબી કાર્યવાહી કરી છે. આમ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. જે જીઓ પાલિટિકલ ટેન્શનને કારણે ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે. એમસીએક્સમાં સોનાનો ભાવ બજાર ખૂલતાની સાથે જ 5000 રૂપિયા વધ્યું હતું અને ચાંદીનો ભાવ રૂપિયા 10,000 ઉછળીને આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડમાં ઉછાળો
જીઓ પોલિટિકલ ટેન્શન અને યુદ્ધના સમયમાં સેફ હેવન ડિમાન્ડ નીકળતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં જબરો ઉછાળો નોંધાયો છે.(Gold Rate Today) ગોલ્ડ એપ્રિલ ફ્યુચર બપોરે 2.05 કલાકે 181 ડૉલરના(3.40 ટકા) ઉછાળા સાથે 5429 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. જે આજે ટ્રેડિંગ સેશન દરમિયાન વધીને 5433 ડૉલર થયું હતું. તેવી જ રીતે(Gold Rate Today) સ્પોટ ગોલ્ડનો ભાવ 131 ડૉલરના(2.50 ટકા) ઉછાળા સાથે 5410 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. જે ટ્રેડિંગ સેશન દરમિયાન વધીને 5419 ડૉલર થયો હતો.
સિલ્વર 100 ડૉલરની નજીક
આંતરરાષ્ટ્રીય બજારમાં સિલ્વર મે ફયુચર 2.68 ડૉલરના(2.91 ટકા) ઉછાળા સાથે 95.96 ડૉલર પર ટ્રેડ કરી રહી છે. જે દિવસ દરમિયાન વધીને 96.93 ડૉલર થયો હતો. સ્પોટ સિલ્વરનો ભાવ 1.70 ડૉલર(1.83 ટકા)ના ઉછાળા સાથે 95.48 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. જે ટ્રેડિંગ સેશન દરમિયાન વધીને 96.41 ડૉલર થયો હતો.
એમસીએક્સના ભાવ
બપોરે 2.13 કલાકે એમસીએક્સમાં ગોલ્ડ 4.44 ટકા ઉછળીને 1,69,300 પર ટ્રેડ કરતો હતો અને સિલ્વર 5.01 ટકા ઉછળીને 2,96,803 પર ટ્રેડ કરતી હતી.
સોના ચાંદીમાં ઑલરાઉન્ડ બાઈંગ
શુક્રવાર રાત્રે શરૂ થયેલ આ યુદ્ધ ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે રહ્યું નથી. તેમાં અન્ય સાત દેશો જોડાયા છે. ઈરાને અમેરિકાને સાથ આપતાં અન્ય સાત દેશોમાં યુએસના બેઝ પર નિશાન તાક્યું છે અને ત્યાં મિસાઈલોથી હૂમલો કર્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈનું મોત થયું છે, ત્યાર પછી ઈરાને જોરદાર વળતો હૂમલો કર્યો છે. આમ હવે આ યુદ્ધ લાંબુ ચાલશે તેવા ભય પાછળ સોના ચાંદીમાં ભારે ખરીદી નીકળી હતી, અને સોના ચાંદીના ભાવમાં ભડકો થયો હતો.(Gold Rate Today)
વિવિધ શહેરોમાં ભાવ
દિલ્હીમાં સ્ટાર્ન્ડડ ગોલ્ડ 22 કેરેટ 8 ગ્રામનો ભાવ રૂ.1,27,048
દિલ્હીમાં પ્યોર ગોલ્ડ 24 કેરેટ 8 ગ્રામનો ભાવ રૂ.1,38,592
મુંબઈમાં સ્ટાર્ન્ડડ ગોલ્ડ 22 કેરેટ 8 ગ્રામનો ભાવ રૂ.1,26,928
મુંબઈમાં પ્યોર ગોલ્ડ 24 કેરેટ 8 ગ્રામનો ભાવ રૂ.1,38,472
ચેન્નઈમાં સ્ટાર્ન્ડડ ગોલ્ડ 22 કેરેટ 8 ગ્રામનો ભાવ રૂ.1,26,208
ચેન્નઈમાં પ્યોર ગોલ્ડ 24 કેરેટ 8 ગ્રામનો ભાવ રૂ.1,37,680
હૈદરાબાદમાં સ્ટાર્ન્ડડ ગોલ્ડ 22 કેરેટ 8 ગ્રામનો ભાવ રૂ.1,26,928
હૈદરાબાદમાં પ્યોર ગોલ્ડ 24 કેરેટ 8 ગ્રામનો ભાવ રૂ.1,38,372
આ પણ વાંચો….