Gold Silver Market: સોના ચાંદી બીજા સપ્તાહે ઘટ્યા, આગામી સપ્તાહે ભાવ વધુ ઘટશે?

by Gujarati biz news
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market બીજા સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ ઘટયું હતું.(Gold Rate Today) ઈરાન સાથે યુદ્ધ વચ્ચે સોના ચાંદી ઘટ્યા હતા. અમદાવાદ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,62,000 રહ્યો હતો.(Gold Price Today) અમદાવાદ ચાદીનો ભાવ રૂ.2,60,000 રહ્યો હતો. સોનાચાંદીના ભાવ કેમ ઘટ્યા?(Silver Rate Today) સોનાચાંદીના ભાવ ઘટવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે સોનાચાંદી બજાર કેવું રહેશે?(Silver Price Today) શું સોના ચાંદીના ભાવ વધુ ઘટશે? આગામી સપ્તાહે કઈ ઈકોનોમીક ઈવેન્ટ છે? શું કહે છે ટેકનિકલ લેવલ?

જૂઓ વીડિયો…..

અમદાવાદ સોનાચાંદી બજાર

અમદાવાદ સોના ચાંદી બજારમાં(Gold Silver Market) શનિવારે  999 ટચ એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 1,62,000 રહ્યો હતો અને ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 2,60,000 રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચરમાં 97 ડૉલરનો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ એપ્રિલ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધુ વધી 5248 ડૉલર થઈ ત્યાં ભારે વેચવાલી નીકળતા ઘટી 5014 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 5061 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 97 ડૉલર ઘટ્યો હતો.

સ્પોટ ગોલ્ડ 152 ડૉલર તૂટયું

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 5238 થઈ અને ત્યાં નવી લેવાલીના અભાવે ઝડપી ઘટી 5009 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 5019 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા બંધની સરખામણીએ 152 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સિલ્વર ફ્યુચરમાં ભારે વેચવાલી

સિલ્વર મે ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 90.38 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલી નીકળતાં ઝડપથી ઘટી 79.53 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 81.34 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 2.97 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ સિલ્વર 3.80 ડૉલર ઘટી

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 90.02 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 79.42 ડૉલર થઈ સપ્તાહને અંતે 80.57 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 3.80 ડૉલર ઘટ્યો હતો.

સોનાચાંદીના ભાવ ઘટવાના કારણ

(1) મિડલ ઈસ્ટ યુદ્ધ ચાલુ છે. યુએસ અને ઈઝરાયલના સંયુક્ત હૂમલા ઈરાન પર ચાલુ છે અને ઈરાન પણ વળતો હૂમલો કરી રહ્યું છે. ઈરાને મિડલ ઈસ્ટ દેશો (ખાડી દેશો) પર હૂમલા ચાલુ રાખ્યા છે. વિશ્વના 40 દેશો આ યુદ્ધની અસર હેઠળ આવ્યા છે. પહેલેથી આર્થિક સ્થિતિ કથળેલી છે, અને યુદ્ધ લાંબુ ચાલશે તો સ્થિતિ વધુ બગડશે. ક્રૂડ ઓઈલના ભાવ વધતાં વિશ્વ દેશોની બેલેન્સશીટ પર નેગેટિવ અસર જોવા મળશે. જો કે જીઓ પોલિટિકલ ટેન્શન હોય ત્યારે સેફ હેવન ડીમાન્ડ તરીકે ગોલ્ડ સિલ્વરમાં બાઈંગ આવતું હોય છે. પણ આ વખતે ઉલ્ટુ થયું છે.(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી આવી છે, અને સતત બીજા સપ્તાહે ભાવ ઘટ્યા છે.

(2) US Q4 GDP માં મોટો ઘટાડો નોંધાયો હતો. જે 0.7 ટકાના દરથી વધ્યો હતો. ઈરાન સાથે યુદ્ધથી વૈશ્વિક સપ્લાય પર અસર પડી છે. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. ક્રૂડના ભાવ વધ્યા છે. કોમોડિટીના ભાવ વધ્યા છે. જેથી મોંઘવારી દર વધ્યો છે, અને યુદ્ધ લાંબુ ચાલશે તો મોંઘવારી વધુ વધશે.

(3) ધીમો આર્થિક વૃદ્ધિ દર અને મોંઘવારીમાં વધારો જે લાંબાગાળા માટે ચિંતાનો વિષય છે. આમ હાલ પુરતાં ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી અટકી છે.

(4) યુએસ ફેડરલ રીઝર્વની 17 માર્ચે બેઠક મળનાર છે. આ વખતે ફેડ રેટમાં કટ આવવાની કોઈ જ ધારણા નથી. આથી જ ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી રહી છે.

(5) યુએસ ડૉલરમાં લીક્વીડીટીની માંગને(જરૂરિયાત) કારણે ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી અટકી ગઈ હતી.

આગામી સપ્તાહની ઈકોનોમીક ઈવેન્ટ

આગામી સપ્તાહે યુએસ ફેડરલ રીઝર્વની મોનેટરી પૉલીસીની બેઠક મળશે. તેમજ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા, બેંક ઓફ જાપાન, બેંક ઓફ કેનેડા, સ્વીસ નેશનલ બેંક, બેંક ઓફ ઈંગ્લેન્ડ, યુરોપિયન સેન્ટ્રલ બેંકની મોનેટરી પૉલીસી અંગે બેઠક મળશે. આ તમામ દેશોની ધિરાણ નીતિ અને તેમના દેશમાં મોંઘવારીનું નવેસરથી આંકલન કરાશે. તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

આગામી સપ્તાહે બજાર કેવું રહશે?

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silver Market) બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ આગળ વધશે. જો કે નીચા મથાળે નવી લેવાલી પણ આવશે. પણ ડૉલરની માંગને કારણે નવી લેવાલીનો અભાવ રહેશે. હાલ ફ્યુચર કરતાં સ્પોટના ભાવ વધુ નીચા છે. જે દર્શાવ છે કે હાજર બજારમાં નવી ખરીદી નથી. ગોલ્ડમાં 5000 ડૉલરએ સપોર્ટ લેવલ છે, જો 5000 ડૉલરનું લેવલ તોડશે તો નીચામાં 4,900 સુધી જઈ શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં 81 ડૉલરનું સપોર્ટ લેવલ છે, જો 81 તૂટશે તો તે 74 ડૉલર સુધી આવી શકે છે.

  • ભરત પંચાલ, એડિટર

આ પણ વાંચો….

Stock Market India: શેરબજારમાં ત્રીજા દિવસે કડાકો, રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા, આગામી સપ્તાહે સુધારો આવશે?

You will also like

Leave a Comment