Gold Silver Market: યુદ્ધ વચ્ચે સોનાચાંદીના ભાવ ઘટ્યા, આગામી સપ્તાહે નવી લેવાલી આવશે…

by Gujarati biz news
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો.(Gold Rate Today) સોનાચાંદીમાં ઊંચા લેવલે નફારૂપી વેચવાલી આવી હતી.(Gold Price Today) મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના ચાંદી કેમ ઘટ્યા? સોનાચાંદીમાં કેમ પ્રોફિટ બુકિંગ આવ્યું? આગામી સપ્તાહે નવી ખરીદી આવશે? આગામી સપ્તાહે શું કહે છે ટેકનિકલ લેવલ? ગોલ્ડ સિલ્વરમાં સપોર્ટ લેવલ કયો રહેશે?

જૂઓ વીડિયો….

અમદાવાદ સોનાચાંદી બજાર

અમદાવાદ સોના ચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે સપ્તાહ દરમિયાન રૂ.9,000 ઘટી રૂ.1,66,000 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂ. 17,000 ઘટી રૂ.2,68,000 રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચર 89 ડૉલર ઘટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ એપ્રિલ ફ્યુચર સપ્તાહની શરૂઆતે જોરદાર અને ઝડપી ઉછળી 5434 ડૉલર થઈ અને ત્યાં નફારૂપી ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 5005 ડૉલર થઈ અને સપ્તાહને અંતે ફરીથી નવી લેવાલી નીકળતાં 5158 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 89 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ 106 ડૉલર તૂટ્યું

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે 5419 ડૉલરના ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. ત્યાં નફારૂપી ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 4,996 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 5171 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 106 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સિલ્વરમાં ભારે વેચવાલી

આંતરરાષ્ટ્રીય બજારમાં સિલ્વર મે ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઝડપી ઉછળી 97.30 ડૉલરના ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. ત્યાં નફારૂપી જોરદાર વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 78.06 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 84.31 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 8.98 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ સિલ્વરમાં 10 ડૉલરનો ઘટાડો

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઝડપી ઉછળી 96.44 ડૉલર અને ત્યાં વેચવાલી નીકળતાં ઝડપી તૂટી 77.94 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 84.37 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 9.47 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સપ્તાહની શરૂઆતે ગોલ્ડ સિલ્વર ઊંચા ગેપમાં ખૂલ્યા

28 ફેબ્રુઆરીએ ઈઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર હવાઈ હૂમલો કર્યો હતો. તેની જવાબી કાર્યવાહીમાં ઈરાને વળતો હૂમલો કર્યો હતો. ઈરાને મિડલ ઈસ્ટ દેશોમાં અમેરિકાના સૈન્ય બેઝ પર એટેક કર્યો હતો. આમ આ યુદ્ધ મિડલ ઈસ્ટ યુદ્ધ બન્યું હતું. જે સમાચાર પાછળ(Gold Silver Market) ગોલ્ડ 5400 ડૉલર અને સિલ્વર 90 ડૉલર ઉપર જ ખૂલ્યા હતા. સપ્તાહની શરૂઆતે ભારે લેવાલી આવી હતી અને ભાવ વધુ વધ્યા હતા.

યુએસ જોબલેસ ડેટા નેગેટિવ

જો કે યુદ્ધ ચાલુ હોવા છતાં તેજીવાળા ખેલાડીઓએ ગોલ્ડ સિલ્વરમાં હેવી પ્રોફિટ બુકિંગ કર્યું હતું. તેમજ સેન્ટ્રલ બેંકની નવી ખરીદી પણ અટકી હતી. જેથી ગોલ્ડ સિલ્વરના ભાવ ઊંચા મથાળેથી ઘટ્યા હતા. ભારે ટ્રેડિંગ વોલ્યૂમ વચ્ચે બે તરફી ભારે વધઘટ નોંધાઈ હતી. જો કે સપ્તાહને અંતે ગોલ્ડ સિલ્વરમાં ફરીથી નવી લેવાલી આવી હતી. સપ્તાહને અંતે યુએસમાં ફેબ્રુઆરીમાં 92,000 નોકરીઓનું સર્જન ઘટ્યું હતું. બેરોજગારીનો દર 4.3 ટકાથી વધી 4.4 ટકા આવ્યો હતો. ધારણા એવી હતી કે ફેબ્રુઆરીમાં નોકરીઓ વધીને આવશે પણ અંદાજ ખોટો પડ્યો હતો. જે આંકડા આવ્યા પછી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં લેવાલી આવી હતી.

મોંઘવારી વધવાનો ભય

મિડલ ઈસ્ટ -ઈરાન યુદ્ધ સતત આઠ દિવસથી ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 17 ટકાનો ઉછાળો નોંધાયો છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ બંધ કરી દીધો છે, જેથી ઓઈલના ટેન્કરો ફસાયા છે. કાચા તેલની સપ્લાયમાં શોર્ટ થવાની ધારણા છે. બીજી તરફ ક્રૂડના ભાવ વધ્યા છે, જેથી આગામી દિવસોમાં સરકારને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડશે. જેને કારણે ટ્રાન્સપોર્ટેશન- પ્રોડક્શનની કોસ્ટિંગ વધી જશે. મોંઘવારીમાં વધારો થશે, જેથી હવે યુએસ ફેડ રેટમાં કટ આવશે નહી. જે ચિંતા વ્યક્ત થતી હતી.

ઈકોનોમીક ઈવેન્ટ

આગામી સપ્તાહે મહત્ત્વની ઈકોનોમીક ઈવેન્ટ પર નજર કરીએ તો બુધવારે યુએસ સીપીઆઈ, ગુરુવારે વીકલી જોબલેસ ક્લેઈમ્સ ડેટા અને શુક્રવારે યુએસ કવાર્ટર ફોરનો જીડીપી ડેટા જાહેર થશે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સર્વે આવશે.

ઘટાડે નવી લેવાલી આવશે

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડે નવી લેવાલી આવશે. હજી યુદ્ધ લાંબુ ચાલશે તેવી ધારણા છે. ક્રૂડના ભાવ પણ વધશે, તેવી ભીતિ છે. જેથી વિશ્વના દેશોની ઈકોનોમી પર નેેગેટિવ અસર જોવા મળશે. ફાઈનાન્સિયલ અનિશ્ચિતતા વધશે. આમ સેફ હેવન ડીમાન્ડ ગોલ્ડ સિલ્વરમાં નીકળશે. સેન્ટ્રલ બેંકોની પણ ધીમી ખરીદી દરેક ઘટાડે આવી રહી છે.  આથી આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં ઘટાડે નવી લેવાલીનો દોર ચાલુ રહેશે.

ટેકનિકલ લેવલ

Gold Silver Market ટેકનિકલી ગોલ્ડમાં 5,000 ડૉલર અને સિલ્વરમાં 80 ડૉલરના સપોર્ટ લેવલ અતિમહત્ત્વના લેવલ છે. જેથી આ લેવલ નીચે જશે અથવા તે સ્ટોપલોસ રાખીને ખરીદી કરી શકાય. ઈરાન યુદ્ધ જેટલું લાંબુ ચાલશે તેટલું રિસ્ક વધશે. ગોલ્ડમાં ઉપરમાં 5400 ડૉલરએ રેઝિસ્ટન્સ લેેવલ રહેશે અને સિલ્વરમાં 94 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે.

આ પણ વાંચો….

Stock Market India: સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટ્યો, આગામી સપ્તાહે શેરબજાર કેટલું ઘટી શકે છે?

You will also like

Leave a Comment