Gold Silver Market: સોના ચાંદીમાં બેકાબૂ તેજી, શું હવે ભાવ તૂટશે?

by Investing A2Z
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદીમાં નવી તેજી થઈ હતી. સોના ચાંદીમાં નવા ઊંચા ભાવ જોવા મળ્યા હતા. ગોલ્ડ 4584 ડૉલર લાઈફ ટાઈમ હાઈ હતો અને સિલ્વર 79.70 ડૉલર ઑલ ટાઈમ હાઈ હતો. સોના ચાંદીમાં નવી તેજી થવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ તૂટશે? સોના ચાંદીના ભાવ શા માટે તૂટશે? સોના ચાંદીના આટલા ભાવમાં કોણ ખરીદી કરી રહ્યું છે?

જૂઓ વીડિયો….

અમદાવાદ સોના ચાંદી બજાર(ચોકસી મહાજન)માં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,45,000 રહ્યો હતો. ચાંદી ચોરસા રૂપિયા 2,52,000 રહ્યો હતો. એમસીએક્સમાં શુક્રવારે ગોલ્ડ રૂ.139,940 રહ્યું હતું અને સિલ્વર રૂ.2,40,935 રહ્યું હતું.

ગોલ્ડ ફ્યુચર 4584 ડૉલર લાઈફ ટાઈમ હાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં(Gold Silver Market) ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4367 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4584 ડૉલર લાઈફ ટાઈમ હાઈ ભાવ થયો હતો અને સપ્તાહને અંતે 4552 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 165 ડૉલરનો ભારે ઉછાળો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં 194 ડૉલરનો ઉછાળો

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4337 ડૉલર થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 4550 ડૉલર ઓલ ટાઈમ હાઈ થઈ અને સપ્તાહને અંતે 4532 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 194 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

Gold Silver Marketસિલ્વર 79.70 ડૉલર ઑલ ટાઈમ હાઈ

સિલ્વર માર્ચ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 67.47 ડૉલર થઈ અને તે મથાળે જંગી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 79.70 ડૉલર ઐતિહાસિક નવી ઊંચાઈ હાંસલ કરી અને સપ્તાહને અંતે 77.19 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 9.71 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ સિલ્વરમાં 2 ડૉલરનું પ્રિમિયમ

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 67.29 ડૉલર થઈ અને ત્યાં ભારે લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 79.32 ડૉલર ઑલ ટાઈમ હાઈ ભાવ બતાવીને સપ્તાહને અંતે 79.16 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 12 ડૉલરનો ભારેખમ ઉછાળો દર્શાવે છેે.

સિલ્વરમાં ભારે નવી તેજી

સિલ્વરમાં અધધધ… તેજી થતાં દુનિયાના ટ્રેડરો અને રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. ગોલ્ડ કરતાં સિલ્વરએ સૌથી વધુ 169 ટકા કરતાં વધુ વળતર આપ્યું છે. તેની સાથે સિલ્વરનો ભાવ 79 ડૉલર ઐતિહાસિક નવી ઊંચાઈ દર્શાવી હતી. જેથી સિલ્વરની માર્કેટ કેપ 4.04 ટ્રિલિયન ડૉલર પર પહોંચી હતી. અને તે સાથે સિલ્વર વિશ્વની ત્રીજા નંબરની સંપત્તિ બની હતી.

Gold Silver Market તેજીના કારણો

(1) જીઓ પોલિટિકલ ટેન્શનઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના ઓઈલ ટેન્કરના પ્રવેશવા પર પ્રતિબંધ મુકતો આદેશ આપ્યો છે. જેથી ગ્લોબલ સપ્લાય ચેન પર અસર પડશે અને ક્રૂડના ભાવ વધશે. તેમજ સંબધોમાં તંગદિલી ઉભી થશે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત રહી છે. ત્રીજુ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તંગદિલી વધી હોવાના સમાચાર છે. વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું હતું કે ઈઝરાયલ હમાસ, હિઝુલ્લાહ અને ઈરાન હથિયારો એકઠા કરી રહ્યા હોવા પર અમારી નજર છે. જરૂર પડે અમે કાર્યવાહી કરીશું. જે નિવેદન પછી ગોલ્ડ  અને સિલ્વરમાં નવા ઊંચા ભાવે પણ નવી લેવાલી ચાલુ રહી હતી. ખાસ કરીને સેન્ટ્રલ બેંકો ગોલ્ડ સિલ્વરમાં લેવાલ રહી છે.

(2) ફેડરલ રીઝર્વ દ્વારા ફેડ રેટમાં કટ કરવાની ધારણા વધી છે. હવે જાન્યુઆરીમાં ફેડ રેટ કટ થવાના આશાવાદ પાછળ ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી. ફેડના ચેરમેન પદે ટ્રમ્પના માનીતા વ્યક્તિ આવશે. જેથી ટ્રમ્પ ઓછા ફેડ રેટના હિમાયતી છે. આમ ટ્રમ્પના માનીતા ચેરમેન આવશે તો ફેડ રેટમાં વધુ ઘટાડો આવશે, તેવી ગણતરીએ પણ ગોલ્ડ સિલ્વરમાં સતત લેવાલી રહ્યા કરે છે.

(3) સપ્લાયમાં ઘટાડો અને ડિમાન્ડમાં વધારો થયો છે. ખાસ કરીને સિલ્વરમાં સપ્લાય ઘટ્યો છે અને સામે ઔદ્યોગિક ડિમાન્ડ વધી છે. લંડન, ન્યૂ યોર્ક, શાંઘાઈ સહિત ચીનના એક્સચેન્જમાં 2021ની શરૂઆતથી સિલ્વરનો સ્ટોક ઘટી રહ્યો છે. અને ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સતત વધી રહી છે. સોલર પેનલ બનાવનાર, ઈલેક્ટ્રોનિક્સ સાધનોમાં, મેડિકલ ડિવાઈસ કોટિંગ, વિગેરેમાં સિલ્વરનો યુઝ વધી રહ્યો છે.

Top Trending News

Dhirubhai Ambani: ગીતાના ઉપદેશને ચરિતાર્થ કરતું જીવન

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

ટેકનિકલી જોવા જઈએ તો(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં તેજીમાં છે. પણ તેજી ખૂબ ઝડપી થઈ છે. વીતેલા સતત પાંચ દિવસ તેજી થઈ છે અને ભાવ ખૂબ ઝડપી વધ્યા છે. સોના ચાંદીના ભાવ એટલા બધા વધ્યા છે કે તેની કોઈ કલ્પના કરી ન હતી. ગોલ્ડ સિલ્વરના ભાવ સતત ઐતિહાસિક નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. ઊંચા ભાવ સાથે ટ્રેડિંગ વોલ્યૂમ પણ હાઈ રહ્યું છે. પરિણામે ટેકનિકલી માર્કેટ હાઈલી ઓવરબોટ છે. આથી આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં કડાકો બોલી જાય તો નવાઈ નહી.

You will also like

Leave a Comment