Gold Silver Market: સોના ચાંદીમાં નવી તેજી પાછળ કયા કારણો, તેજી આગળ વધશે કે વેચવાલી આવશે?

by Gujarati biz news
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદીમાં તેજીની આગેકૂચ રહી હતી. નવા વર્ષ 2026ના બીજા સપ્તાહે પણ સોના ચાંદીએ નવા ઊંચા ભાવ બતાવ્યા હતા.(Gold Rate Today) ગોલ્ડ 4650 ડૉલર અને(Gold Price Today) સિલ્વર 93.70 ડૉલર ઓલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી.(Silver Rate Today) સોનાચાંદીમાં તેજી થવા પાછળ કયા કારણ? આગામી સપ્તાહે સોના ચાંદીમાં તેજી આગળ વધશે? કે પછી નફારૂપી વેચવાલી આવશે?(Silver Price Today) સોના ચાંદીમાં તેજી કયારે પુરી થશે? ફીઝકલી ગોલ્ડ સિલ્વરમાં ખરીદી કેવી છે? ભારતમાં લગ્નોની સીઝન શરૂ થઈ છે. સોના ચાંદી દાગીનામાં ખરીદી કેવી છે? ગોલ્ડ સિલ્વર માર્કેટ પર એક્સક્લૂસિવ અહેવાલ….

જૂઓ વીડિયો….

સોનામાં 3500 અને ચાંદીમાં 25,000નો ઉછાળો

અમદાવાદ ચોકસી મહાજન(માણેકચોક)માં 24 કેરેટ સોનામાં સપ્તાહ દરમિયાન રૂપિયા 3500 ઉછળી ભાવ રૂપિયા 1,46,300 બંધ રહ્યો હતો. ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 25,000 ઉછળી રૂ.2,75,000નો ભાવ રહ્યો હતો. એમસીએક્સ ગોલ્ડ સપ્તાહને અંતે રૂ.1,42,474 અને સિલ્વર રૂ.2,87,701નો ભાવ બંધ રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચરમાં 4650 ડૉલર લાઈફ ટાઈમ હાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં(Gold Silver Market) ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર સપ્તાહની શરૂઆતે સામાન્ય ઘટી 4520 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 4650 ડૉલર ઓલ ટાઈમ હાઈ ભાવ બતાવ્યો હતો અને સપ્તાહને અંતે 4595 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 95 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં જોરદાર લેવાલી

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4452 ડૉલર થઈ અને ત્યાં જોરદાર ખરીદી નીકળતાં ઝડપી ઉછળી 4643 ડૉલર લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી અને સપ્તાહને અંતે 4595 ડૉલર બંધ રહ્યો હતો. જેમાં સપ્તાહ દરમિયાન 85 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સિલ્વરમાં 9.19 ડૉલરનો ઉછાળો

સિલ્વર માર્ચ ફ્યુચર સપ્તાહની શરૂઆતે સામાન્ય ઘટી 79.90 ડૉલર થઈ અને ત્યાં ભારે લેવાલી ચાલુ રહેતાં ઝડપી ઉછળી 93.70 ડૉલર ઓલ ટાઈમ હાઈ થઈ અને સપ્તાહને અંતે 88.53 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 9.19 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ સિલ્વર 93.61 ડૉલર ઑલ ટાઈમ હાઈ

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે સામાન્ય ઘટી 79.96 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી ચાલુ રહેતાં ઝડપી ઉછળી 93.61 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 89.94 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 9.97 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

ગોલ્ડમાં બે સપ્તાહમાં 256 ડૉલરનો ઉછાળો

નવા વર્ષ 2026ના જાન્યુઆરી મહિનાના પ્રથમ પંદર દિવસમાં(Gold Silver Market) ગોલ્ડમાં 256 ડૉલરનો ઉછાળો નોંધાયો છે. તેમજ સિલ્વરમાં બે સપ્તાહમાં 17.50 ડૉલરનો ઉછાળો આવ્યો હતો.

Top Trending News

Gujarat Assembly 2026: વિધાનસભા સત્ર 16 ફેબ્રુઆરીએ શરૂ, 17મીએ ઈતિહાસનું સૌથી મોટુ બજેટ રજૂ થવાની આશા

સોનાચાંદીમાં તેજી આવવાના કારણ

(1) જીઓ પોલિટિકલ ટેન્શનમાં વધારો થયો છે. અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હૂમલો કરે તેવા સંજોગો ઉભા થયા છે. ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો વધ્યા છે અને અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. તેમજ અમેરિકાએ તેહરાન પર કડક પ્રતિબંધો લાદ્યા છે. તેમજ 18 અધિકારીઓ સામે પ્રતિબંધ મુક્યા છે. ટ્રમ્પે ઈરાની પ્રદર્શનકારીઓને મદદ કરવાનો વાયદો કર્યો છે. અમેરિકા ઈરાન પર હૂમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સમાચાર આવતાં(Gold Silver Market) સોના ચાંદીમાં ઊંચા ભાવે નવી લેવાલી નીકળી હતી.

(2) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઈરાન અને ગ્રીનલેન્ડ સાથે ટ્રેડ કરશે કે વેપારધંધો કરશે તો તે દેશ પર વધારાનો 25 ટકા ટેરિફ લાદશે. આમ ટેરિફ વૉર ચાલુ છે, અને હવે તે વધુ આક્રમક થયું છે. ટ્રેડને કારણે અમેરિકાના અન્ય દેશો સાથેના સંબધો દુશ્મનના બન્યા છે. આથી સોનાચાંદીમાં નવી લેવાલી નીકળી હતી.

(3) ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલ પર ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનો કેસ થયાના સમાચાર હતા. જેરોમ પોવેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. ફેડરલ રીઝર્વની આઝાદી પર હૂમલો છે. આમ આ સમાચાર પછી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી નીકળી હતી.

આગામી સપ્તાહની ઈવેન્ટ

Gold Silver Marketઆગામી સપ્તાહના સોમવારે માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર ડે હોવાથી યુએસના માર્કેટ બંધ રહેશે. યુએસ જીડીપી ડેટા, રોજગારના આંકડા અને ટ્રમ્પની સ્પીચ ખૂબ મહત્ત્વના રહેશે. તેમજ મેન્યુફેકચરિંગ અને સર્વિસીઝ સેક્ટરનો પીએમઆઈ ડેટા જાહેર થશે. તેમજ યુએસ મોંઘવારીના ડેટા જાહેર થશે. જેના પર ગોલ્ડ સિલ્વર માર્કેટની(Gold Silver Market) નજર રહેશે.

 આગામી સપ્તાહે સોનાચાંદી બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે સોનાચાંદી બજારમાં બે તરફી ભારે વધઘટ રહેશે. ટેકનિકલી માર્કેટ બુલિશ છે. પણ સોના ચાંદીના ભાવ ખૂબ ઊંચા છે. જેથી દરેક ઉછાળે સાવચેતીરૂપી ભારે વેચવાલી આવશે. અને સાથે ઘટાડે નવી લેવાલી પણ આવશે. આ સંજોગોમાં ટ્રેડરોએ સાવેચતી સાથે ટ્રેડ કરવો જોઈએ. તેમજ ગોલ્ડમાં 4650 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે, જે સ્ટોપલોસ રાખીને આપ ઉછાળે વેચી શકો છો. જ્યારે સિલ્વરમાં 93.70 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જે સ્ટોપલોસ રાખીને આપ વેચી શકો છો. જ્યારે નીચામાં ગોલ્ડમાં 4575 ડૉલરનું અને સિલ્વરમાં 79 ડૉલરનું લેવલ તૂટશે તો ભાવ વધુ ઘટશે.

You will also like

Leave a Comment