અમદાવાદ- Gold Silver Market સોના ચાંદીમાં વીતેલા સપ્તાહે બે તરફી મોટી વધઘટ નોંધાઈ હતી. સોનાના ભાવ વધ્યા હતા. સોનાનો ભાવ 5000 ડૉલર ક્રોસ થયો હતો. જ્યારે ચાંદીના ભાવ ઘટ્યા હતા. સોના ચાંદીમાં ભારે લેવાલી-વેચવાલી વચ્ચે ભારે તોફાની વધઘટ હતી. બે તરફી ભારે વધઘટનું શું કારણ? આગામી સપ્તાહે બજાર કેવું રહેશે? સોના ચાંદીના ટેકનિકલ લેવલ કેવા? આગામી સપ્તાહની ઈકોનોમિક ઈવેન્ટ પર નજર કરીશું. સોના ચાંદી બજાર પર વિશેષ અહેવાલ.
જૂઓ વીડિયો….
સ્થાનિક બજાર
અમદાવાદ(Gold Silver Market) સોના ચાંદી બજાર(ચોકસી મહાજન-માણેકચોક)માં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,60,500 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ રૂપિયા 2,50,000 રહ્યો હતો.
એમસીએક્સમાં શુક્રવારે ગોલ્ડનો ભાવ રૂ.1,56,200 રહ્યો હતો. સિલ્વરનો ભાવ રૂ.2,44,999 રહ્યો હતો.
ગોલ્ડમાં નીચા મથાળે નવી લેવાલી
આંતરરાષ્ટ્રીય બજારમાં(Gold Silver Market) ગોલ્ડ એપ્રિલ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 4900 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં વધુ ઝડપી ઉછળી 5144 ડૉલર થયો હતો અને સપ્તાહને અંતે 5046 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 70 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડમાં 82 ડૉલરનો ઉછાળો
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4879 ડૉલર થઈ અને તે લેવલ પછી ભારે લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 5119 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 5043 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 82 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વર ફયુચરમાં ભારે વેચવાલી
સિલ્વર માર્ચ ફ્યુચર સપ્તાહની શરૂઆતે જોરદાર વેચવાલીથી ઘટી 74.37 ડૉલર થઈ અને ત્યાં બાઈંગ આવતાં ઝડપી ઉછળી 86.12 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 77.96 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન આગલા બંધની સામે 1.07 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.
સ્પોટ સિલ્વર 58 સેન્ટ્સ ઘટી
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 73.95 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 86.33 થઈ અને સપ્તાહને અંતે 77.43 ડૉલર બંધ થયો હતો, જે સપ્તાહ દરમિયાન 58 સેન્ટ્સ ઘટ્યો હતો.
12 ફેબ્રુઆરીએ ગોલ્ડમાં 3 ટકા અને સિલ્વરમાં 10 ટકાનો કડાકો
વીતેલા સપ્તાહે(Gold Silver Market) સોના ચાંદીમાં બે તરફી ભારે વધઘટ નોંધાઈ હતી. અને તેમાંય 12 ફેબ્રુઆરીએ જોરદાર વેચવાલીથી ગોલ્ડમાં 3 ટકા અને સિલ્વરમાં 10 ટકાનો કડાકો બોલી ગયો હતો. જો કે 13 ફેબ્રુઆરીએ ગોલ્ડ અને સિલ્વર બમણા વેગથી નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળ્યા હતા. આમ ભારે લેવાલી અને ભારે વેચવાલી રહી હતી. જો કે ગોલ્ડનો ભાવ વધ્યો હતો અને ચાંદી સતત ત્રીજા સપ્તાહે નરમ રહી હતી.
બે તરફી વધઘટના કારણો
(1) યુએસમાં વીતેલા સપ્તાહમાં 1,30,000 નવી નોકરીઓનું સર્જન થયું છે અને બેરોજગારીનો દર 4.3 ટકા સુધી ઘટ્યો હતો. આમ અનુમાન કરતાં વધુ જોબનું સર્જન થયું છે. જેથી એમ કહેવાતું હતું કે ફેડરલ રીઝર્વ ફેડ રેટ કટ નહી કરે. પરિણામે ગોલ્ડ સિલ્વરમાં હેવી સેલીંગ પ્રેશર આવ્યું હતું.
(2) યુએસ બ્યૂરો ઓફ લેબર સ્ટેટેસ્ટિકના જણાવ્યા અનુસાર સીપીઆઈ(કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ) જાન્યુઆરીમાં 0.2 ટકા વધ્યો હતો. જે અનુમાન કરતાં ઓછો હતો. ડિસેમ્બરમાં સીપીઆઈ 0.3 ટકા વધ્યો હતો. મોંઘવારીનો દર ધારણા કરતાં ઓછો રહ્યો હતો. વધુમાં વાર્ષિક સીપીઆઈ 2.4 ટકા વધ્યો હતો. જે ડિસેમ્બરમાં 2.7 ટકા હતો. જેથી વાર્ષિક આધાર પર સીપીઆઈ ઘટ્યો છે. આથી હવે ફેડ રેટમાં ઘટાડો આવવાની શકયતા નથી.
(3) અમેરિકા અને ઈરાન વચ્ચે હજી તંગદિલી છે. તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હૂમલો કરે તેવી ધારણા છે, જેથી દરેક મોટા ઘટાડા પછી ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી.
સોમવારે માર્કેટ બંધ
આગામી સપ્તાહના સોમવારે યુએસ પ્રેસિડેન્ટ ડે હોવાથી યુએસના માર્કેટ બંધ રહેશે. કેનેડામાં ફેમિલી ડે હોવાથી ઈક્વિટી માર્કેટ બંધ છે તેમજ ચીનમાં લુનાર ન્યૂ યર હોવાથી બજારો બંધ રહેશે. આથી આગામી સપ્તાહે ચાર વર્કિંગ ડેનું સપ્તાહ છે.

બીજુ આગામી સપ્તાહે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદવા માટે ઈમરજન્સી લાદીને તેને ઉપયોગ કર્યો હતો. જે કેસમાં સુપ્રીમ કોર્ટ ગમે ત્યારે ચૂૂકાદો જાહેર કરશે. જેને પગલે આગામી સપ્તાહે વિશ્વના તમામ બજારોમાં(Gold Silver Market) ભારે ઉથલપાથલ એટલે કે મોટી વધઘટ આવવાના એંધાણ છે.
ગોલ્ડ સિલ્વરના ટેકનિકલ
ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 5000 ડૉલરનું અતિમહત્ત્વનું લેવલ છે. જે સપોર્ટ લેવલ તૂટશે તો નીચામાં 4900 અને 4600 સુધીના લેવલ બતાવી શકે છે. તેમજ ઉપરમાં ગોલ્ડ 51150 કૂદાવશે તો 5200, 5350 સુધીના લેવલ બતાવી શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં 75 ડૉલર એ વેરી સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. જો 75 ડૉલર ઉપર ટ્રેડ કરશે તો ઉપરમાં 85 અને 90 ડૉલર સુધીના લેવલ બતાવી શકે છે. અને જો 75 ડૉલર નીચે જશે તો નીચામાં 70 અને 65 ડૉલર સુધીના ભાવ બતાવી શકે છે.
આ પણ વાંચો….
Stock Market India: બ્લેક ફ્રાઈડે બન્યો બ્લડ ફ્રાઈડે, હવે આગામી સપ્તાહે સુધારો કે નવી લૉ?