Gold Silver Market: સોનાચાંદીમાં નવી તેજી, હવે આગામી સપ્તાહ કેવું રહેશે?

by Investing A2Z
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોનાચાંદી બજારમાં તેજી થઈ હતી. સિલ્વરે 82.77 ડૉલરની નવી હાઈ બનાવી હતી. અમદાવાદ 24 કેરેટ સોનામાં 4300નો ઉછાળો આવી ભાવ રૂ.142,800 બંધ થયો હતો.અમદાવાદ ચાંદીમાં 15,000નો ઉછાળો આવી ભાવ રૂ.2,48,000 રહ્યો હતો. સોનાચાંદીમાં તેજી કેમ આવી? આગામી સપ્તાહે નવી તેજી આગળ વધશે? આગામી સપ્તાહે નફારૂપી વેચવાલી આવશે? રોકાણકારોએ શું કરવું જોઈએ? ટેકનિકલ લેવલ શું કહે?

જૂઓ વીડિયો….

ગોલ્ડ ફ્યુચરમાં 171 ડૉલરનો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4354 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઉછળી 4527 ડૉલર થઈ અને સપ્તાહન અંતે 4500 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 171 ડૉલરનો મોટો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં 180 ડૉલરનો મોટો ઉછાળો

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4345 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં વધુ ઉછળી 4527 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4510 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 180 ડૉલરનો બીગ ઉછાળો દર્શાવે છે.

સિલ્વર ફ્યુચરમાં 8.33 ડૉલરનો ઉછાળો

સિલ્વર માર્ચ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 72.50 ડૉલર થઈ અને ત્યાં નવા બાઈંગથી ઉછળી 82.58 નવી હાઈ બનાવી હતી અને સપ્તાહને અંતે 79.34 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 8.33 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ સિલ્વર 82.77 ડૉલર નવી હાઈ

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 72.91 થઈ અને ત્યાં નવું બાઈંગ નીકળતાં ઝડપી ઉછળી 82.77 ડૉલરની નવી હાઈ બનાવી હતી અને સપ્તાહને અંતે 79.97 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 7.31 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

Gold Silver Market તેજી આવવાના કારણો

(1) અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરા અને તેમની પત્નીની ધરપકડ કરીને અમેરિકા લાવવામાં આવ્યા છે. ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય સરહદના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અનેકે દેશોએ ટ્રમ્પના આ પગલાની ટીકા કરી છે. આમ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે સંઘર્ષ છે, આમ જીઓ પોલિટિકિલ ટેન્શન વધતાં સેફ હેવન ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી નીકળી હતી.

(2) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પે રશિયા પાસેથી તેલ ખરીદનાર દેશો સામે આર્થિક પગલા વધુ કડક કરવા અને તેવા દેશો પર 500 ટકા સુધીનો ટેરિફ નાંખવાનો પ્રસ્તાવ રજૂ કરતાં વિધેયકને આગળ વધારવા માટે મંજૂરી આપી છે. હવે આ વિધયેક પર આગામી સપ્તાહે કોંગ્રેસનું વોટિંગ થશે. આમ ટેરિફ વોર શરૂ થવાની ધારણાએ(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી નીકળી હતી.

(3) યુએસના ડીસેમ્બર મહિનાનો જોબ માર્કેટનો ડેટા નબળો આવ્યો હતો. બેરોજગારી દર નીચો રહ્યો હતો. ડીસેમ્બરમાં નોનફાર્મ પેરોલ્સ 50,000 આવ્યો હતો જે નવેમ્બરમાં 56,000 હતો. ડીસેમ્બરમાં પેરોલ્સ ડેટા અંદાજ કરતાં વધુ ઘટીને આવ્યો હતો.

(4) હાલ યુએસનો ફુગાવાનો દર સ્ટેબલ રહ્યાના સંકેત છે. પણ લેબર માર્કેટની નબળી સ્થિતિને કારણે જાન્યુઆરીના અંતમાં ફેડરલ રીઝર્વ ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો કટ કરે તેવી ધારણા છે. આમ(Gold Silver Market) સોના ચાંદીમાં જોરદાર લેવાલીથી ફરીથી ભારે ઉછાળો આવ્યો હતો.

Top Trending News

Stock Market India: પાંચમાં દિવસે શેરબજારમાં કડાકો, આગામી સપ્તાહે મંદી આગળ વધશે?

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે સોના ચાંદી બજારમાં(Gold Silver Market) બે તરફી મોટી વધઘટ જોવા મળશે. કારણ કે સોના ચાંદીના ભાવ ખૂબ વધી ગયા છે એટલે કે ખૂબ ઊંચા છે. આથી દરેક ઉછાળે નફારૂપી વેચવાલી આવતી રહેશે. પણ નીચા મથાળે નવી ખરીદી પણ આવતી રહેશે. જો કે ટેકનિકલી ગોલ્ડ અને સિલ્વર મજબૂત છે. જેથી ગોલ્ડમાં 4400 ડૉલરનો મજબૂત સપોર્ટ લેવલ રહેશે, અને ઉપરની બાજુએ 4512 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. સિલ્વરમાં 75 ડૉલર એ સપોર્ટ લેવલ રહેશે અને ઉપરની સાઈડ 82 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ રહેશે.

You will also like

Leave a Comment