Gujarat in WEF 2026: એવું તો શું થયું કે દાવોસમાં ગુજરાતનો ડંકો વાગ્યો

by Gujarati biz news
Gujarat in WEF 2026

દાવોસ- Gujarat in WEF 2026 સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં તારીખ 19થી 23 જાન્યુઆરી, 2026 દરમિયાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમની(Davos WEF 2026) વાર્ષિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના(Gujarat Deputy CM Harsh Sanghavi) નેતૃત્વમાં ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વિશ્વભરના અગ્રણી ચેરપર્સન, CEO, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે 58થી વધુ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ બેઠકો થકી વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે ભારતના સૌથી વિશ્વસનીય અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ગુજરાતે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.(Gujarat is a strong contender for investment)

આર્થિક વિકાસનું વિઝન

આ પાંચ દિવસીય વૈશ્વિક મંચ દરમિયાન,(Gujarat in WEF 2026) ગુજરાતે મજબૂત ઔદ્યોગિક પાયો, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા આધારિત આર્થિક વિકાસનું વિઝન રજૂ કર્યું હતું. પ્રતિનિધિમંડળે ઉદ્યોગ જગતના માંધાતાઓ સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ગુજરાત નેક્સ્ટ જનરેશન ઉદ્યોગો, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ક્લીન એનર્જી અને ફ્યુચર ટેક્નોલોજી માટે સંપૂર્ણ સજ્જ છે.(Gujarat’s voice echoed from Davos to the world)

રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતે પોતાની પરંપરાગત ઔદ્યોગિક શક્તિની સાથે સાથે બદલાતાં સમય સાથે કદમ મિલાવવાની તૈયારીઓ પણ વિશ્વ સમક્ષ મૂકી છે. ગુજરાતે દુનિયાને જણાવ્યું કે, અમે માત્ર વેપારમાં જ નહીં, પણ રમતગમત ક્ષેત્રમાં પણ વિશ્વ કક્ષાનું માળખું ઊભું કરી રહ્યા છીએ. આપણા યુવાનો અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું આ વિઝન રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Gujarat in WEF 2026ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ

ગુજરાતે આ વૈશ્વિક મંચ પર સાબિત કર્યું છે કે, “અમે માત્ર ઉદ્યોગલક્ષી જ નહીં, પણ રોકાણકારો માટે સુરક્ષિત અને અમલીકરણમાં પણ ઝડપી છીએ.” વૈશ્વિક કક્ષાએ પણ ગુજરાતના ગવર્નન્સ મોડલ અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ પ્રત્યે એક અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે. રાજ્યની નીતિઓમાં રહેલી સ્થિરતા અને દીર્ઘકાલીન આયોજન એ વિશ્વના રોકાણકારો માટે સૌથી મોટું આકર્ષણ બન્યું છે.

ગુજરાતની સાચી ઓળખ

Gujarat in WEF 2026 ગુજરાતે ખૂબ જ સુંદર રીતે પોતાની છબી રજૂ કરી છે. ગુજરાતની સ્પર્ધા માત્ર આગળ વધવા માટે નથી, પણ અન્ય રાજ્યો સાથે મળીને ભારતની આર્થિક વ્યવસ્થાને મજબૂત કરવા માટેની છે. આ ‘કોમ્પિટિટિવ છતાં કોલાબોરેટિવ’ અભિગમ એ ગુજરાતની સાચી ઓળખ છે.

વિકાસને એક નવી દિશા

ગુજરાતની આર્થિક સફર એ માત્ર આંકડાઓની રમત નથી, પણ એક દૂરંદેશી નેતૃત્વ દ્વારા કંડારાયેલો સફળતાનો માર્ગ છે. આજે જ્યારે વિશ્વ ગુજરાત તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે, ત્યારે તેની પાછળ વર્ષોની તપસ્યા અને દ્રઢ સંકલ્પ રહેલો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(India PM Narendra Modi) ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે રાજ્યના વિકાસને એક નવી દિશા આપી હતી.(Vibrant Gujarat) ‘વાઈબ્રન્ટ ગુજરાત’ જેવા અભિગમો દ્વારા તેમણે ગુજરાતમાં પરિવર્તનલક્ષી વિકાસનો એવો પાયો નાખ્યો, જેણે ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટેનું પહેલું પસંદગીનું સ્થળ બનાવ્યું છે.

પાંચ મહત્વની શક્તિઓ

ગુજરાતમાં રોકાણ કરવું એ માત્ર આર્થિક નિર્ણય નથી, પણ ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે.(Gujarat in WEF 2026) અડગ અને સ્પષ્ટ સરકારી નીતિઓ, મહેનતુ અને બૌદ્ધિક રીતે સજ્જ યુવા શક્તિ, પારદર્શક વહીવટ અને ભરોસાપાત્ર સરકારી તંત્ર તથા ફ્યુચર-રેડી ઈકોસિસ્ટમ આ પાંચ મહત્વની શક્તિઓ ગુજરાતે વૈશ્વિક મંચ પર રજૂ કરી હતી.

અતૂટ વૈશ્વિક વિશ્વાસ

દાવોસના મંચ(Davos WEF 2026) પરથી ગુજરાતે વિશ્વને એક અતૂટ ભરોસો આપ્યો છે. વૈશ્વિક મંચ પરથી ગુજરાત માત્ર સમજૂતીઓ લઈને નહીં, પણ નવા મજબૂત સંબંધો અને અતૂટ વૈશ્વિક વિશ્વાસ લઈને પરત ફરી રહ્યું છે.

Top Trending News

Tigers In Gujarat: ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક મળી, વાઘના આગમનને લઈને શું ચર્ચા થઈ?

દાવોસથી મજબૂત વૈશ્વિક સંબંધો

WEF 2026 ના સફળ સમાપન સાથે ગુજરાત(Gujarat in WEF 2026) આજે વિશ્વના નકશા પર એક એવા આર્થિક શિખર તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં અતૂટ વિશ્વાસ અને અપાર તકોનો સંગમ થાય છે. દાવોસથી મજબૂત વૈશ્વિક સંબંધોની મૂડી લઈને પરત ફરતું ગુજરાત હવે ‘વિકસિત ગુજરાત @ 2047’ ના વિઝન સાથે નવી ઊંચાઈઓ સર કરવા સજ્જ છે.

ગુજરાત એક મજબૂત સારથિ

ગુજરાત દુનિયાભરના રોકાણકારો માટે ભરોસાનું સરનામું બન્યું છે. ભારતને વૈશ્વિક આર્થિક મહાસત્તા બનાવવાના મિશનમાં ગુજરાત હવે એક મજબૂત સારથિ બનીને સમગ્ર વિશ્વને આવકારવા સજ્જ છે.

You will also like

Leave a Comment