Gujarat News: ગુજરાતના વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

by Gujarati biz news
Gujarat News

ગાંધીનગર- Gujarat News ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી છે. આજે ગુરુવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.(Important decision of the state government to accelerate the development of Gujarat)

વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ

Gujarat News આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો (JETCO), ગુજરાત પાવર કોર્પોરેશન અને મેરીટાઇમ બોર્ડ જેવા સંસ્થાનોને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ 1,22,53,096 ચો.મીટર જમીન ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે.

રાધાનેસડાને સૌથી વધુ જમીન

ગુજરાતના(Gujarat News) વિવિધ જિલ્લાઓમાં જે તે સંસ્થાઓને ફાળવવામાં આવેલી આ જમીનો પર આગામી સમયમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કાર્યરત થશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે. સૌથી વધુ ગુજરાત પાવર કોર્પોરેશનને બનાસકાંઠાના રાધાનેસડા ખાતે અંદાજે 1,20,60,000 ચો.મી. જેટલી વિશાળ જમીન ફાળવવામાં આવી છે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડને 14 સ્થળો પર જમીન

આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડને વિવિધ 14 સ્થળોએ આશરે 1,36,291 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. જ્યારે, જેટકો (JETCO)ને રાજ્યમાં વીજ માળખું મજબૂત કરવા માટે કુલ 7 સ્થળોએ અંદાજે 31,010 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડને પણ મહુવાના કતપર ખાતે બંદર વિકાસ માટે 25,795 ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં જમીન ફાળવણી

Gujarat News પાણી પુરવઠા બોર્ડને તાપી, મોરબી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, કચ્છ, વલસાડ, અમદાવાદ, રાજકોટ અને બોટાદમાં જ્યારે, જેટકોને ગીર સોમનાથ, છોટા ઉદેપુર, પોરબંદર, વલસાડ, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લામાં જમીનની ફાળવણી કરવામાં આવી છે.

રિન્યુએબલ એનર્જી

આ જમીન ફાળવણીથી રાજ્યમાં પીવાના પાણીની સુવિધા તેમજ વીજ પુરવઠાની ક્ષમતા વધશે. તદુપરાંત, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ ગુજરાત નવી ઊંચાઈઓ સર કરશે. આ નિર્ણય રાજ્યના પાયાના માળખાને વધુ મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પણ વાંચો….

CM on Gujarat Budget 2026: કોમનવેલ્થ ગેમ્સનાં યજમાન અમદાવાદ માટે 1200 કરોડની ફાળવણીને આવકારતાં મુખ્યપ્રધાન

You will also like

Leave a Comment