ગાંધીનગર– Gujarat News કેન્દ્રીય રાજમાર્ગ પ્રધાન નિતીન ગડકરીની(Union Highways Minister Nitin Gadkari) અધ્યક્ષતા તથા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ(Gujarat’s National Highway Project) હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન ગડકરીએ આ બેઠકમાં અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ કરી કે, રસ્તાઓની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાય તે અતિ આવશ્યક છે.
કડક પગલા લેવાશેઃ નિતીન ગડકરી
આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, નેશનલ હાઈવેના(National Highway) નિર્માણ અને રીસર્ફેસીંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહિ. એટલુ જ નહી, નક્કી કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ નહિ થાય અને નિષ્કાળજી જણાશે તો ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલા પણ લેવાશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલની રજૂઆત
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય પ્રધાન નિતીન ગડકરીને(Minister Nitin Gadkari) અનુરોધ કર્યો કે, નેશનલ હાઈવે પર રાજ્યમાં 35 ટકાથી વધુનું ભારણ રહે છે એ સંદર્ભમાં આ હાઈવેઝની યોગ્ય મરામત થતી રહે અને જરૂર જણાયે વિસ્તૃતિકરણના કામો પણ NHAI કરતી રહે. તેમણે ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ -ગોંડલ- જેતપુર, અમદાવાદ-ઉદેપૂર આ ત્રણ માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ થાય તે જોવા પણ કેન્દ્રિય પ્રધાન સમક્ષ રજૂઆત કરી હતી.(Gujarat News)
20 હજાર કરોડ મંજૂર કરવાની ખાતરી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય પ્રધાન ગડકરીજીને કરેલી રજૂઆત અંગે ત્વરિત પ્રતિસાદ આપતાં નીતિન ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ માટે રૂ. 20 હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આ બેઠકમાં આપી હતી.
વિવિધ પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન
નેશનલ હાઈવે આથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા(Gujarat News) ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી થયેલી કામગીરી અને આગામી સમયમાં NHAI અને મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા હાથ ધરાનારા વિવિધ પ્રોજેક્ટ્સ અંગે પણ આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતું. ગુજરાતમાં આવેલા વિવિધ નેશનલ હાઈવેની વર્તમાન સ્થિતિ, રોડના કામો ક્યાં સુધીમાં પૂર્ણ કરવાના હતા, હાલમાં બાકીના કામો ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જેવા વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.
Most Watched Video News
Stock Market India: શેરબજાર ઑલ ટાઈમ હાઈ, નવી તેજી પાછળ પાંચ નવા કારણો
માર્ગોની કામગીરીની વિગતો
મુખ્ય સચિવ એમ.કે. દાસે ગુજરાત સરકાર દ્વારા હાઈવેઝ અને માર્ગોની થઈ રહેલી કામગીરી અને કેન્દ્ર સરકાર સાથેના સંકલનની વિગતો આપી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયા, સલાહકાર એસ.એસ. રાઠૌર, અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો તથા મુખ્યપ્રધાનના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને કેન્દ્રીય રાજમાર્ગ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના માર્ગ વિભાગ હેઠળ નેશનલ હાઇવે ડિવિઝન સહિત સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
6 લેન શામળાજી મોટા ચિલોડા હાઈવેનું નિરીક્ષણ
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે NH-48 ના નિર્માણાધીન 6-લેન શામળાજી-મોટા ચિલોડા સેક્શનનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન, ગડકરીએ હિંમતનગર નજીક ચેનલ 492 પર મોતીપુરા ફ્લાયઓવર અને માજરા નજીક ચેનલ 524 પર VUP સહિત મુખ્ય માળખાઓની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને બાકીના માળખા અને કોંક્રિટ સર્વિસ રોડના બાંધકામને ઝડપી બનાવવા અને યોગ્ય ડ્રેનેજ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.
સલામતીના પગલામાં સુધારો
ગડકરીએ ભૂલો અથવા વિલંબ માટે જવાબદાર એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો અને માર્ગ સલામતીના પગલાંમાં સુધારો અને મુસાફરો માટે સરળ મુસાફરી ગુણવત્તા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.