ગુજરાતના જાહેર સાહસોનું દમદાર પ્રદર્શન, સેન્સેક્સ- નિફ્ટીને પાછળ છોડ્યા

by Gujarati biz news
Stock Market India

ગાંધીનગર- ગુજરાતના જાહેર ક્ષેત્રના સાહસો- પીએસયુ(Gujarat PSUs)એ  નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શેરબજારમાં(Stock Market India) શાનદાર પ્રદર્શન કર્યું છે, અને BSE સેન્સેક્સ તેમજ NSE નિફ્ટી જેવા બેન્ચમાર્ક સૂચકાંકોને પાછળ છોડી દીધાં છે.

શેરબજારોમાંથી(Share Market India) સંકલિત થયેલા ડેટા મુજબ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC), ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) એ 28 માર્ચથી 30 સપ્ટેમ્બર, 2025 દરમિયાન સકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, પોતાના શેરના ભાવમાં 125.17 ટકાનો અસાધારણ ઉછાળો નોંધાવીને GMDC શ્રેષ્ઠ પ્રદર્શનકાર તરીકે ઉભરી આવ્યો છે, જે રૂપિયા 265.35થી વધીને રૂપિયા 597.50 થયો છે.

તેનાથી વિપરીત, આ જ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ 3.68 ટકા અને NSE નિફ્ટી 4.64 ટકા વધ્યો હતો, જે ગુજરાતના જાહેર ક્ષેત્રના એકમોનું દમદાર પ્રદર્શન દર્શાવે છે.

જાહેર સાહસોના નેતૃત્વમાં વ્યૂહાત્મક સુધારા, સ્પષ્ટ નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલા બદલાવની સીધી અસર ગુજરાતના જાહેર એકમોના વિકાસમાં પ્રતિબિંબિત થાય છે. નવા ઉદ્યોગો, ઊર્જા સુરક્ષા અને માઇનીંગમાં ટકાઉ પ્રથાઓ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાના લીધે રોકાણકારોને લાભ થયો છે અને લાંબા ગાળાના ફાયદા સુનિશ્વિત થયા છે.

ગુજરાતના રત્નો માત્ર આર્થિક સંપત્તિ નથી, પરંતુ ગુજરાતના સુશાસન અને ઔદ્યોગિક ક્ષેત્રમાં દૂરંદેશીના પ્રતીક છે. આ આંકડાઓથી એ સ્પષ્ટ છે કે રોકાણકારોને જાહેર એકમોમાં વધુ ભરોસો છે.

GMDCના વેલ્યુએશનમાં થયેલો વધારો સ્પષ્ટ છે, જેની પાછળ ખનિજોની વૈશ્વિક માંગ અને મુખ્ય માઇનિંગ ક્ષેત્રોમાં નિગમ દ્વારા કરવામાં આવેલું વ્યાપક વિસ્તરણ કારણભૂત છે. GSFCનો નોંધપાત્ર વિકાસ પણ એ દર્શાવે છે કે તેનું માળખું મજબૂત છે અને આબોહવાની બદલાતી પરિસ્થિતિ અનુસાર કૃષિ સામગ્રીની માંગ વધી છે.

Top Trending Video News

https://www.gujaratibiznews.com/video-news/the-bse-sensex-fell-97-points-after-a-strong-start-in-the-stock-market-india/

ગુજરાત ભારતના ઔદ્યોગિક વિકાસનું નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોની સફળતા રાજ્યની આર્થિક પ્રગતિના કેન્દ્ર તરીકેની છબીને મજબૂત બનાવે છે. એક દૂરંદેશી અને મજબૂત નેતૃત્વ સાથે, ગુજરાતના રત્નો ભવિષ્યમાં વધુ મજબૂત બનવા માટે તૈયાર છે.

You will also like

Leave a Comment