Guru Margi: 11 માર્ચે ગુરુ ગ્રહ થશે માર્ગી, ત્રણ રાશિઓની ચમકશે કિસ્મત

by Gujarati biz news
Guru Margi

અમદાવાદ- Guru Margi જ્યોતિષ શાસ્ત્રમાં દેવ ગુરુ બૃહસ્પતિ(ગુરુ)ને જ્ઞાન, સૌભાગ્ય, ધન અને વૈવાહિક સુખનું પ્રતિક માનવામાં આવે છે. હવે 11 માર્ચ, 2026ના રોજ ગુરુ ગ્રહ પોતાની વક્રી ચાલ છોડીને માર્ગી થશે. એટલે કે ગુરુ ગ્રહ હવે સીધી ચાલ ચાલશે. ગુરુ ગ્રહની આ સીધી ચાલ દરેક રાશિ માટે મહત્ત્વની હોય છે. પરંતુ ધન અને મીન રાશિના જાતકો માટે આ ખગોળિય ફેરફાર થશે અને તે વરદાન સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે કઈ રાશિ માટે માર્ગી ગોચર નવા દ્વાર ખોલવા જઈ રહ્યો છે.(Jupiter will transit on 2026 March 11)

ધન રાશિ

ધનુ રાશિના સ્વામી સ્વયં ગુરુ છે. તેના માટે ગરુ માર્ગી(Guru Margi) થવું તમારા માટે વિશેષ ઉર્જા લઈને આવશે. તમને ઉર્જાવાન બનાવશે. 11 માર્ચ પછી તમારા રોકાયેલા તમામ કામને ગતિ મળશે. નોકરી કરતાં લોકો માટે પ્રગતિનો રસ્તો ખૂલશે. પ્રતિસ્પર્ધામાં પરીક્ષાઓમાં જોડાયેલા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું મીઠુ ફળ મળે. આવકના નવા સ્ત્રોત ખૂલશે. જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પ્રેમ સંબધો વધુ ગાઢ બનશે. જીવનસાથીની સાથે તમારો વ્યવહાર અને માન સન્માનમાં વધારો થશે. શારીરિક સ્વાસ્થ્યમાં પહેલા કરતાં ઘણો સારો સુધારો અનુભવશો.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે ગુરુ માર્ગી(Guru Margi) થવાથી ભાગ્ય તમને દરેક કામમાં સાથ આપશે. ભાગ્ય વધુ ખીલશે. તમને લાગશે કે મે જે ઈચ્છ્યું હતું તે થઈ રહ્યું છે. પણ સાથે મહેનત પણ એટલી જ જરૂરી છે. તમારા સ્વામી ગુરુની સીધી ચાલ તમને દરેક ક્ષેત્રમાં અનુકુળ પરિણામ અપાવશે. જો તમે રોજગારીની શોધમાં છો તો તમને મનમાં ઈચ્છા હશે ત્યાં નોકરીની તકની અવસર મળશે. કાર્યક્ષેત્રમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે તમને તમારા વરિષ્ઠ માતા પિતા અથવા ગુરુજનોનું માર્ગદર્શન સંજીવની બનીને કામ કરશે. લાંબા સમયથી કરી રહેલા રોકાણમાં હવે તમને નફો મળવાનો સમય આવી ગયો છે. જે લોકો વિવાહના બંધનમાં બંધાવવા માંગતો હોય તો તેમની ઈચ્છા પુરી થશે. પારિવારિક માહોલમાં ખુશાલી રહશે. તમારા ઘરમાં સુખદ વાતાવરણ રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ગુરુ ગ્રહ માર્ગી(Guru Margi) થવું અત્યંત શુભ ફળદાયી મનાય છે. ગુરુના આ ગોચરમાં તમારા વ્યક્તિત્વને નિખાર મળશે. સમાજમાં માન સન્માન વધશે. વેપાર-બિઝનેસ વિસ્તારની યોજના સફળ થશે. કાર્યસ્થળ પર તમારી કાર્યક્ષમતાના વખાણ થશે. લાંબા સમયથી અટકેલા કાર્ય કોઈપણ વિધ્ન વગર પુરા થશે. આર્થિક રૂપથી આ સમય તમારા માટે ખૂબ જ મજબૂત રહેશે. જેમાં ધરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે. ઘર પરિવારમાં માંગલિક કાર્યનું આયોજન થવાની સંભાવના છે. તમારા જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

આ પણ વાંચો….

Trigrahi Rajyog 2026: 15 માર્ચથી ત્રણ રાશિઓને ભાગ્યનો સાથ મળશે

(નોંધ- અત્રે આપેલ માહિતી જ્યોતિષશાસ્ત્ર આધારિત છે અને  www.gujaratibiznews.com તેની પુષ્ટી કરતું નથી.)

You will also like

Leave a Comment