અમદાવાદ- Hindu Study ઑક્સફોર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના ડાયરેક્ટર શૌનક ઋષિ વિશ્વ ઉમિયાધામની મુલાકાતે આવ્યા હતા. તેમણે વિશ્વ ઉમિયાધામમાં(Vishwa Umiyadham) ઑક્સફોર્ડ યુનિવર્સિટીનું(Oxford University) હિન્દુ સ્ટડી સેન્ટર શરૂ કરવા કહ્યું હતું.(Hindu Studies Centre in Vishwa Umiyadham)
શૌનક ઋષિ દાસ ઉમિયાધામની મુલાકાતે
યુ.કે.ની વિશ્વ વિખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કાર્યરત ઑક્સફોર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના ડાયરેક્ટર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સનાતન હિન્દુ ધર્મના પ્રખર વિચારક શૌનક ઋષિ દાસ(Shaunak Rishi Das) 5 જાન્યુઆરી 2026ના રોજ વિશ્વ ઉમિયાધામની મુલાકાતે પધાર્યા હતા.(Hindu Study) મુળ બ્રિટિશ પરંતુ હિંદુ નામ ધારણ કરનાર શૌનક ઋષિ દાસે વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણાધીન મંદિરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. સાથે શૌનક ઋષિએ વિશ્વ ઉમિયાધામ મંદિરની શિલાનું પૂજન કરી મા ઉમિયાના આશીર્વાદ મેળવ્યા હતા.
ગ્લોબલ સારસ્વત પરિષદ
મહત્વનું છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલના અધ્યક્ષ સ્થાને ગ્લોબલ સારસ્વત પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં બ્રિટનના શૌનક ઋષિ દાસ સહિત ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ સહિત ઉચ્ચ કક્ષાના શિક્ષણવિદો, લેખકો અને સારસ્તવો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુત્વ પર પ્રેરણાદાયી સંવાદ
આ સારસ્વત પરિષદમાં સનાતન ધર્મના વૈજ્ઞાનિક રિસર્ચ અંગે ચર્ચા થઈ હતી. સાથે જ આ બેઠકમાં આમંત્રિત વિદ્વાનો તથા વિચારકો સાથે શૌનક ઋષિ દાસે હિન્દુત્ત્વની(Hindu Study) વૈશ્વિક ભૂમિકા, સનાતન ધર્મનું દાર્શનિક ઊંડાણ, ભારતીય સંસ્કૃતિના શાશ્વત મૂલ્યો અને આજના સમયમાં વિશ્વને સનાતન ધર્મની આવશ્યકતા જેવા વિષયો પર અત્યંત ગહન અને પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો.
વસુધૈવ કુટુમ્બકમનો આદર્શ
શૌનક ઋષિ દાસે પ્રેરક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, “સનાતન ધર્મ માત્ર ઉપાસનાની પદ્ધતિ નથી, પરંતુ માનવજીવનને સંતુલિત, મૂલ્યનિષ્ઠ અને સર્વાંગી બનાવતી એક જીવનશૈલી છે. આજના વૈશ્વિક અશાંતિ અને યુદ્ધના માહોલમાં હિન્દુ વિચારધારા સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક બની શકે એમ છે. ભારતવર્ષ એ સંપૂર્ણ વિશ્વ માટે શાશ્વત આધ્યાત્મિક મૂલ્યોનું પ્રેરણાતીર્થ છે. ભારતીય ચિંતન – દર્શન સનાતન ધર્મની દિવ્ય ચેતના દ્વારા ભારતવર્ષ પુનઃ તેમની વૈશ્વિક ભૂમિકા ભજવવા સમર્થ બનશે અને વસુધૈવ કુટુમ્બકમૂનો આદર્શ સિદ્ધ કરશે તેવી મને શ્રધ્ધા છે. વિશ્વ ઉમિયાધામ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ દિવ્ય મિશન સાકાર કરી શકશે.
Top Trending News
Stock Market India: શેરબજાર બીજા દિવસે તૂટયું, છ કારણોથી આવી વેચવાલી
હિન્દુઓએ કરવું જોઈએ તે કામ એક અંગ્રેજ કરશે
આ પ્રસંગે સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર. પી. પટેલે(Vishva Umiyadham President R. P. Patel) પોતાના અધ્યક્ષીય ભાષણમાં જણાવ્યું કે, જે કામ હિન્દુઓએ કરવું જોઈએ તે એક અંગ્રેજ કરી રહ્યાં છે. તેમણે હિન્દુત્ત્વ(Hindu Study) માટેની ઉદાસીનતા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે શૌનક ઋષિ દાસના પ્રયત્નોને ખૂબ બિરદાવ્યા હતાં. તેમણે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના આધારિત પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી. તેમણે સમાજમાં સંસ્કાર, સંસ્કૃતિ રાષ્ટ્રભાવના અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાના સંસ્થાના પ્રયાસોને સમયોચિત અને અનિવાર્ય ગણાવ્યા હતાં. તેમણે કહ્યું કે, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રો ભારતની આત્માને વિશ્વમંચ પર સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.