કોલકાતા- IND vs WI ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે સુપર 8નો મહામુકાબલો આજે રવિવારે કોલકાતામાં રમાયો હતો. વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ભારતે 19.2 ઓવરમાં 196 રન બનાવી લીધા હતા. આમ ભારતે વેસ્ટઈન્ડિઝને પ વિકેટે હરાવી દીધું છે અને ટી20 વર્લ્ડકપ સેમીફાઈનલમાં પ્રવેશ કરી દીધો છે.
સંજૂ સૈમસને 50 બોલમાં 97 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. સંજૂએ 12 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી હતી.
India Final Scores: ભારતે 19.2 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 199 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા 11 બોલમાં 10 રન(આઉટ), ઈસાન કિશન 6 બોલમાં 10 રન(આઉટ), સૂર્યકુમાર યાદવ 16 બોલમાં 18 રન(આઉટ), તિલક વર્મા 15 બોલમાં 27 રન(આઉટ), હાર્દિક પંડ્યા 14 બોલમાં 17 રન(આઉટ) થયા હતા.
અત્યાર સુધી સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ચુકી છે. અને હવે વેસ્ટઈન્ડિઝને હરાવીને ભારત ટી20 વર્લ્ડકપ સેમીફાઈનલમાં પ્રવેશી ચુક્યું છે.

ભારત સંજૂ સૈમસન નોટ આઉટ 97 રન બનાવ્યા તેના દમ પર વેસ્ટઈન્ડિઝને 5 વિકેટે હરાવી દીધું છે. અને ટી20 વર્લ્ડકપ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે સેમીફાઈનલ 5 માર્ચે ઈગ્લેન્ડ સામે ભારત મુંબઈમાં ટકરાશે. સંજૂ સૈમસન આજની ભારતની જીતનો હીરો બની ગયો છે. ભારત છઠ્ઠી વખત ટી20 વર્લ્ડકપ સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
ભારતનો સ્કોરઃ 19 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 189 રન, હવે જીત માટે છ બોલમા 7 રન બાકી.
હાર્દિક પંડ્યા 14 બોલમાં 17 રને આઉટ થયો, ભારતે પાંચમી વિકેટ ગુમાવી, હવે જીત માટે 10 બોલમાં 17 રન બાકી
ભારતને જીત માટે 14 બોલમાં 19 રન જોઈએ
સંજૂ સૈમસન 46 બોલમાં 82 રને ક્રિઝ પર રમી રહ્યા છે.
17 ઓવરમાં 171 રન, ભારતને જીત માટે 18 બોલમાં 25 રન બાકી
ભારતનો સ્કોર- 15 ઓવરમાં ચાર વિકેટે 146 રન, હવે 30 બોલમાં 50 રન જીત માટે જોઈએ.
તિલક વર્માં 15 બોલમાં 27 રન બનાવીને આઉટ, ચોથી વિકેટ પડી, હાર્દિક પંડ્યા રમવા માટે આવ્યા
ભારતનો સ્કોર 14 ઓવરમાં ત્રણ વિકેટે 136 રન, ભારતને જીત માટે 36 બોલમાં 60 રન જોઈએ.
સંજૂ સૈમસન 38 બોલમાં 68 રન અને તિલક વર્મા 10 બોલમાં 15 રન
ભારતને જીત માટે 40 બોલમાં 70 રન જોઈએ
12મી ઓવરમાં ભારતે 17 રન લીધા. 12 ઓવરને અંતે 121 રનનો સ્કોર
ભારતની ત્રીજી વિકેટ પડી, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 18 રન બનાવ્યા હતા. શેમાર જોસેફના બોલ પર રદરફોર્ડના હાથમાં કેચ થયો હતો.
સંજૂ સૈમસને 26 બોલ રમીને અડધી સદી લગાવી છે. ભારત 10 ઓવરમાં બે વિકેટે 98 રન બનાવી લીધા છે. હવે ટીમ ઈન્ડિયાને 60 બોલમાં 98 રન જોઈએ છે.
ભારતનો સ્કોરઃ 10 ઓવરમાં બે વિકેટે 98 રન, સંજૂ સૈમસન 54 રન અને સૂર્યકુમાર યાદવ 18 રન સાથે રમી રહ્યા છે.
ભારત 8 ઓવરમાં બે વિકેટે 78 રન, જીત માટે 72 બોલમાં 118 રન જોઈએ
ભારત 5.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 51 રન બનાવ્યા
ઈસાન કિશન 10 રનના સ્કોર પર હોલ્ડરના બોલ પર સિક્સ મારવા જતાં કેચ આઉટ થયા હતા.
ભારત ત્રણ ઓવરમાં એક વિકેટે 29 રન, અભિષેક શર્મા 11 બોલમાં 10 રન બનાવી આઉટ
ભારતે પહેલી ઓવરમાં 5 રન બનાવ્યા, અભિષેક શર્માએ 5 રન બનાવ્યા
ભારતને જીત માટે 20 ઓવરમાં 196 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

હોલ્ડર અને પોવેલે પાંચમી વિકેટની ભાગીદારીમાં 35 બોલ પર 76 રન ફટકાર્યા હતા. ભારત માટે બુમરાહે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ એક વિકેટ અને વરુણ ચક્રવર્તીએ એક વિકેટ ઝડપી હતી.
વેસ્ટઈન્ડિઝે છેલ્લા પાંચ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 70 રન બનાવ્યા હતા. ભારત છેલ્લી પાંચ ઓવરમાં વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યું હતું.
વેસ્ટઈન્ડિઝે 20 ઓવર ગુમાવીને ચાર વિકેટે 195 રન કર્યા હતા. 11 રન એકસ્ટ્રા હતા. રન રેટ 9.80નો હતો.
અભિષેક શર્માએ હોલ્ડરનો કેચ અર્શદિપની બોલિંગમાં છોડ્યો હતો. હોલ્ડર 27 રન પર રમી રહ્યો હતો. વેસ્ટઈન્ડિઝ 19 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા છે.
16 ઓવરમાં 149 રન, ચાર વિકેટ, રનરેટ 9.31
હાર્દિક પંડ્યાએ રદરફોર્ડને 14 રન પર સંજૂ સૈમસનના હાથમાં કેચ આઉટ કર્યો હતો. 15 ઓવરમાં 4 વિકેટે 125 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 40 રન આપીને એક વિકેટ ઝડપી છે.
બુમરાહે હેટમાયરને આઉટ કર્યા પછી 12મી ઓવરના પાંચમાં બોલે ચેઝને પણ આઉટ કર્યો હતો. ચેઝ 40 રન પર રમી રહ્યા હતા. ચેઝને કેચ સૂર્યકુમાર યાદવે કર્યો હતો. વેસ્ટઈન્ડિઝ 12 ઓવરને અંતે 3 વિકેટે 103 રન બનાવ્યા હતા. બુમરાહે બે વિકેટ ઝડપી છે.
બુમરાહે હેટમાયરને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી છે. હેટમાયરે 12 બોલમાં 27 રન બનાવ્યા હતા.
વેસ્ટઈન્ડિઝ 10 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 82 રન અને રન રેટ 8.20
હેટમાયરે સિક્સ ફટકારીને વેસ્ટઈન્ડિઝનો સ્કોર 75 રન એક વિકેટ
વરુણ ચક્રવર્તીએ શાઈ હોપને 32 રનમાં બોલ્ડ કર્યો હતો. હેટમાયર ક્રીઝ પર આવ્યા છે. વેસ્ટઈન્ડિઝે 9 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા છે.
વેસ્ટઈન્ડિઝે એક વિકેટ ગુમાવી, 8.5 ઓવરમાં 68 રન
છ ઓવરને અંતે રન રેટ 7.50
વેસ્ટઈન્ડિઝ પાંચ ઓવરને અંતે વિના વિકેટે 35 રન થયા, રન રેટ 7.00
અભિષેક શર્માએ બુમરાહની બોલિંગમાં રોસ્ટન ચેઝનો આસાન કેચ છોડ્યો હતો. ભારત માટે વિકેટ ઝડપવાની સૌથી મોટી તક હતી.
વેસ્ટઈન્ડિઝ બે ઓવરને અંતે વિના વિકેટે 13 રન બનાવ્યા.
ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત અને વેસ્ટઈન્ડિઝની(IND vs WI) વચ્ચે આજે સાંજે સાત વાગ્યે મેચ શરૂ થશે, તે પહેલા સાંજે 6.30 વાગ્યે ટોસ થશે. બન્ને ટીમો મજબૂત સ્થિતિમાં છે. બોલીંગમાં બન્ને ટીમમાં કોઈ નબળાઈ નથી. પણ આ મેચ બેટિંગ હારજીતનો નિર્ણય કરી શકે છે. તેમછતાં ટી20 વર્લ્ડકપમાં વેસ્ટઈન્ડિઝની ટીમનું પલ્લુ ભારે લાગે છે. કારણ કે તેણે ભારત વિરુદ્ધની 3 મેચ જીતી છે અને એક જ મેચ ભારત જીત્યું છે.
ટી20 વર્લ્ડકપ 2026ની સેમીફાઈનલમાં પહોંચવા માટે આજની મેચ ખૂબ મહત્ત્વની બની રહેશે. આજની ટી20 મેચ ભારત જીતશે તો તે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં આજની મેચ રમાઈ રહી છે.
ભારતની સંભવિત ટીમ
IND vs WI સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), સંજૂ સૈમસન(વિકેટ કીપર), અભિષેક શર્મા, ઈશાન કિસાન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદિપ સિંહ.
વેસ્ટઈન્ડિઝની સંભવિત ટીમ
શાઈ હોપ(કેપ્ટન અને વિકેટકીપર), બ્રૈડન કિંગ, શિમરોન હેટમાયર, રોવમૈન પૉવેલ, શેરફેન રદરફોર્ડ, રોસ્ટન ચેસ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, મૈથ્યુ ફોર્ડ/અકીલ હોસેન, ગુડાકેશ મોટી અને શમર જોસેફ.

ટીમ ઈન્ડિયામાં ઈસાન કિસનના અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 6 મેચ રમીને કુલ 214 રન બનાવ્યા છે. તેના પછી બીજા નંબરે કેપ્ટન સૂર્યકુમાર યાદવ જેમણે 6 મેચ રમીને 213 રન બનાવ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝની સૌથી વધુ સિક્સ
ટી20 વર્લ્ડકપ 2026માં અત્યાર સુધીના તમામ મેચમાં સૌથી વધુ છક્કા લગાવનાર ટીમ વેસ્ટઈન્ડિઝ છે અને બીજા નંબર પર ભારત છે. વેસ્ટઈન્ડિઝે અત્યાર સુધીમાં 66 સિક્સ ફટકારી છે અને ભારતે કુલ 63 સિક્સ લગાવી છે.