India World Cup 2023: વિશ્વ કપ માટે ભારતના ખેલાડીઓના નામની જાહેરાત

by Gujarati biz news

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી ભારતમાં રમાશે

ફાઈલ તસવીર સૌજન્ય- BCCI

India World Cup 2023નડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈ ( BCCI )એ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમમાં સંજુ સૈમસનને જગ્યા મળી નથી. તેમજ તિલક વર્માને પણ સ્થાન મળ્યું નથી. તમને જણાવી દઈએ કે ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજ પહેલી વાર વર્લ્ડ કપની મેચમાં રમશે. ( India World Cup 2023 )

વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ રહી છે. પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડની વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે. તેમજ 8 ઓક્ટોબરે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશાન, કે એલ રાહુલ, હાર્દિક પંડ્યા(વાઈસ કેપ્ટન), સૂર્ય કુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

વર્લ્ડ કપની ટીમમાં અશ્વિન, ચહલ, સંજુ સૈમસન, યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા જેવા ખેલાડીઓને સ્થાન મળ્યું નથી. કેટલાક ક્રિકેટના અગ્રણીઓના કહેવા પ્રમાણે તિલક વર્માને ટીમમાં સ્થાન મળવું જોઈતું હતું. પણ અવું થઈ શક્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષમાં આઈસીસીની ટૂર્નામેન્ટ જીતી શકી નથી.

વર્લ્ડ કપમાં ભારતનું શિડ્યુલ

8 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં મેચ રમાશે

11 ઓક્ટોબર અફઘાનિસ્તાન સામે દિલ્હીમાં મેચ રમાશે

14 ઓક્ટોબર પાકિસ્તાન સામે અમદાવાદમાં મેચ રમાશે

19 ઓક્ટોબર બાંગ્લાદેશ સામે પૂણેમાં મેચ રમાશે

22 ઓક્ટોબર ન્યૂ ઝીલેન્ડ સામે ધર્મશાલામાં મેચ રમાશે

29 ઓક્ટોબર ઈંગ્લેન્ડ સામે લખનઉમાં મેચ રમાશે

2 નવેમ્બર શ્રીલંકા સામે મુંબઈમાં મેચ રમાશે

5 નવેમ્બર સાઉથ આફ્રિકા સામે કોલકત્તામાં મેચ રમાશે

12 નવેમ્બર નેધરલેન્ડ સામે બેંગલુરુમાં મેચ રમાશે

વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

You will also like

Leave a Comment