અમદાવાદ- Iran Israel Conflict ઈઝરાયલ યુએસ ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચુકયું છે. ઈઝરાયલે ઈરાન પર ભારે હૂમલો કર્યો છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર જવાબી હૂમલો કર્યો છે. ઈરાને યુએસ સૈન્ય અડ્ડા પર હૂમલો કર્યો છે. આ સમાચારને પગલે હવે વિશ્વના શેરબજારોમાં ભારે ગભરાટ ફેલાયો છે. વિશ્વના સ્ટોક માર્કેટ કડાકા સાથે ખૂલશે? ગોલ્ડ સિલ્વરમાં ભારે ઉછાળો આવશે? કરન્સી અને ક્રૂડ માર્કેટમાં ભારે હલચલ જોવા મળી શકે છે? શનિવારે મોડી રાતે ડાઉ જોન્સ ફ્યુચર 623 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરી રહ્યો હતો.
જૂઓ વીડિયો….
ધડાકા પછી ધુમાડાના ગોટેગોટા
ઈઝરાયલે ઈરાન પર ભયંકર હૂમલો કર્યો છેે. ઈરાનના અંદાજે 30 સ્થળોને નિશાન બનાવીને મિસાઈલોથી હૂમલો કર્યો હતો. ઈરાનમાં મોટાભાગના શહેરોમાં ઘડાકાના અવાજ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સાયરનો પણ વગાડવામાં આવી હતી. ઈઝરાયલે અમેરિકાનો સાથ લઈને જ ઈરાન પર હૂમલો કર્યો હતો. ત્યાર બાદ ઈરાને વળતો હૂમલો કર્યો હતો, અને જોરદાર પલટવાર કરીને હૂમલો કર્યો હતો.
સાત દેશો પર હૂમલો
Iran Israel Conflict ઈરાને અમેરિકાના અન્ય સાત દેશોના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવીને હૂમલો કર્યો હતો. તેમજ ઈરાને ઈઝરાયલ પર 70 મિસાઈલોથી હૂમલો કર્યો હતો. ઈઝરાયલ અને ઈરાને ઈમરજન્સી જાહેર કરી છે. ઈરાને જે હૂમલો કર્યો છે, તેમાં મીડલઈસ્ટના સાત દેશો પર હૂમલો કર્યો છે. બહરીન, કતર, કુવૈત, જોર્ડન, દુબઈ, અબુધાબી, રિયાદ, દોહા, સાઉદીઅરબ જેવા દેશ પર મિસાઈલથી હૂમલો કર્યો છે.
ટ્રમ્પનું નિવેદન
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનના નાગરિકોના ભવિષ્ય માટે આ હૂમલો જરૂરી હતો. અને ઈરાનને અમે પરમાણું બોમ્બ નહી બનાવવા દઈએ. ટ્રમ્પે દાવો પણ કર્યો હતો કે અમે ઈરાનની પરમાણું સાઈટ પર હૂમલો કર્યો છે અને આ સાઈટને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધી છે.
બહરીન પર હૂમલો
બહરીનની ન્યૂઝ એજન્સીએ કહ્યું છે કે (Iran Israel Conflict) ઈરાને સિક્યુરિટીનું સંદતર ઉલ્લંધન કર્યું છે. અને ઈરાનના હૂમલોની કડક નિંદા કરી છે. કિંગડમના નાગરિકો પર સીધો ખતરો ઉભો થયો છે. તત્કાલ પ્રભાવથી ઈમરજન્સી લાગુ કરી છે. મિડલ ઈસ્ટના તમામ દેશોએ ઈરાનના આ હૂમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે આનો જવાબ ઈરાને આપવો પડશે અથવા ભોગવવા તૈયાર રહેવું પડશે.
મીડલ ઈસ્ટ યુદ્ધમાં પરિણમ્યું
આ યુદ્ધ ત્રણ દેશ યુએસ, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે નથી રહ્યું.(Iran Israel Conflict) હવે સાતથી આઠ દેશો વચ્ચેનું યુદ્ધમાં તબદિલ થયું છે. જેથી હવે આ મીડલ ઈસ્ટ યુદ્ધ બન્યું છે. સવાલ એવો છે કે શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે. એકતરફ પાકિસ્તાન અફઘાનસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે પણ યુદ્ધ ચાલુ છે.
સોમવારે શેરબજાર કડાકા સાથે ખૂલશે?
મીડલ ઈસ્ટમાં યુદ્ધ ફાટી(Iran Israel Conflict) નીકળતાં વૈશ્વિક સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ છવાયો છે. કે હવે સોમવારે માર્કેટ કેટલા કડાકા સાથે ખૂલશે. રોકાણકારોમાં પણ વધુ ડર છે કે શેરબજાર તૂટી પડશે. ખાસ કરીને ભારતીય શેરબજાર સોમવારે હવે નીચા મથાળે ગેપમાં ખૂલશે. જો કે ભારતીય શેરબજારમાં શુક્રવારે જ ખબર પડી ગઈ હતી કે ગમે ત્યારે યુદ્ધ થશે. અમેરકા અને ઈરાન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત નિષ્ફળ નિવડી હતી. જેથી શુક્રવારે જ સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટી ગયો હતો. નિફ્ટી 317 પોઈન્ટ ગબડ્યો હતો. બેંક નિફ્ટીમાં 658 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. એશિયાઈ સ્ટોક માર્કેટ સહિત યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ડાઉન આવી શકે છે.
ગોલ્ડ સિલ્વરમાં ઉછાળો
બીજી તરફ યુદ્ધના સમયમાં સેફ હેવન ડીમાન્ડ ગોલ્ડ અને સિલ્વરમાં નીકળશે. જેથી આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં નવી લેવાલી નીકળતાં ભાવમાં ભારે ઉછાળો આવશે. ગોલ્ડ એપ્રિલ ફ્યુચર 5267 ડૉલર બંધ રહ્યો હતો. સિલ્વર માર્ચ ફયુચર 93.63 ડૉલર બંધ રહ્યો હતો. અમદાવાદ સોના ચાંદી બજારમાં શનિવારે સાંજે ચાર વાગ્યે 24 કેરેટ સોનું દસ ગ્રામે રૂપિયા 1,75,000 અને ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 2,85,000 નો ભાવ રહ્યો હતો.
ક્રૂડ ઓઈલ ભડકી જશે
જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ખાડીનો રસ્સો બંધ કરે તો ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવશે. શુક્રવારે બ્રેન્ટ 72.87 ડૉલર પ્રતિ બેરલનો ભાવ હતો. ક્રૂડ ઓઈલ 67.02 ડૉલર પ્રતિ બેરલનો ભાવ હતો.
3 માર્ચે હોળીની રજા
ભારતીય શેરબજારમાં 2 માર્ચને સોમવાર છે અને 3 માર્ચને મંગળવારે હોળીની રજા આવે છે. જેથી હવે રોકાણકારોની નજર સોમવારે શેરબજાર શું ખૂલે છે, તેના પર છે. અત્યારની સ્થિતિને જોતા સેન્સેક્સ અને નિફ્ટી ભારે નીચા મથાળે ગેપમાં ખૂલે તેવી શકયતા વધારે છે.
આ પણ વાંચો….