Israel US Iran attack: ઈઝરાયલે ઈરાન પર કર્યો ભયંકર હૂમલો, ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર કર્યો જવાબી હૂમલો

by Gujarati biz news
Israel US Iran attack

નવી દિલ્હી- Israel US Iran attack ઈઝરાયલે ઈરાન પર સૌથી મોટો હૂમલો કર્યો છે. અનેક સ્થળો પર ધડાકાના સમાચાર મળી રહ્યા છે. કેટલાય દિવસોથી ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તંગદિલીભરી સ્થિતિ હતી. એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવતાં  હતા. પણ હવે ફાઈનલી ઈઝરાયલે સૌથી મોટી લશ્કરી કાર્યવાહી કરી છે. પુરા મિડલઈસ્ટમાં બારે તંગદિલીભરી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઈરાને તાત્કાલિક અસરથી ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

રાષ્ટ્રીય એરસ્પેસ બંધ

અમેરિકા દ્વારા સતત ઈરાનને ધમકીઓ અપાતી હતી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સાફ કહી ચુક્યા છે કે જો વાતચીત સફળ નહી થાય તો ઈરાન પર હૂમલો કરવામાં આવશે. હવે આ ધમકીઓની વચ્ચે ઈઝરાયલે ઈરાન પર હૂમલો કરી દીધો છે.(Israel US Iran attack) ઈરાકના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ કહ્યું છે તેમણે ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હવાઈ હૂમલા પછી રાષ્ટ્રીય એરસ્પેસ બંધ કરી દીધું છે.

ઈરાનના આ શહેરો પર હૂમલો

Israel US Iran attack ઈઝરાયલે ઈરાનના કરમનશાહ, લોરેસ્તાન, તબરીઝ, ઈસ્ફહાન અને કરાજ શહેરોમાં વિસ્ફોટ કર્યાના સમાચાર સામે આવ્યા છે. જો કે હજી સુધી નુકસાનની કોઈ જાણકારી મળી નથી. બીજી તરફ એક ઈરાની અધિકારીએ સમાચાર એજન્સી રોયટર્સને કહ્યું હતું કે તેહરાન અમેરિકા અને ઈઝરાયલના હૂમાલના જવાબની તૈયારીઓ કરી રહ્યું છે અને તેને પલટવાર કરીને મુંહતોડ જવાબ આપવામાં આવશે.

સાયરનો વાગી

ઈઝરાયલની સરકારે પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે સતર્કતા રાખવાની સાથે સરકારના આદેશોનું પાલન કરવાનું કહ્યુ છે. ઈઝરાયલના રક્ષા પ્રધાને ઈરાન પર હૂમલાની પુષ્ટિ કરીને જણાવ્યું છે કે આઈડીએફે સવારે ઈરાનની વિરુદ્ધ આ ઓપરેશનને અંજામ આપ્યો છે. તેના પછી ઈરાનના જવાબી હૂમલાની સંભાવનાને લઈને સતર્કતા માટે સાયરન વગાડાઈ છે.

30 સ્થળો પર ઈઝરાયલનો હૂમલો

ઈઝરાયલનું કહેવું છે કે તેમણે ઈરાન પર પ્રીવેન્ટિન્વ હૂમલા કર્યા છે.(Israel US Iran attack) મીડિયા રીપોર્ટ અનુસાર ઈરાનના 30 સ્થળો પર ઈઝરાયલે હૂમલો કર્યો છે. આ હૂમલામાં ઈરાનની રાજધાની તેહરાનમાં મોટા ધડાકા થયા હોવાના અવાજો સંભળાયા હતા અને આકાશમાં ધૂમાડાના ગોટા છવાયા હતા. ખોમેનેઈના આવવાસની પાસે પણ બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ભવિષ્ય માટે હૂમલાને જરૂરી ગણાવ્યો છે.

ઈરાનનો 70 બેલેસ્ટિક મિસાઈલથી જવાબી હૂમલો

ઈરાને ઈઝરાયલ પર જવાબી હૂમલો કરી દીધો છે. ઈરાને 70 બેલેસ્ટિક મિસાઈલો ઈઝકાયલ પર દાગી દીધી છે. ઈઝરાયલની આર્મી આઈડીએફે કહ્યું છે કે ઈરાનથી ઈઝરાયલ તરફ આવેલી બેલેસ્ટિક મિસાઈલની ઓળખ થઈ છે, જેથી પુરા દેશમાં એલર્ટ એક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે. ઈઝરાયલના યેરુશલમ, હાઈફા અને શેફેલ્લાહ જેવા શહેરોમાં મિસાઈલોથી હૂમલો થયો છે. યેરુશલમમાં સાયરન વગાડવામાં આવી હતી. લોકો બોમ્બ શેલ્ટરમાં જવાનું કહેવામાં આવ્યું છે.

એન્ટી મિસાઈલ ડીફેન્સ સિસ્ટમ એક્ટિવેટ

તેમજ ઈરાનની જવાબી કાર્યવાહી બાદ ઈઝરાયલે મિસાઈલોનો એક જથ્થો મોકલ્યો છે. ઈઝરાયલ પોતાની પુરી ક્ષમતાથી ઈરાની મિસાઈલોને નષ્ટ કરી રહી છે.(Israel US Iran attack) ઈરાનની આર્મી આઈઆરજીસીએ કહ્યું છે કે ઈઝરાયલ પર ડ્રોન મિસાઈલ હૂમલાની પહેલી લહેર હમણા જ પુરી થઈ છે. જો કે આઈઆઈજીસીએ નુકસાન અંગે હજી સુધી દાવો કર્યો નથી. ઈઝરાયલે તેની એન્ટી મિસાઈલ ડીફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરી દીધી છે. ઈઝરાયલે તેના પુરા દેશમાં નેશનલવાઈડ ઈમરજન્સી અને સ્પેશિયલ સ્ટેટ ઓફ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. પુરા ઈઝરાયલમાં સાયરન વગાડવામાં આવી છે. અને લોકોને કહેવામાં આવ્યું છે કે સુરક્ષિત સ્થાનો બોમ્બ શેલ્ટરની પાસે રહે.

અમેરિકાના 7 સૈન્ય અડ્ડા પર હૂમલો

ઈરાને ઈઝરાયલ પછી અમેરિકાની વિરુદ્ધમાં એલાન એ જંગ કરી દીધું છે. ઈરાને મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકાના 7 સેન્ય અડ્ડા પર બેલેસ્ટિક મિસાઈલોથી હૂમલો કર્યો છે. તાજા જાણકારી મુજબ ઈરાને સાઉદી અરબ, જોર્ડન, બહરીન, કુવૈત, કતર, યુએઈમાં સ્થિત અમેરિકી સૈનિક અડ્ડા પર હૂમલા કર્યા છે. બહરીને કહ્યું હતું કે આઈલેન્ડ કિંગડમમાં યુએસ નેવીના 5માં ફ્લિટ હેડક્વાર્ટરને નિશાન બનાવીને હૂમલો કર્યો હતો. તેમણે હૂમલાના સંદર્ભમાં હાલ તુરંત કોઈ જાણકારી આપી નથી.

You will also like

Leave a Comment