Mahashivratri 2026: શિવ પૂજા સાથે 12 રાશિના જાતકોએ કયો મંત્ર જાપ કરવો જોઈએ?

by Gujarati biz news
Mahashivratri 2026

અમદાવાદ- Mahashivratri 2026 મહાવદ તેરસ અતિ પવિત્ર છે. જે દિવસની રાત્રી ભગવાન શિવની મહાશિવરાત્રી કહેવાય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના દર્શન કરવાથી કરોડા જન્મોના પાપ નાશ થાય છે. ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જે ગંગામાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય તે ફળ ભગવાન શિવની પૂજા અભિષેક કરવાથી પ્રાપ્ત થાય છે. કઈ રાશિના જાતકોએ કયો મંત્ર જાપ કરવો જોઈએ? જાણો આ વિશેષ અહેવાલમાં….

ભારતમાં બાર જ્યોર્તિલિંગ છે.(Mahashivratri 2026) મહાશિવરાત્રીના દિવસે આ બારેય જ્યોર્તિલિંગમમાં વિશેષ પૂજા અર્ચના થશે અને ચાર પ્રહરની પૂજા થશે. જે દર્શનનો લ્હાવો લેવા માટે લાખો શિવ ભક્તો ઉમટી પડશે. તે ઉપરાંત ભારતના દરેક શિવાલયોમાં વહેલી પરોઢથી ઓમ નમઃ શિવાયનો જાપ થશે અને કરોડો શિવભક્તો દર્શન કરશે અને પુણ્યનું ભાથુ બાંધશે. તે દિવસે મહામૃત્યંજય મત્રનો જાપ કરવો પણ શ્રેષ્ઠ મનાય છે.

100 યજ્ઞનું ફળ મળે છે

Mahashivratri 2026 મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાથી એકસો યજ્ઞનું ફળ મળે છે. ભગવાન સ્વયમ પીનાગધારી જીવે પંચાક્ષર મંત્ર “ઓમ નમઃ શિવાય”ની રચના કરી છે. આ સંસારના બંધનમાંથી મુક્ત થવા માટે મહાશિવરાત્રીના દિવસે પૂજા કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. મૃત્યુના મુખમાંથી ઉગરી જવાય છે અને કષ્ટદાયક રોગમાંથી મુક્તિ મળે છે. ઈચ્છા પૂર્ણ થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય, ધન યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે. દરેક મનુષ્ય જીવે ભગવાન શિવનું પૂજન મહાશિવરાત્રીએ અવશ્ય કરવું જોઈએ.

ભગવાન શિવની એક રાત્રીની પૂજા

માં આદ્યશક્તિ એ તેમની ભક્તિ માટે નવ દિવસની રચના કરી એટલે નવરાત્રી કહે છે. નવરાત્રીમાં નવ દિવસ માની આરાધના પૂજા અર્ચના કરીએ ત્યારે આપણને ફળની પ્રાપ્તિ થાય છે, જ્યારે ભગવાન શિવને(Mahashivratri 2026) એક રાત્રીમાં જ પૂજન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. આથી દેવાના દેવ મહાદેવ શિવની પૂજન અર્ચના અવશ્ય કરવી જોઈએ.

ચાર પ્રહરની પૂજા

મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન પૂજા સંધ્યા કરી અને ભગવાન શિવના મંદિરે જઈ દર્શન કરવા જોઈએ. ભગવાનને રુદ્ર અભિષેક દૂધ, દહી, ઘી, ખાંડથી કરવો જોઈએ. તેમાં સુગંધિત દ્રવ્ય એટલે અતંરથી સ્નાન કરાવવું જોઈએ. શિવલીંગ સમક્ષ બેસી ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો. શક્ય હોય તો ઉપવાસ કરો અને Mahashivratri 2026ની રાત્રિએ ભગવાનને ચાર પ્રહારની પૂજા અવશ્ય કરવી જોઈએ. ચાર પ્રહરની પૂજા ન કરી શકો કોઈ એક પ્રહરની પૂજા અવશ્ય કરવી જોઈએ.

ભગવાન શિવની ચાર પ્રહરની પૂજામાં કેવી રીતે કરવી જોઈએ? તેનો સમય શું છે? તે જોઈએ….

પ્રથમ પ્રહરઃ સાંજે 06.11 થી રાત્રે 9:23 સુધી ભગવાન શિવલિંગ ઉપર દૂધથી અભિષેક કરવો જોઈએ.

બીજો પ્રહરઃ રાત્રે 9:23 થી મધ્ય રાત્રે 12:35 સુધી શિવલિંગ ઉપર દહીંથી અભિષેક કરવો જોઈએ અને સાથે ભાંગ પણ ચડાવી શકાય.

ત્રીજો પ્રહરઃ રાત્રે 12:35 થી પરોઢિયે 3: 47 સુધી શિવલિંગ ઉપર ગાયના ઘીથી અભિષેક કરવો જોઈએ.

ચોથો પ્રહરઃ પરોઢિયે 3:47 થી સૂર્યોદય 6:59 મિનિટ સુધી ભગવાન શિવલીંગ પર મધ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ.

લગ્ન ન થતાં હોય તેમણે શું કરવું જોઈએ?

આ ઉપરાંત ભગવાન શિવને અલગઅલગ પદાર્થોથી પણ અભિષેક કરી શકાય છે. મહાશિવરાત્રી દિવસ એ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ છે. જે વ્યક્તિના લગ્નમાં અવરોધો આવતા હોય તેવા યુવક યુવતીએ ભગવાન શિવ પાર્વતી ઉમા મહેશ્વરનું ધ્યાન ધરી અને પૂજા અર્ચના કરવાથી એમના લગ્ન આડેના અવરોધો દૂર થાય છે. લગ્નની સાથે સારા દાંપત્ય સુખની પ્રાપ્તિ થાય છે. માટે મહાશિવરાત્રીના દિવસે દાંપત્ય સુખ માટે ઉમા મહેશ્વરની પૂજા અર્ચના કરવી જોઈએ. ઓમ ઓમ મહેશ્વરાભ્યામ નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ.

12 રાશિ પ્રમાણે આપણે કઈ રાશિના જાતકોએ કયા મંત્રનો જાપ કરવાથી શું ફળ મળે છે તે જોઈએ(Chanting Shiva Mantra according to zodiac sign)

(1) મેષ(અ,લ,ઈ) રીમ ૐ નમઃ શિવાય આ મંત્ર જાપ કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે.

(2) વૃષભ(બ,વ,ઉ) ૐ નમઃ શિવાય આ મંત્ર જાપથી ઉન્નતિની પ્રાપ્તિ થાય છે.

(3) મિથુન(ક,છ,ઘ) ૐ નમો ભગવતે મહારુદ્રાય આ મંત્ર જાપથી સુખની પ્રાપ્તિ થાય છે.

(4) કર્ક(ડ, હ) ૐ જૂ સ: આ મંત્ર જાપ કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

(5) સિંહ(મ,ટ) રીમ ૐ નમઃ શિવાય આ મંત્ર જાપ કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે.

(6) કન્યા(પ,ઠ,ણ)  ૐ નમો ભગવતે મહારુદ્રાય આ મંત્ર જાપ કરવાથી આત્મબળ મજબૂત બને છે.

(7) તુલા(ર,ત) ૐ નમઃ શિવાય આ મંત્ર જાપ કરવાથી ધનલાભ મળે છે.

(8) વૃશ્ચિક(ન,ય) હી ૐ નમઃ શિવાય આ મંત્ર જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

(9) ધન(ભ,ધ,ફ,ઢ ) ૐ તતપુરૂષાય વિમહે મહાદેવાય ધિમહી તનનો્નો રુદ્ર પ્રચોદયાત આ મંત્ર જાપ કરવાથી મન મજબૂત બને છે.

(10) મકર (ખ,જ) ૐ નમઃ શિવાય આ મંત્ર જાપથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે.

(11) કુંભ(ગ,શ,સ,ષ) ૐ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે.

(12) મીન(દ,ચ,ઝ,થ) તત્પુરુષાય વિદમહે મહાદેવ ધીમહી તનો રુદ્ર પ્રચોદયાત આ મંત્રજાપ કરવાથી રોગમાંથી મુક્તિ મળે અને ધન લાભ થાય છે.

આ પણ વાંચો…..

Mahashivratri 2026: ભવનાથમાં અત્યાર સુધીનો સૌથી ભવ્ય યાદગાર મેળો બનશે, કઈ રીતે?

ભગવાન શિવને નમસ્કાર

જ્યોતિ જેનું સ્વરૂપ છે નિર્બળ જ્ઞાન જ જેનું નેત્ર છે જે લિંગ સ્વરૂપ બ્રહ્મ છે તે પરમ શાંત કલ્યાણમય ભગવાન દેવાનો દેવ મહાદેવ શિવને નમસ્કાર હો…. ઓમ નમઃ શિવાય

શંભુ શરણે પડી

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો.

દયા કરી શિવ દર્શન આપો…

તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા.

હુ તો મંદમતી, તારી અકળ ગતિ, કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો…

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી.

ભાલે ચંન્દ્ર ધર્યો, કંઠે વિષ ધર્યો, અમૃત આપો. દયા કરી શિવ દર્શન આપો…

નેતિ નેતિ જ્યાં વેદ વદે છે,મારું ચિતડું ત્યાં જાવા ચહે છે.

સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો…

આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું.

મારા દિલમા વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો. દયા કરી શિવ દર્શન આપો…

હું તો એકલપંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી.

થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો…

શંકર દાસનુ ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો.

ટાળો મંદમતી, ટાળો ગર્વ ગતી, ભક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો…

આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવભક્તિમાં ધર્મ ઘણેરો.

પ્રભુ તમે પૂજા, દેવી પાર્વતી પૂજો, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો…

અંગે શોભે છે રુદ્ર ની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા,

તમે ઉમિયાપતિ, અમને આપો મતિ કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો…

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો.

દયા કરી દર્શન શિવ આપો…

  • ડૉ. જતીન મહેતા, જ્યોતિષાચાર્ય, ગોલ્ડ મેડાલીસ્ટ

You will also like

Leave a Comment